SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1005
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૫૬ ] _| જૈન પ્રતિભાદર્શન ( અશ્રદ્ધાળુ કોલેજિયન જ્યારે જૈન મુનિ બને છે ) કોલેજમાં બી. એસ. સી. ફર્સ્ટ ક્લાસ પાસ થયેલો એ યુવાન શિબિરના આદ્યપ્રણેતા પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ. સા.ની શિબિરમાં ગયો. સાયન્સનો વિદ્યાર્થી. ધર્મમાં નવો જ પ્રવેશ કહી શકાય. ““બટેટાના એક કણમાં અનંત જીવો શી રીતે રહી શકે? દૂરબીનથી દેખાતા કેમ નથી? બરફ જો અભક્ષ્ય તો પાણી કેમ નહિ?” વગેરે અનેક પ્રશ્નો પૂછે. તર્કનિપૂર્ણમતિ પૂ. પાદશ્રી સુંદર ખુલાસા કરે. યુવાન પૂ. પાદશ્રી તરફ ભક્તિભાવ પૂર્વક ઝૂકી ગયો. ત્રણેક શિબિરમાં હાજરી આપવાથી એને જૈનશાસન ઉપર અતૂટ શ્રદ્ધા થઈ ગઈ. એણે પૂ. આચાર્યદેવશ્રીના શરણોમાં જીવન સમર્પિત કરી દીધું. આજે એ સુંદર શાસનપ્રભાવના કરી રહ્યા છે. તે પૂજયશ્રીનું શુભનામ પૂ. પંન્યાસપ્રવરશ્રી ભુવનસુંદરવિજયજી ગણિવર. ( બે કંદોઈની લાડુથી લડાઈ પણ લાભદાયી ખંભાતમાં વ્યાપાર અર્થે વસતા વડનગરના વતની લાડુક શેઠના પુત્ર બાહ્ક શેઠ જિનેશ્વર દેવના પરમ ભક્ત. ભરૂચ જિલ્લાના સુપ્રસિદ્ધ કાવી તીર્થ યાત્રા માટે આવ્યા. અત્રેનું જિનાલય ઘણું જ જીર્ણ થઈ ગયેલું જોઈ શેઠ અને શેઠાણી હીરાબાઈનું ભક્ત હૃદય દ્રવી ઉઠ્યું. તેમણે બન્નેએ વિ. સં. ૧૬૪૯માં દેરાસરજીનો જીર્ણોદ્ધાર કરાવ્યો, લક્ષ્મીનો લ્હાવો લીધો. અસલ જે હતા તે જ શ્રી સંપ્રતિ મહારાજના વખતના અતિ મનોરમ્ય આલ્હાદૂક શ્રી આદીશ્વર ભગવાનની પ્રતિમાજીની પ્રતિષ્ઠા આચાર્યદેવશ્રી વિજયસેનસૂરીશ્વરજી મ.ના પવિત્ર કરકમળો દ્વારા કરાવી. જીર્ણોદ્ધાર કરેલા જિનાલયનું નામ “સર્વજિ” પ્રાસાદ રાખવામાં આવ્યું. થોડા સમય બાદ બાટુક શેઠનાં ધર્મપત્ની હીરાબાઈ પોતાની ધર્મપ્રિયા પુત્રવધૂ વિરાબાઈ સાથે યાત્રાર્થે પધાર્યા. બન્નેએ ભાવથી, ભક્તિથી, શ્રદ્ધાથી જિનેશ્વરની ખૂબ સુંદર પૂજા–ભક્તિનો લ્હાવો લીધો. નવા દેરાસરજીમાં દર્શન–પૂજા કરવા જતાં પુત્રવધૂ વીરાબાઈના માથામાં બારસાખ વાગી. એ ખિન્ન થઈ. એણીએ ધીરેથી વિવેકપૂર્વક પોતાની સાસુને કહ્યું : “બાઈજી! દેરાસરજી તો આપે ઘણું જ ઉત્તમ બનાવ્યું છે પણ બારણાં નીચાં કેમ કરાવ્યાં? આનાથી મંદિરજીની શોભામાં ન્યૂનતા આવી છે.” પુત્રવધૂની ટકોર સાંભળી સાસુજી સમસમી ઊઠ્યાં “વહૂબા! બોલવું સહેલું છે, કરવું અઘરું છે. તમારા પિતાજીને ત્યાંથી દ્રવ્ય મંગાવી બીજું સુંદર મંદિર બંધાવો અને એમાં બારસાખ ઊંચી રાખજો.” તેજીને ટકોર કાફી છે. પુત્રવધૂએ સાસુના શબ્દોથી શકુનની ગાંઠ બાંધી. કટાક્ષ યુક્ત શબ્દોથી પણ સુકૃત કરવાની મહાનતા મળતી હોય તો કોણ બુદ્ધિમાન જતી કરે પાંચ જ વરસમાં દેવના વિમાન જેવું મનોરમ્ય બાવન દેરીવાળું જિનાલય તૈયાર થઈ ગયું. એ જ આચાર્યદેવશ્રી વિજયસેનસૂરીશ્વરજી મ.ના વરદ્ કરકમળો દ્વારા નૂતન શ્રી ધર્મનાથ ભગવાનની અંજનશલાકા અને પ્રતિષ્ઠા કરાવાઈ. મંદિરનું નામ રત્નતિલક' પ્રાસાદ રાખવામાં આવ્યું. સાસુ-વહુના મીઠા ઝઘડાથી શ્રી જિનશાસનને અભૂત જિનાલયની ભેટ મળી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy