SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1008
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] 2 [ ૯૫૯ અનેકવિધ સુંદર કાર્યો માટે આજે સમાજમાં એક અગ્રગણ્ય વ્યકિત રહ્યાં છે. શૂન્યમાંથી સર્જન કરનાર શ્રી અમૃતભાઈએ મુંબઈમાં સુખ્યાત ઉદ્યોગગૃહ મેસર્સ મહાવીર રિફેકટરીઝ કોરપોરેશન તેમ જ વાંકાનેરમાં મેસર્સ સૌરાષ્ટ્ર સીરેમિક ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના કરી પ્રબળ અને સફળ પુરુષાર્થની પ્રતીતિ કરવી આપી છે. સોનામાં સુગંધ ભળે તેમ પોતાના બે સુપુત્રો શ્રી રસિકભાઈ તથા શ્રી નવીનભાઈને સાથે રાખી સાહસવૃત્તિ જ નહિ પરંતુ એ સાહસને અડગતાથી વળગી રહેવાનું નિશ્ચયબળ, તેમાં આવતી મુશ્કેલીઓ સામે ઝઝૂમવાની હિંમત અને તેમાંથી માર્ગ કાઢવાની અમૃતલાલ પોપટલાલ મણિયાર કુનેહ વાપરીને આજે અનેક સોપાન સર કર્યાં છે. એથી જ વ્યાપારઉદ્યોગના સમર્થ સર્જક અને સૂત્રધાર તરીકે તથા સમાજના સિદાતા અને જરૂરિયાતવાળાના દુઃખ ભાંગનાર તરીકે તેઓશ્રીનું જીવન અવિરામ પ્રેરક તરીકે પ્રોજ્જવલ રહ્યું છે. સમાજના સાંસ્કૃતિક વિકાસાર્થે સંપત્તિનો સદ્યય કરવામાં સાર્થકતા પ્રમાણ કરનાર શ્રી અમૃતલાલભાઈના સ્વભાવમાં રહેલી માનવસૌરભ સમાજને સ્પર્શ્વ વિના રહી નથી. પાલીતાણા તીર્થમાં શ્રી શત્રુંજય હોસ્પિટલ અને આરોગ્યધામ, મુંબઈમાં વાડિયા ચીલ્ડ્રન હોસ્પિટલમાં ઇન્ટેન્સીવ કેર યુનિટ, મહાવીર વેલફેર ટ્રસ્ટ, હિન્દુ રિલીફ કમિટી, મહાવીર હાર્ટ રીસર્ચ ફાઉન્ડેશન, મહાવીર કલ્યાણ કેન્દ્ર, મહાવીર જૈન વિદ્યાલય, રતનપરમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનું સુંદર અને ભવ્ય જિનાલય, શ્રી રસિકલાલ અમૃતલાલ મણિયાર પ્રાથમિકશાળા-સુરેન્દ્રનગર, કાન્દીવલી ઇસ્ટમાં એક પાઠશાળા, અમૃતલાલ પોપટલાલ મણિયાર પાઠશાળા-આરાધના ભવન-ગોવાલીયા ટેન્ક-મુંબઈ મંગળાબેન અમૃતલાલ પોપટલાલ ગૌશાળા, કોઠારીયા--વઢવાણ વગેરે અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા તેમ જ નિર્માણ કરનાર શ્રી અમૃતલાલભાઈ જડ રૂઢીઓનો સામનો કરનાર ઉદાર હૃદયના દાતા બન્યા છે. સાધર્મિકસેવા સાથે અન્ય સમાજના જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને પુસ્તક, ફી, સ્કોલરશિપ; ગરીબોને અનાજ તથા દવા આપી સેવા કરવી; બિનવારસી મૃતદેહના અગ્નિસંસ્કાર કરાવી આપવા, મૂગાં પ્રાણીઓને કતલખાનેથી છોડાવવાં વગેરે અનેક પ્રવૃત્તિમાં તેઓ ઓતપ્રોત છે. તેઓશ્રી ઉત્તરોત્તર ઉદ્યોગ-ઉત્કર્ષ અને સમાજસેવા સાધતા રહે, દીર્ઘાયુ બને એવી શુભેચ્છા વ્યકત કરીએ છીએ. પુરુષાર્થ, સૌજન્ય અને ઉદારતાના ત્રિવેણીસંગમ સમા શ્રી અમૃતલાલભાઈના હાથે શાસનનાં આથીયે વધુ કામો થાય તેવી શુભેચ્છા. શ્રી કાન્તિલાલ સોમચંદ ગાંધી સંઘ અને શાસનને છેલ્લી સદીમાં જે ગૌરવશાળી કર્મઠ કાર્યકરો મળ્યા તેમાં ધ્રાંગધ્રાના ધર્મપરાયણ શેઠશ્રી કાંતિલાલ સોમચંદભાઈ ગાંધીનુ પણ યોગદાન યાદ કર્યા વગર રહી શકાતું નથી. સંવત ૧૯૬૮માં ગાંધી સોમચંદ રાજપાળને ત્યાં ગંગાબહેનની કુખે કાંતિલાલભાઈનો જન્મ થયો. પિતાશ્રી સોમચંદભાઈ દશાશ્રીમાળી જૈન જ્ઞાતિમાં, જૈન સંઘમાં, ધ્રાંગધ્રા રાજયમાં માનભર્યું સ્થાન ધરાવતા હતા. જ્યારે માતુશ્રી ગંગાબહેન સરળ, સાદા અને ધાર્મિક ભાવનાથી રંગાયેલાં હતાં. બિલોરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy