________________
અભિવાદન ગ્રંથ 7
૫૭
'જિન શાસનના સમર્પણશીલ
શ્રાવકરનો
દોમ દોમ સુખ સંપત્તિ કે વિશાળ ધનવૈભવની સાથે દેવ-ગુરુ-ધર્મ પરત્વેની સંનિષ્ઠતા અને શાસનસેવા, નીતિમત્તા અને નમ્રતા, ઉદારતા અને પરમાર્થની ભાવના માનવીના વ્યકિતત્વમાં ઘરેણાની માફક શોભી ઉઠે છે.
કાર્યનું ક્ષેત્ર વેપારવાણિજયનું હોય કે પછી જીવદયાનું હોય, ઘર્મસાધનાનું હોય કે સમાજસેવાનું હોય એ બધામાં જેમની પ્રતિભા હંમેશા ઝળહળતી
ગોચર થઈ છે. એવા સમર્પણશીલ શ્રેષ્ઠિઓ સમયે સમયે જૈનશાસનને મળતા રહ્યા છે તેઓ ગૌરવ અને આનંદની વાત છે.
જેમના જીવન ઉઘાડી કિતાબ જેવા જોવા મળ્યા, જેમના જીવનમાંથી નવી યુવાન પેઢીને પ્રેરણાનું પુષ્કળ ભાયુ મળી રહે તેવા પરોપકારી, સૌજન્યશીલ પ્રગતિશીલ શાસનરનોની આછી પાતળી જે રૂપરેખા અમે પ્રાપ્ત કરી શકયા છીએ તે અત્રે સાદર રજુ કરીએ છીએ.
જેમણે બાળપણમાંથી જ જીવનસંઘર્ષ આરંભીને આત્મશ્રદ્ધા અને આવડતના લક્ષણો વડે વિકાસના પંથે આગળ વધી અઢળક દોલત કમાઈને સમાજને જ પાછું આપવાનો અપનાવેલો વિશિષ્ટ અભિગમ સૌ કોઈને નવો રાહ બતાવે છે. અત્રે એવા પરિચયો પણ છે કે ઘન, સત્તા અને યશકીર્તિની ટોચે પહોંચેલા મહાનુભાવોએ પણ જૈનાચાર્યોના એક માત્ર સદુપદેશથી સંસારની અસારતાનો ખ્યાલ આવી જતાં સર્વસ્વનું સમર્પણ કર્યું છે. આ બધા પરિચયોમાંથી કાંઈકને કાંઈક જાણવા માણવા જે આ ભૂતકાળમાં ઝંઝાવાતો સામે ઝીંક ઝીલનાર, તીર્થરક્ષા અને શાસનરક્ષા માટે જીંદાદીલ જવામર્દો, વર્તમાનકાળમાં પણ આપણી વચ્ચે પોત-પોતાનું કાર્ય કરી રહ્યા છે. બીજી બાજુ લાખોની-કરોડોની સંપત્તિ, હર્યોભર્યો સંસાર, ધૂમ કમાણી કરતી પેઢી એ બધાંનો સાપની કાંચળીની જેમ ત્યાગ કરીને સર્વવિરતિ પંચે પ્રયાણ કરનારાઓ પણ અત્યારે આપણને જોવા મળે છે. આપણાં આવા જૈન શાસનનું ભાવિ ફકત ઉજળું જ નહિ, સોનેરી હશે–એવું માનવું જ પડે એમ છે.
જિન મંદિરોના નિર્માણકર્તાઓ કે છ'રીપાલક યાત્રા સંઘોના સંઘવીઓની ભવ્ય ભાવનાના ઉભરાતા સાગરને જોઈએ છીએ ત્યારે એ સૌને મન ઝૂકી ઝૂકી ( વંદે છે.
---સંપાદક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org