SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1004
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૯૫૫ ( પરિણતિ જીવદયાની ) * એમનું નામ બાપુલાલ મોહનલાલ શાહ. પાલનપુર જિલ્લાના કાંકરેજ તાલુકાના ચીમનગઢ ગામના એ રહેવાસી. ખાનદાન શ્રાવકકુળમાં જન્મ અને ઉછેર પામેલા. એમની જીવદયાની પરિણતિ અજબ ગજબની. જીવોની કતલની વાતથી પણ એમનું કાળજું કંપી ઊઠે. કસાઈખાને જતાં જીવોના પ્રાણ બચાવવા એ તન-મન-ધન બધાનો ભોગ આપવા સદૈવ તત્પર. ચીમનગઢ આજુબાજુના ગામડાઓના કસાઈઓને જીવો વેચતા માણસો પાસેથી દર મહિને એક સો જેટલા જીવોને છોડાવી અભયદાન દેવડાવવાનાં કામો એ કરે. જીવદયાના કાર્યમાં અન્ય જીવદયાપ્રેમી માણસો, જૈનસંઘ-સંસ્થાઓ આદિની મદદ પણ લે. પોતે ચીમનગઢમાં શ્રી જૈન સંઘ હસ્તકની પાંજરાપોળ પણ ચલાવે છે. આ બધાં કામો વચ્ચે પણ એને નિત્ય એકાસણાનો તપ તો ખરો જ. એક વખતની વાત છે. માતાજીની સમક્ષ જીવતા લાકડાનો ભોગ ધરવા માતાજીનો ભૂવો તૈયારી કરી રહ્યો હતો. ખબર મળતા જ બાપુલાલભાઈ એ ભૂવા પાસે પહોંચી ગયા. શામ-દામ આદિ અનેક પ્રકારે બોકડાને ન મારવા માટે સમજાવ્યો પણ ભૂવો એકનો બે ન થયો. પણ નિરાશ થઈ કાર્ય છોડી દે એ બીજા. શ્રાવક પહોંચી ગયા ભૂવાની પત્ની પાસે. એમને પ્રાથમિક સમજ આપ્યા બાદ મીઠી મધુરી ભાષામાં કહે : “તું મારી ધરમની બોન! તારાં પુત્ર-પુત્રીના લગનમાં મામો બનીને એકેએક પ્રસંગે રૂા. પ૦૦-૫૦૦નું મામેરું કરીશ. ગમે તેમ કર બોન! પણ આ નિર્દોષ અબોલ બોકડાને બચાવ.” ધર્મની બહેન' શબ્દ સાંભળતાં જ ભૂવાની પત્ની કૂણી બની. એણે ભૂવાને સમજાવ્યું. શ્રાવકે મનોમન અઠ્ઠમ તપ કરવાની તૈયારી લીધી. માતા અને બોકડા તરફથી પોતાને ગમતા અનુકૂળ સંકેત મળતા ભૂવો બોકડાને અભયદાન દેવા કબૂલ થયો. એક પંચેન્દ્રિય જીવ બચાવ્યાના મહાન કાર્યથી બાપુલાલભાઈનો મન મયૂર નાચી ઊઠ્યો. કતલખાના-પોસ્ટ્રીફાર્મ-મત્સ્ય ઉદ્યોગથી કલંકિત બનેલી ભારતભૂમિમાં આવા પણ માનવતાના દીવાઓ ટગમગી રહ્યા છે એ આપણી આ ભૂમિનું કેટલું સદ્ભાગ્ય! * એ વ્રત જગમાં દીવો મેરે પ્યારે : સૌરાષ્ટ્રના એક નગરમાં ૩૨ વર્ષની શ્રાવિકા રહે. આપણે એમને સૂર્યમતીબેન કહીશું. એમનો એક પુત્ર પંચતત્ત્વ પામ્યો. જિનેશ્વર ભગવાનના વૈરાગ્યતત્ત્વ પર શ્રદ્ધાવંત આ શ્રાવિકાબેને પોતાના પતિને પ્રણામ જણાવ્યું : “મારા ભાગ્યમાં પુત્ર નહિ જ હોય એથી એ નાની ઉંમરમાં જતો રહ્યો. મારે હવે બીજા પુત્ર જોઈતો નથી. તમો જો રાજીખુશીથી સંમતિ આપો તો આપણે સદ્ગુરુ પાસે ભગવાનની સમક્ષ સંપૂર્ણ ચતુર્થવ્રત સ્વીકારીએ.'' એમના ધર્મી પતિએ એ વાતને હર્ષથી સાંભળી. ત્યાગની તૈયારીની એમણે મનોમન અનુમોદના કરી. પુત્ર મરણ બાદ ત્રણેક માસમાં જ બન્ને યુવાન દંપતી સંપૂર્ણ બ્રહ્મચર્યવ્રતધારી બન્યાં. પછીથી આ શ્રાવિકાબેન પોતાના ઘરની ચાવી પોતાના ધણીને આપવાની હોય તો પણ અડ્યા વગર ઊંચેથી જ આપતાં. બ્રહ્મચર્યની વાડના કડક પાલન માટે સતત સાવધાન રહેતાં. ધન્યશ્રી જિનશાસન, જ્યાં આવા સ્ત્રીરત્નો પાકયા કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy