________________
૯૫૮ ]
[ જૈન પ્રતિભાદર્શન
( શ્રી અમરચંદ રતનચંદ ઝવેરી)
જાણીતા દાનવીર, કર્મઠ, કાર્યકર્તા, કળવકળના જાણકાર અને | જૈન સમાજના અગ્રેસરોમાં જેમનું નામ પ્રથમ હરોળમાં છે તે મૂળ સુરતના વતની હાલ મુંબઈનિવાસી શ્રી અમરચંદભાઈ પાંચમી અંગ્રેજી સુધી મુંબઈમાં જ ભણ્યા. તેમણે ભારતનાં બધાં તીર્થોની યાત્રા કરેલી છે અને
અનેક સંસ્થાઓમાં નાનું-મોટું દાન આપેલું છે. તેમના પિતા અને દાદા
| ધાર્મિક હતા અને તેથી એમનામાં પણ ધાર્મિક સંસ્કારોનું સિંચન થયું છે. શ્રી અમરચંદ રતનચંદ ઝવેરી
તેઓ ૧૯૪૪-૪૫ પછી નીચે મુજબની બધી જ સંસ્થાઓ સાથે એક યા બીજી રીતે સંકળાયેલા છે અને યથાયોગ્ય સેવા આપી રહ્યા છે–(૧) ગોડીજી જૈન દેરાસર-- પાયધુની (મેનેજિંગ ટ્રસ્ટી તરીકે), (૨) પાલીતાણા આગમમંદિર–મેનેજિંગ ટ્રસ્ટી, (૩) શંખેશ્વર આગમમંદિર, (૪) સુરત આગમમંદિર, (પ) સુરત જૈન આનંદ પુસ્તકાલય, (૬) શેઠ દેવચંદ લાલભાઈ પુસ્તકાલય, સુરત (૭) શ્રી સુપાર્શ્વનાથ જૈન દેરાસર, (૮) શ્રી આત્માનંદ જૈન સભામાં ઉપપ્રમુખ, (૯) જૈન કોન્ફરન્સ, (૧૦) ગોડીજી જૈન દવાખાનું, (૧૧) પરમાર ક્ષત્રિય જૈન પ્રચારક સભા, બોડેલી (૧૨) શ્રી સુરત સેવા સંઘના પ્રમુખ, (૧૩) શ્રી આરામોદ્ધારક પ્રવચન પ્રકાશન સમિતિ, (૧૪) જૈન વિદ્યોત્તેજક સહકારી મંડળી લિ., (૧૫) શ્રી સુરત વસા ઓસવાલ જૈન જ્ઞાતિ, (૧૬) શ્રી ડી. કે. મોદી જૈન ભોજનશાળા, લાલબાગ, મુંબઈ. પૂનામાં આગમ મંદિર અંગેની કાર્યવાહી ચાલુ થઈ ગઈ છે. શિલા સ્થાપન વગેરે થઈ ગયું છે. તેના ટ્રસ્ટી છે. શ્રી હીરસૂરીશ્વરજી સંસ્કૃત પાઠશાળા, ગોડીજી, શ્રી વર્ધમાન જૈન પેઢી. શ્રી જંબદ્વીપ યોજના--પાલીતાણા. શ્રી જૈન આગમ ટ્રસ્ટ સુરત, શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ સંસ્થામાં જોડાયેલા છે.
તેઓ મુંબઈ-ગોડીજીમાં સોળ વર્ષથી ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત સર હરકિશનદાસ હોસ્પિટલ અને શ્રી શાન્તિચંદ ઝવેરી દ્વારા વડોદરાની હોસ્પિટલમાં પણ એમનું સારું એવું પ્રદાન રહ્યું છે. તેઓ સુરત સેવા સમાજનાં પ્રમુખ તરીકેની કામગીરી પણ કરે છે અને દર રવિવારે માનવસેવાની પ્રવૃત્તિ કરે છે.
આવાં બધાં સત્કાર્યોની પ્રેરણા તેમને શ્રી હેમસાગરસુરીશ્વરજી પાસેથી મળી હતી.
આ પરિવાર તરફથી ત્રણ વર્ષમાં યાત્રાસંઘો પૂજયોની નિશ્રામાં નીકળ્યા હતા શત્રુંજયથી ગિરનારનો છ'રી પાળતો સંઘ. શત્રુંજય ગિરિરાજ ઉપર અષ્ટપ્રકારી પૂજા ભણાવી હતી. ઉપરાંત ક્ષત્રીયકંડથી સમેતશીખરજીનો છ'રી પાળતો સંઘ કાઢયો હતો. આ બધા ધાર્મિક આયોજનમાં શ્રી અમરચંદભાઈ તથા તેના નાનાભાઈ પ્રવિણભાઈ ઝવેરી સાથે રહ્યા હતા.
( શ્રી અમૃતલાલ પોપટલાલ મણિયાર ) અપ્રતિમ કાર્યકૌશલ, અદમ્ય ઉત્સાહ અને પ્રબળ પુરુષાર્થથી ઉદ્યોગ ક્ષેત્રમાં તેમ જ સામાજિક [ ક્ષેત્રમાં આદરપાત્ર સ્થાન સંપ્રાપ્ત કરનાર વઢવાણનિવાસી શ્રી અમૃતલાલભાઈ પી. મણિયાર તેમનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org