SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1002
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ | [ ૯૫૩ = ( સત્ય હો તો આવું ) શહેરમાં રહેતી એ નવયૌવનાને આપણે ધર્મપ્રિયા કહીશું. પૂર્વના પુણે તેણીને રૂપાળું નમણું લાવણ્યમય નિરોગી મહેનતું શરીર આપેલું. એના વેવિશાળ માટે એ પોતાના કાકાની સાથે બહારગામ ગઈ. મુરતિયાના પક્ષ દ્વારા તેણીને પસંદ કરવામાં આવી. પોતાને બધી રીતે અનુકૂળ અને પોતાનાથી ઘણું ધનાઢ્ય ઘર મળવાથી કાકા પણ વેવિશાળ નક્કી કરવા સુધી પહોંચી ગયેલા. એમણે ધર્મપ્રિયાનો અભિપ્રાય પૂક્યો તો કન્યા રડી પડી. રોતાં રોતાં જ એ બાલી : “મુરતિયો અને એનું સંપૂર્ણ ઘર બટેટા આદિ કંદમૂળ ખાય છે. શું મારે જીવનમાં કંદમૂળ રાંધી આપવાનાં? કદાચ આગ્રહ થાય તો ખાવાના પણ? ' કન્યાનો આ સ્પષ્ટ સવાલ હતો. એણી નાનપણથી જ સાધ્વીજી મ.ના પરિચયથી અને જિનાલયના નજીકપણાથી ધર્મમાં અતિ સંસ્કારિત બનેલી હતી. ભળતું બહાનું બતાવી એઓ વેવિશાળ કર્યા વગર જ પોતાના શહેરમાં પાછા ફર્યા. કન્યાની માતા તેણી પર ખૂબ જ ક્રોધાન્વિત થઈ, પણ સમજુ પિતા અને કાકા કન્યાના પક્ષમાં રહ્યા. અવસર પામી કુટુંબની સંમતિ મેળવી એણી વૈરાગ્યથી પૂર્ણ રંગાઈ સાધ્વીજી પાસે ભણવા પહોંચી ગઈ; આર્યા ચંદનબાળા જેવું ચારિત્ર મેળવવા માટે જ તો! ( આપણા કાળનું જીવતું-જાગતું આશ્ચર્ય ) અબ્રહ્મના સ્તરે સ્ત્રી-પુરુષ સંબંધી અધિકાધિક ભોગ ભોગવનારનું નામ કદાચ વર્લ્ડ રેકોર્ડઝ નોંધતી ગ્રીનીસ બુકમાં નોંધાય, પણ ત્યાગના સ્તરે આવા રેકર્ડ હજી ત્યાં નોંધવાનું વર્તમાન દુનિયા શીખી નથી. બ્રહ્મચર્યનું અત્યંત મહત્ત્વ સમજતી વ્યક્તિને માવજજીવ બ્રહ્મચર્યપાલનની પ્રતિજ્ઞા કરતાં અને એ બાદ એનું સુંદર પાલન કરતાં આપણે જોયા છે, જાણ્યા છે. અહીં આપણે એક એવા યુગલનું વર્ણન કરવું છે જેમણે લગ્નજીવન સાથે જ માવજીવ બ્રહ્મચર્યના આકાશમાં ઉડ્ડયન કરવાનું નક્કી કરેલું છે, અબ્રહ્મના રન–વે પર દોડવાની ઇચ્છાઓ માટે સદા નિગ્રહ કર્યો છે. વેવિશાળ કરતાં જ બન્નેએ જિંદગીભર સિનેમા–ફિલ્મ ન જોવાની કડક પ્રતિજ્ઞા સ્વીકારી. વેવિશાળ બાદના એક વર્ષના સમય દરમ્યાન બન્નેએ બ્રહ્મચર્યપાલનના સુગમ ઉપાયોની આપ લે કરી, અબ્રહ્મ ટાળવા કઈ કઈ કિલ્લેબંધી શક્ય છે એ પણ વિચારી લીધું. ભરયૌવનમાં બન્ને લગ્નગ્રંથીથી જોડાયાં. લોકો જેને સુહાગરાત (હનીમુન) કહે છે એ ઘડીથી જ બ્રહ્મચર્યપાલનના પોતાના નિર્ધારનો અમલ શરૂ કરી દીધો. બહારથી પતિ-પત્નીના વ્યવહારનું નાટક કરતાં પણ એ બન્ને અલગ શયનખંડમાં ભાઈ-બહેનના પવિત્ર વ્યવહારનું પાલન કરવા સદૈવ જાગૃત રહ્યાં. અરે વાચિક સંબોધન પણ એક બીજાને ભાઈ! બહેન! નું રહ્યું. જિનભક્તિ-રસિક બન્નેએ સાથે જ જિનઅર્ચનાનો લ્હાવો લીધા. સતત ૧૦ વર્ષ સુધી લગ્નજીવનમાં સંપૂર્ણ બ્રહ્મચર્યપાલનનું કુદરતે એમને સુંદર ઇનામ આપ્યું. એમને બન્નેને સદ્ગુરુનો યોગ મળ્યો....ચારિત્ર મોહનીય કર્મ પાતળું પડ્યું. સર્વવિરતિ સામાયિક મળ્યું. એ પવિત્ર ધન્ય યુગલનું નામ જતીનભાઈ શાંતિલાલ શાહ-બેંગલોરવાળા અને ભારતીબહેન. સંસારી 4 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy