SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1001
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૫૨ ] [ જૈન પ્રતિભાદર્શન * સૌરાષ્ટ્રમાં ત્રણ લાખના ખર્ચે એક શ્રાવકે પોતાના ટ્રસ્ટ મારફત ઉપાશ્રય બંધાવ્યો. એમણે ઉપાશ્રયમાં સાવરણીથી માંડી તમામ ઉપકરણોનો પણ પોતાને જ લાભ મળવો જોઈએ એવું પ્રથમથી જ નક્કી કરાવી લીધેલું. ધન્ય ભાવના! * પોતાને ઘેર પરમ ઉપકારી ગુરુજીની પધરામણી થઈ એની ખુશાલીમાં ચાલીશ વર્ષના એ સુખી યુવાને સજોડે યાવજ્જીવ ચતુર્થવ્રત સ્વીકારી લીધું. એમણે ગુરુજી પૂ. આ. શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ. સા.ના સંસ્મરણમાં ઘર મંદિર અને ગુરુ પ્રતિમા સ્થાપન કરાવ્યાં. એ છે અમદાવાદના લાવણ્ય સોસાયટીના સુશ્રાવક રોહિતભાઈ શાહ તથા સુશ્રાવિકા જ્યોતિબહેન શાહ. * મારા--પરાયાનો ભેદ નહિ : બોરીવલીનાં એક જૈન બહેન દીક્ષાની ભાવના પણ દીક્ષા તો ન મળી; બીજવર સાથે લગ્ન થયાં. સાધ્વીજી ગુરૂણીએ કહેલું કે પૂર્વની પત્નીના બાળકોને તારા બાળક કરતાં પણ સવાયા સાચવજે. ગુરૂણીનું વચન સ્વીકારી એણે એનો શબ્દશઃ અમલ કર્યો. * હરામનું ધન ન જોઈએ : સૌરાષ્ટ્રના એક સરકારી ગેઝેટેડ કક્ષાના અધિકારીને તેનાં ન્યાય-નીતિપ્રિયા પત્ની કહે : ‘‘તમારી પોસ્ટ ખૂબ જ મહત્ત્વની છે, તમે ધારો તો લાંચના ખૂબ પૈસા કમાઈ શકો છો; પણ હું તમને ખાસ જણાવું છું કે તમો આપણા ઘરમાં એક રાતી પાઈ પણ હરામની ન લાવતા. મારે હીરાની બંગડી નથી પહેરવી. ન્યાયનું ધન એ જ સાચા હીરા છે'' કલ્યાણમિત્ર પત્નીની સુંદર વાતનો અમલ થયો. ધન્ય શ્રાવિકારન! હા, ધર્મ રક્ષણહાર છે જ તમો દર્દીના નજીકના સગા છો એટલે તમોને સ્પષ્ટ જણાવું છું કે દર્દીને અન્નનળીનો લકવા છે. અમારા ડોકટરી વિજ્ઞાન મુજબ દર ૧૦૦૦ મનુષ્યમાં એક મનુષ્યને આવું દર્દ થાય છે અને આવા ૫૦૦ દર્દીઓમાંથી માત્ર એક દર્દી જીવતો રહે છે. અમો દદીને જીવાડવા બધા જ પ્રયત્નો કરીશું પણ આખરે તો બધુ કુદરતના હાથમાં છે. ડોકટરે પોતાનું વક્તવ્ય પૂરું કર્યું. અને ખરેખર ડોકટરને આશ્ચર્ય થયું કે પોતાના ઇલાજો કારગત નીવડ્યા છે અને દર્દી આબાદ મોતના મુખમાંથી પાછો આવ્યો છે. દર્દી બચી જતાં તેના સ્નેહીઓમાં હર્ષની લાગણી પ્રસરી વળી. તમે ભયંકર મોતનાં કારણો વચ્ચેથી પણ શી રીતે બચ્યા એવા પ્રશ્નના જવાબમાં દર્દી કહે : ‘‘મારો પહેલેથી જ પ્રાણીદયા--જીવરક્ષાની પ્રવૃત્તિમાં રસ, એટલે અત્યાર સુધી પાંજરાપોળ આદિની અનેકવિધ પ્રવૃત્તિમાં અબોલ પ્રાણીઓને સહાયક થવા સેવા આપી છે. પાપરહિત જીવન જીવતાં સાધુ-સાધ્વીની સેવા-વૈયાવચ્ચનો ખૂબ શોખ એટલે તન-મન-ધન, વચનથી થાય એટલી એમની ભક્તિમાં ભીંજાયેલો રહ્યો છું. વળી, ઘણી વખત એવી શક્તિ ન પહોંચતી હોય તો પણ ગરીબ માણસોને મદદ કરવા પાછી પાની નથી કરી. આ સાથે જ જિનપૂજા—જિનદર્શન—નવકાર મહામંત્ર આદિના જાપ પણ સમય—સંયોગ અનુસાર કર્યા છે. ધર્મો રક્ષતિ રક્ષિતઃ અર્થાત્ રક્ષણ કરાયેલો ધર્મ રક્ષણ કરનાર બને છે. આ શાસ્ત્રની વાત મારા માટે અક્ષરશઃ સાચી ઠરી છે. બસ, આવા ધર્મના અને જીવદયાના વિચારો ટકે એટલે મારો બેડો પાર.’' એ ભવ્યાત્માનું નામ ભરતકુમાર શાહ. મૂળ ગરજ ગામના વતની અને હાલ વર્ષોથી સાણંદમાં રહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy