SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1009
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬૦ ] [ જૈન પ્રતિભાદર્શન કાચ જેવા નિર્મળ જીવન જીવતા કુટુંબમાં બાળક કાન્તિભાઈનો ધાર્મિક વાતાવરણમાં ઉછેર થયો. શિક્ષણમાં મન બહુ ન લાગ્યું અને ૧૯ વર્ષની ઉંમરે નોન-મેટ્રીક સુધીનો અભ્યાસ કરીને ધંધાર્થે મુંબઈ-કલકત્તા સ્થળોએ થોડાં વર્ષો ગાળ્યાં; પણ ધંધામાં સ્થિર થવાને બદલે ધર્મમાં વધુ ને વધુ સ્થિર થતા રહ્યા. ધ્રાંગધ્રા તપાગરછ સંઘના ઉપાશ્રય જે તદ્દન ખંડિયેર હાલતમાં હતો તેિને નવેસરથી બાંધવાનું નક્કી થયું. શ્રી કાન્તિભાઈએ પોતાની | શ્રી કાંતિલાલ સોમચંદ ગાંધી જાતદેખરેખથી ઉપાશ્રયનું કામ પુરૂ કરાવ્યું. શ્રી કાન્તિભાઈના સેવાકાર્યમાં 'સહયોગ આપનાર તેમનાં ધર્મપત્ની કાન્તાબહેન, જેની ઉંમર ૮૨ વર્ષની છે, ખાનદાન ઘરની સુખી દીકરી છતાં સાદુ સેવાભાવી જીવન, પરોપકારકવૃતિ ધરાવનાર છે, પરિવારમાં કાન્તિભાઈને એક જ દીકરી સરોજબહેન, જેમણે માતાપિતાની સેવા ખાતર આજીવન બ્રહ્મચર્યવ્રત ઉચ્ચરેલ છે. તેઓ હાલ શિક્ષણ સંસ્થામાં સેવા આપી રહ્યાં છે. માતાપિતાનો ધર્મસંસ્કાર વારસો સરોજબહેને બરાબર જાળવી રાખ્યો છે. શ્રી કાન્તિભાઈની ૮૬ વર્ષની ઉંમરે તંદુરસ્તી ઘણી જ સારી છે. સંઘ અને શાસનના દરેક કાર્યોમાં તેમનું મોખરાનું સ્થાન છે. આખું ગામ તેમને દાદા કહીને બોલાવે અને સન્માને છે. ધ્રાંગધ્રા-શ્રીસંઘનો અભ્યદય સમય શરૂ થયો ત્યારે સાધુસાધ્વી મહારાજોનો આવાગમન અને ચોમાસા થવાં લાગ્યાં, સંઘમાં ધાર્મિક ક્રિયાઓ અને મહોત્સવો વધવા લાગ્યા, દીક્ષાઓ પણ થવા લાગી, દોઢ દાયકા સુધી દરેક કાર્યોમાં સક્રિય સેવા આપી. મહેસાણા જૈન પાઠશાળાના સંચાલન દ્વારા પણ સૌને પ્રેમ સંપાદન કર્યો હાલાર આદિ વિવિધ સ્થળોએ રહીને નૂતન જૈન મંદિરો, ઉપાશ્રયો, ધાર્મિક શિક્ષણનો પ્રચાર-પ્રસાર વગેરે કાર્યો કર્યા. ફરી વતનમાં આવતા ઉપાશ્રયનું વિસ્તૃતિકરણ શ્રીસંઘે તેમના હાથે કરાવ્યું. આફ્રિકા વગેરે દેશોમાં પણ પૂ. આ.શ્રી કુંદકુંદસૂરિજીના ધાર્મિક સાહિત્યનો પ્રચાર કરી ધર્મની પ્રભાવનાના કાર્યમાં સૌનો વિશ્વાસ અને આદર પામ્યા. સુરેન્દ્રનગરની જૈન બોર્ડિંગના સંચાલનમાં પણ ઘણી મોટી સેવા આપી. પાલીતાણાની મુકિતનિલય ધર્મશાળા, હસ્તગિરિ તીર્થોદ્ધારનું કામ વગેરેમાં સુંદર કામગીરી બજાવી. જૈન સંસ્થાઓનો લાખો રૂપિયાનો વહીવટ તેમને સોંપાતો રહ્યો અને યશસ્વી કાર્ય કર્યું. ૨૦૪૦માં શ્રી ધ્રાંગધ્રા તપગચ્છ સંઘની વિનંતીથી વાડીનું મોટું કામ કરી આપ્યું. તદુપરાંત ધ્રાંગધ્રા તપાગચ્છ સંઘના ભાઈઓ તથા બહેનોના બંને ઉપાશ્રયોનું વિસ્તૃતિકરણ પણ તેમના હાથે થયું. તેમજ કુમાર પાઠશાળાનું મકાન નવેસરથી તૈયાર કરવામાં તેમનું યોગદાન રહ્યું. હાલમાં ધ્રાંગધ્રા પેઢી સંચાલિત શ્રી અજિતનાથ જૈન દેરાસરના વિશાળ રંગમંડપનું કામ પણ નવેસરથી તૈયાર થઈ રહ્યું છે. શ્રી કાન્તિભાઈએ કયારેય ધનની કે માનપાનની ઇચ્છા રાખી નથી. એમની પ્રામાણિકતા, નિસ્વાર્થતા અને ભકિતએ સૌના પ્રીતિપાત્ર બન્યા. કાનપુરમાં વિવિધ ફિરકાઓના વિસંવાદો દૂર કરવાની તેમની ઉત્તમ કામગીરીની આજે પણ સૌ મુક્તકંઠે પ્રશંસા કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy