________________
૯૫૪ ]
અવસ્થામાં જ આ દંપતીએ સ્વદ્રવ્યથી બસ દ્વારા અનેક યાત્રિક સંઘનું સુંદર સંચાલન કરેલ.
નવકાર પર પરમ શ્રદ્ધાવાન જતીનભાઈએ નવ લાખ નવકાર મંત્રના જાપનો નિયમ લીધેલ. નવકાર મંત્રના ચાલુ જાપમાં જ એમનો ચાર વખત એક્સિડન્ટ વગેરે જીવલેણ પ્રસંગોમાંથી આબાદ ગેબી આશ્ચર્યયુક્ત બચાવ થયો હતો. જતીનભાઈએ ખૂબ સારી કમાણી છતાં કદી કરચોરી કરી નથી. ભારતીબેનની વાક્છટા અજબગજબની. જબ્બર અસરકારક શબ્દોમાં નાટ્યલેખિકા અને આબેહૂબ અભિનય દ્વારા એમણે અનેક ભવ્યોને ધર્મની નજીક લાવવાનાં કાર્યો કર્યાં છે.
* પાળે તેનો ધર્મ : (૧) અમરેલી (સૌરાષ્ટ્ર)ના એ કોળી દંપતી. નામે નારણદાસ મૂળજીભાઈ સોલંકી અને ગોમતીબેન. સદ્ગુરુના સંપર્કથી જૈન બન્યાં, પરમ શ્રાવક-શ્રાવિકા બન્યાં. શત્રુંજયની ૯૯ યાત્રા વિધિપૂર્વક કરી. ઉભય ટાઈમે પ્રતિક્રમણ, જિનપૂજા, સામાયિક વગેરેની દૈનિક આરાધના. કમાણી એવી ખાસ નહિ પણ દાનપ્રિય ખૂબ એટલે દાનના પ્રસંગે શક્તિને જરા પણ છૂપાવ્યા વગર લક્ષ્મીના સર્વ્યયનો લ્હાવો લઈ લે.
[ જૈન પ્રતિભાદર્શન
નારણભાઈને સંયમની તીવ્ર ઇચ્છા પણ સંજોગવશાત એ પાર ન પડી. એમણે ઉપધાન કર્યાં બન્નેએ નાની ઉંમરમાં ચોથુવ્રત સંપૂર્ણ લીધું. બન્નેનો સ્વભાવ શાંત--મિલનસાર. નારણભાઈ ચૈત્યવંદન કરે ત્યારે જિનગુણગાનમાં જાણે મગ્ન બની જાય. ધન્ય જીવન!
* અમરેલી શહેરના બાલાભાઈ દૂધવાળા—જીવોની પીડા જોઈ એમનું દયાળુ દિલ દ્રવી જાય. ગડગૂમડવાળા, ખસિયેલ, ગંધાતા, સડી ગયેલ અનેક કૂતરાંઓની દવા વગેરે કરી એમણે એમની દુવાઓ લીધી છે.
પાડોશની એક યુવાન છોકરી. કર્મસંજોગે એના માથામાં ભયંકર કીડા ઉત્પન્ન થયા. સ્વજનો પણ પાસે ન જઈ શકે એવી ભયંકર દુર્ગંધથી શરીર વ્યાપ્ય બની ગયું. બાલાભાઈએ એ બાળાની જબ્બર સેવા કરી. દુર્ગંધની ઐસી તૈસી કરી બાળાની વૈદકિય સારવાર મહિનાઓ સુધી જાતે જ કરી અને બાળાને સંપૂર્ણ રોગમુક્ત કરી. એમણે અનેક ગાય માતાની પણ આવી જ સેવા કરેલી.
* ઇસિકો ‘માઁ' કહતે હૈ : પોતાની સ્પષ્ટ ના અને અનિચ્છા છતાં પુત્રે ઘરમાં ઇડિયટ બોક્ષ--ટી. વી. દાખલ કર્યો. માતાએ શાંતચિત્તે ગૃહત્યાગ કર્યો. પુત્રે જીવનમાં ટી. વી.ની અનિવાર્યતા તો માતાએ ટી. વી.નાં આત્મિક અને શારીરિક નુકશાનો ગણી બતાવ્યાં. અંતે કલ્યાણમિત્ર માતાની જીત થઈ. ઘરમાંથી ટી. વી.ની વિદાય થઈ અને માતાનું પુનઃ આગમન.
* પુત્રોને—પુત્રીઓને નાનપણથી જ સુસંસ્કારિત કરવા આ માતા સતત જાગરૂક. બાળકો દેરાસરે ન જાય ત્યાં સુધી સવારનું દૂધ એમને ન જ આપે. બાળકો ગુરુ પાસે કે પાઠશાળામાં ન જાય એ ચાલે જ નહિ. કલ્યાણમયી આ આદર્શ માતાએ ટીનએજર્સ પોતાના બે બાળકોને સમ્યક્ શિક્ષા માટે સદ્ગુરુને સોંપી દીધાં અને પછીથી ટીનેજમાં એ બન્નેના ચારિત્રના માર્ગે રંગેચંગે વિદાય આપી. પુત્રોને વંદન કરવા આવે ત્યારે ચારિત્રમાં જ સુસ્થિરતા અને રમણતાની આ માતા હિતશિક્ષા આપે.
શાસનપ્રભાવક—સારા પ્રવચનકાર—લેખક બે સંયમધર અણગારની કુક્ષીદાત્રી એ માતાની કલ્યાણમૈત્રીને ભાવાંજલિ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org