SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1011
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬૨ ] [ જૈન પ્રતિભાદર્શન જૈનાગમભક્તિ, એમ વિવિધ પ્રકારે અવસરે અવસરે સાત ક્ષેત્રોમાં અને આઠમા અનુકંપા ક્ષેત્રમાં તેમણે પોતાની લાખોની સંપત્તિનું વાવેતર કરેલું છે. પૂ.પાદ સ્વ. આચાર્યભગવંત શ્રીમદ્ વિજયમાનતુંગસૂરીશ્વરજી મહારાજની પુન્યનિશ્રામાં તેમણે લગભગ ૧૫૦ સાધર્મિકબંધુને ચાતુર્માસ અને ૨૦૦ સાધર્મિક બંધુને નવ્વાણુયાત્રા કરાવવાનું પુણ્ય ઉપાર્જિત કર્યું છે. પાલીતાણામાં મુક્તિનિલય ધર્મશાળા, અમારિવિહાર પૌષધશાળા તથા શેઠશ્રી સરદારમલજી પૌષધશાળાના તેઓ પ્રણેતા છે. પોતાની જન્મભૂમિ પાટણમાં ધર્મશાળાઓ વગેરેમાં તેમણે તન-મન-ધનથી પોતાની સેવા આપી છે. તેમણે જ્યારથી શ્રી હસ્તગિરિ તીર્થોદ્ધારના કાર્યનો પ્રારંભ કર્યો ત્યારથી બધાં જ ક્ષેત્રોમાંથી પોતાને ખેંચી લઈને, પોતાની શક્તિનો સંચય તેમણે એકમાત્ર હસ્તગિરિમાં જ કેંદ્રિત કર્યો છે. શ્રી હસ્તગિરિ તીર્થની ભક્તિ એ તેમના જીવનના સઘળાં ધર્માનુષ્ઠાનોમાં શિખર ઉપરના કળશ સમાન છે. શ્રી હસ્તગિરિ તીર્થોદ્વારક સ્વ. પૂ. આ. માનતુંગસૂરીશ્વરજી મહારાજના સદુપદેશથી અને પ્રવચનપ્રભાવક પૂ. આ.શ્રી રામચન્દ્રસુરીશ્વરજી મહારાજના આશીર્વાદથી તેમણે જ્યારે આ તીર્થોદ્વારના કાર્યની શરૂઆત કરી ત્યારે આ મહાન કાર્યની આટલી બધી કષ્ટસાધ્યતાની કદાચ તેમણે કલ્પના પણ નહીં કરી હોય! જેમ જેમ કાર્યમાં ઊંડા ઊતરતા ગયા તેમ તેમ કાર્યની ભગીરથતાનો ખ્યાલ આવતો ગયો. તેમની કાર્યક્ષમતા કસોટીએ ચડી, ધૈર્યનાં પારખાં થવા માંડ્યાં અને સત્ત્વશીલતા સામે પડકાર ઊભો થયો. વિઘ્નોની ઝડીઓ વરસવા માંડી, પણ પોતાની અખૂટ ધીરજ, સત્ત્વ, શ્રદ્ધા, વ્યવહારકુશળતા, દૂરંદેશી આદિ ગુણોના બળે અને સૌથી વધારે તો ગુરુભગવંતોના આશીર્વાદ, તીર્થનું અપૂર્વ માહાત્મ્ય, શાસનદેવની કૃપા અને શ્રી ચતુર્વિધ સંઘના સંપૂર્ણ સહકારથી એક પછી એક વિઘ્નાઁથી પાર ઊતરતા ગયા અને પરિણામે કલ્પનાતીત અજોડ કાર્યની સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યા. આ તીર્થોદ્ધારના કાર્યમાં તેમણે પોતાની સંપત્તિનો સદ્યય કર્યો છે. ભૌતિક સુખોને લાત મારી છે. ભોજન અને નિદ્રાને પણ અવસરે હરામ કર્યા છે. અજોડ શ્રદ્રાબળ, અપૂર્વ કાર્યક્ષમતા અને અનન્ય • કોટીનું આત્મસમર્પણ! આ ગુણોનો ત્રિવેણી સંગમ, જગતને ચરણે કેવી મહામૂલી ભેટ ધરી શકે છે એ જોવું-જાણવું હોય. તેમણે હસ્તગિરિ તીર્થની મુલાકાત લેવી જ રહી. હાથીની અંબાડી હાથી જ ઉપાડી જાણે, ધુરા વૃષભ જ વહન કરી શકે, તેમ આ પંચમકાળમાં આવુ ભગીરથ તીર્થોદ્ધારનું કાર્ય કાન્તિભાઈ જેવા શાસનભક્ત કાર્યકર્તાઓ જ કરી શકે, એ પ્રશસ્તિ જ તેમનાં કાર્યોનું સાચું મૂલ્યાંકન છે. ઉદારચરિત પુણ્યાત્મા સ્વ. શ્રી ખુમચંદ રતનચંદ શાહ વર્તમાન જૈનશાસનના ઇતિહાસમાં મંડાર-રાજસ્થાનનું નામ સુવર્ણાક્ષરે અંકિત થયેલું છે. જેમણે ઉચ્ચ વિશુદ્ધ ચારિત્ર્યથી વિશેષ મહત્ત્વની કોઈ બાબત ગણતરીમાં લીધી નથી એવા પરમ આદરણિય જૈન શ્રેષ્ઠી શ્રી ખુમચંદભાઈ જૈન સમાજનું ગોરવશાળી રત્ન છે. મંડાર એમનું વતન પણ નાની કુમળી વયે મુંબઈમાં એમનું આગમન થયું. પિતાશ્રીએ શરૂ કરેલી ત્રાંબા-પિત્તળની દુકાન પોતાની હૈયાસૂઝ અને દીર્ઘદષ્ટિથી વિકસાવી, ઉત્તરોત્તર ઘણો વિકાસ થતો રહ્યો. પરિણામે આજે ધંધાકીય ક્ષેત્રે નામના મેળવી છે, જે એમના પ્રચંડ પુરુષાર્થની સાક્ષી પૂરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy