________________
અભિવાદન ગ્રંથ ]
૯૬૧
અમદાવાદ, જામનગર વગેરે અનેક સ્થળોએ તેમણે આપેલી સેવા ચિરંજીવ બની રહેશે. અનેક સન્માનોથી કાન્તિભાઈને વિભુષિત કરવામાં આવ્યા છે. સુકલકડી કાયા પણ હદયમાં ભારે શ્રદ્ધાનો દિવડો હમેશાં ઝળહળી રહ્યો છે. શ્રી કાન્તિભાઈના પિતાશ્રી સોમચંદભાઈ પણ એવા જ પ્રતાપી પુરુષ હતા. સાધુ-સાઘવીઓની વૈયાવચ્ચ હોય કે પાંજરાપોળનો વહીવટ હોય. સમાજના દરેક કાર્યમાં પિતાપુત્રએ આપેલી સેવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ અને અનુમોદના.
સમ્યગજ્ઞાનના પ્રચાર તથા પસાર માટે તેમની પ્રેરણાથી શ્રી ધ્રાંગધ્રા તપગચ્છ સંઘ દ્વારા આલભ્ય–અમૂલ્ય પુસ્તકો સ્વ. પંડિત શ્રી પનાલાલ જગજીવનદાસ ગાંધી દ્વારા ચિંતન કરેલ પુસ્તકો (૧) સ્વરૂપ મંત્ર (૨) સૈકાલિક આત્મવિજ્ઞાન (૩) સ્વરૂપ ઐશ્વર્ય વગેરે પ્રકાશિત કરવામાં આવ્યા છે તેમજ પાલીતાણામાં હિંમતવિહાર જૈન ધર્મશાળામાં પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોને ભણાવવા માટે ચાલતી પાઠશાળાના કાર્યમાં દર વર્ષ ૬૦ હજાર રૂપિયા શ્રી ધ્રાંગધ્રા તપગચ્છ સંઘ તેમના માર્ગદર્શનથી આપે છે, જે તેમની સમ્યગજ્ઞાનની ભકિત-રુચિ દર્શાવે છે.
શ્રી કાંન્તિભાઈની પ્રેરણાથી અને તેમના માર્ગદર્શન નીચે શાહ મગનલાલ ચકુભાઈ પરિવારે ધ્રાંગધ્રામાં અંજનશલાકા--પ્રતિષ્ઠા મહોત્સવ કરાવેલ.
( શ્રી કાંતીલાલ મણિલાલ ઝવેરી શ્રી હસ્તગિરિ મહાતીર્થના નામની સાથે જેમનું નામ સંકળાઈ ગયું છે એવા તીર્થોદ્ધારના પ્રાણપૂરક કાર્યકર્તા શ્રી કાંતીભાઈનું પોતાનું મૂળ વતન પાટણ (ઉત્તર ગુજરાત) અને વ્યવસાયી ક્ષેત્ર મુંબઈને છોડીને તેમણે શ્રી હસ્તગિરિને જ છેલ્લા ૧૫ વર્ષથી પોતાનું ધામ બનાવ્યું. પોતાની ધનસંપત્તિ તેમ જ શારીરિક, માનસિક અને બૌદ્ધિક સર્વ શક્તિઓનું મુખ્ય કાર્યક્ષેત્ર તેમણે હસ્તગિરિને જ બનાવ્યું. ભક્તિમાં સઘળું ન્યોચ્છાવર કરવામાં તેમણે ધન્યતા અનુભવી છે. હસ્તગિરિ તીર્થ તેમનો પ્રાણ છે.
. આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરિશ્વરજી મહારાજ સાહેબ, પૂ. પાદ અધ્યાત્મયોગી સ્વ. પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિ તથા આગમદિવાકર પૂ. પાદ સ્વ. આ. શ્રીમદ્ વિજયમાનતુંગસૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિ શાસનપ્રભાવક ગુરુભગવંતોના નિકટના પરિચયમાં આવતા ગયા. ઉપદેશામૃતનું પાન કરતા ગયા તેમ તેમ તેમના જીવનમાં અધ્યાત્મગુણસમૃદ્ધિ વધતી ચાલી. શ્રાવકનાં બાર વ્રતો, ઉપધાન તપની આરાધના, વર્ધમાનતપની ૬૧ ઓળી, નવકાર મહામંત્રપૂર્વકના જાપનાં અનુષ્ઠાનો, કાયમી બિયાસણથી ઓછો તપ નહિ, મૂળમાંથી કાયમી એક વિગયનો ત્યાગ, પ્રમાદા ચરણરૂપ અનર્થદંડનો ત્યાગ એમ વિવિધ પ્રકારનાં તપ, ત્યાગનાં રત્નભૂષણોથી તેમના શ્રાવકજીવનની શોભા વધવા લાગી. તેમનાં માતુશ્રી, ભગિનીઓ, ફઇબા, ભાણેજો, બનેવી આદિ કુટુંબની દશ વ્યક્તિઓ દીક્ષિત થયેલ છે. તેમનાં ધર્મપત્ની અ. સી. કંચનબેન દરેક ધર્મકાર્યમાં તેમની સાથે કદમ કદમ મિલાવીને તન અને મનથી એટલો તો સહકાર આપ્યો છે કે, તેમના નામોલ્લેખ વગરનું કાન્તિભાઈનું ચરિત્રવર્ણન અપૂર્ણ જ બની રહે, એટલો મહત્ત્વનો તેમના ધર્મકાર્યમાં તેમણે ભાગ લીધો છે.
અનેક તીર્થયાત્રાઓ, સાધર્મિકવાત્સલ્યો, સુપાત્રદાન, ગુરુભક્તિ, સંઘભક્તિ, તીર્થભક્તિ, 4
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org