SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1017
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬૮ ] [ જૈન પ્રતિભાદર્શન વિવિધ પ્રવૃતિઓમાં પણ એટલા જ ગળાડૂબ રહ્યા છતાં પણ અબાલવૃદ્ધ સૌના અંતરમાં વસી શક્યા એ જ એમના સફળ જીવનની પારાશીશી છે. દેશમાં વસતા નાના-મોટા સમભાવી સજ્જનો હોય કે પછી મુંબઈ નગરીના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા મોટા ઉદ્યોગપતિઓ કે રાજકારણીઓ હોય, સૌકોઈ એમને સમાન આદરથી જોતાં એ જ એમની મોટી સિદ્ધિ હતી. માનવીના ઉચ્ચત્તમ ગુણવિકાસમાં વારસો અને ઉછેર મુખ્ય ભાગ ભજવતા હોય છે. શ્રી ચિમનલાલનો જન્મ અને ઉછેર પણ એવા જ સંજોગોમાં થયો કે એમણે માનવજીવનની વાસ્તવિકતાને બહુ જ બારીકાઈથી પીછાણી લીધી. ભવિષ્યની એમની નજર બહુ ઊંચે સુધી પહોંચી શકતી હતી. વ્રત, તપ અને ક્રિયાઓના પણ એટલા જ રસિયા બન્યા. જૈન સાધર્મિક ભકિત અને આધ્યાત્મિક પ્રવૃતિઓ તરફ એમનું વિશેષ ધ્યાન ગયું પરિણામે પુત્રો અને પુત્રીને પણ એ સંસ્કારવારસાનો ઠીક લાભ મળ્યો. પુત્રો ભદ્રિકભાઈ, વિજયભાઈ, દિલીપભાઈ અને હેમંતભાઈ તથા પુત્રી ભારતીબેન આ સૌ પણ ધર્મસંસ્કારના રંગે રંગાયાં. પુત્ર દિલીપભાઈએ સંયમયાત્રાનો કઠીન માર્ગ સ્વીકાર્યો, જેઓ હાલ શાસનસમ્રાટશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ. સા.ના પટ્ટધર પ.પૂ. આ. શ્રીમદ્ વિજયઅમૃતસુરીશ્વરજી મ.સા.ના પટ્ટધર પ.પૂ. આ. શ્રી દાનસૂરિજી મ.સા. જેઓ પણ સારા જ્યોતિર્વિદ અને નિમિત્તવેત્તા છે. પિતાશ્રી ચિમનભાઈ નવાબના આશીર્વાદ પૂજ્યશ્રીના જીવન ઉપર સારી અસર કરનારા નિવડ્યા છે, શ્રમણ સંસ્કૃતિના પ્રચાર અને પ્રસાર માટે સતત પણે ઝઝુમનાર પૂજયશ્રીએ સૂરિપદે આરૂઢ થઈ સાંસારિક પરિવારને એક મોટી યશકલગી જરૂર અપાવી છે એમ કહી શકાય. પંદરેક વર્ષ પહેલાં પુણ્યવંતા શ્રી ચિમનલાલભાઈનો સ્વર્ગવાસ થયો. તેઓ ઘણી મોટી સુવાસ મૂકતા ગયા. તેમનો સાંસારિક પરિવારનો મઘમઘાટ અમૃતનો જાણે વિશાળ ઝરો હોય તેવો અનુભવ અનેકોને થયો. જૈન સમાજનું તેઓ ગૌરવશાળી રત્ન હતાં. ( શ્રી ચીમનલાલ ખીમચંદ મહેતા ) સત્યને જેમ શણગારની બિલકુલ જરૂર નથી તેમ સંસારમાં કેટલાંક માનવરત્નો સ્વયં સત્યથી પ્રકાશી ઊઠે છે. જીવનમાં ઘણું બધું નક્કર કામ કર્યું હોવા છતાં કશું જ કર્યું નથી એવી નિરપેક્ષ વૃતિથી પોતાનું કર્તવ્ય બનાવ્યું જાય છે. આવા આ સમસ્ત માનવજાતના કલ્યાણઈરછુક શ્રી સી. કે. મહેતા સાહેબને વર્ષો પહેલાં એકવાર રૂબરૂ મળવાનું બન્યું ત્યારે પ્રથમ પરિચયે જ એમના ઋજુ હૃદયની છાપ અંકિત થઈ હતી. આવું મમતાળુ વ્યક્તિત્વ ધરાવતા શ્રી ચિમનલાલભાઈએ પુરૂષાર્થ અને અપૂર્વ આત્મવિશ્વાસથી નાની વયમાં જ સ્વતંત્ર ધંધામાં ઝંપલાવ્યું. નીતિમત્તા અને ઊંડી સૂઝ-સમજને કારણે ધીરે ધીરે પણ પ્રગતિકારક રીતે ધંધાનો વિકાસ થતો ગયો. ૧૯૭૧માં દીપક નાઇટ્રાઈટ લિ.ની સ્થાપના કરી અને ૧૯૭૯માં દીપક ફર્ટીલાઇઝર્સ કોર્પોરેશનની સ્થાપના કરી વ્યાપારીક ક્ષેત્રે આગવું સ્થાન ઊભુ કર્યું. સાથે ધર્મશ્રદ્ધાના સિંચનથી સંસ્કારછોડને પણ ઊછેર્યો. મૂળભૂત રીતે ધર્મના સંસ્કારસિંચનથી ધાર્મિક અને સામાજિક કાર્યોમાં પણ સમાજસેવા અને અનુકંપાદષ્ટિથી ઉત્તરોત્તર દાનધર્મનો સોપાનો ચડતા રહ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy