SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1018
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૯૬૯ પ્રબળ પુણ્યબળના યોગથી જ ધંધાની ઉન્નતિ અને ધાર્મિક-સામાજિક કાર્યોમાં પ્રગતિ સધાય છે, એવા એમના દઢ વિશ્વાસને લઈને ધંધામાં ખૂબ જ વ્યસ્ત હોવા છતાં આત્મિક-આધ્યાત્મિક સંબંધોને ઉચ્ચપદ આપતાં રહ્યાં. વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્ર ઉપરાંત સામાજિક ધાર્મિક ક્ષેત્રે પણ તેઓશ્રીને વિનમ્ર રીતે પોતાનો યશસ્વી કાળો આપ્યો છે. વડોદરા-નાંદેસરી ખાતે એક અદ્યતન હોસ્પીટલની સુંદર સગવડ ગ્રામીણ તેમજ ઔદ્યોગિક જનતા માટે એક ફાઉન્ડેશનની રચના કરી, જેનો લાભ સેંકડો લોકો લઈ રહ્યાં છે. દીપક મેડીકલ ફાઉન્ડેશન અને દીપક ચેરીટેબલ ટ્રસ્ટના લગભગ ૮૦ માણસોનો સેવાભાવી સ્ટાફ આજુબાજુના સંખ્યાબંધ ગામડાઓમાં સેવા આપી રહ્યો છે. તેઓ દાયણોની તાલીમનું તથા આ વિસ્તારની મહિલાઓમાંથી સગર્ભાઓને અલગ તારવવાનું, ગામડાઓમાં કિલનિકની શ્રેષ્ઠતમ સુવિધા પહોંચાડવાનું, રસીકરણનું તેમજ મહિલાઓ અને તણ-તણીઓ માટે માહિતી, શિક્ષણ અને સંદેશાવ્યવહાર પૂરા પાડવાની સેવા આપે છે. આ બધી જ માનવસેવાની પ્રવૃત્તિના પાયામાં શ્રી ચિમનલાલભાઈની પરગજુ સેવાપરાયણતા ધરબાયેલી પડી છે. ધંધામાં અને સમાજસેવામાં તેમનું તેજસ્વી કાર્યકૌશલ્ય હમેશાં ઝળકી રહ્યું છે. ધંધાર્થે સમગ્ર વિશ્વની પ્રદક્ષિણા કરી છતાં ભારતમાં હોય કે અમેરિકામાં હોય; સુદેવ, સુગુરુ, સુધર્મ સાથે જ રહ્યા છે. એક આદર્શ શ્રાવક તરીકેના બધા જ સદ્દગુણોનું તેમનામાં દર્શન થાય છે. અને તેથી જ તેમનું વ્યકિતત્વ હમેશાં નિરાળુ ભાસે છે, કેમિકલ્સના વ્યાપાર ક્ષેત્રે વ્યાપક નામના મેળવીને બે દાયકાના કેમિકલ મારકેટના બહોળા અનુભવ પછી સને ૧૯૭૦માં ઉદ્યોગક્ષેત્રે ઘણું મોટું પદાપર્ણ કર્યું. સખ્ત પરિશ્રમ બાદ દીપક નાઈટ્રાઈટના ઉત્પાદન ક્ષેત્રેની દશાબ્દી ૧લી એપ્રીલ ૧૯૮૩માં શાનદાર રીતે ઉજવી. - ૧૯૮૨ની દિવાળી સૌરાષ્ટ્ર માટે વાવાઝોડાના ઝંઝાવાતથી ખુબ જ કાજળઘેરી બની રહી ત્યારે દીપક ચેરીટેબલ ટ્રસ્ટની પણ ત્વરિત સ્થાપના કરી અને જુદા જુદા પ્રોજેક્ટ દ્વારા પીડિત આત્મિકોને સાતા બક્ષી. રહેવાના ઘર, ખેડૂતો તેમજ માલધારીઓને હજારોની સંખ્યામાં પશુઓનું પુનઃસ્થાપન, ગામેગામ જઈને વાસણો, રેશન, વસ્ત્રો વગેરેનું વિતરણ લાખોને હિસાબે કર્યું. વહીવટી સૂઝ અને ત્વરિત કાર્ય કરવાની કુનેહ આપણા આ શ્રેષ્ઠીવર્યમાં જોવા મળે છે. સમાજને તેમની સેવાનો લાભ અહર્નિશપણે મળતો રહે એ જ અભ્યર્થના. ( શ્રી ચુનીલાલ રાયચંદ શેઠ ચુનીલાલ રાયચંદ એ શેઠ અનુપચંદભાઈના જમાઈ થાય અને તેમના અવસાન બાદ ભરૂચ દેરાસરોનો વહીવટ તેમણે સંભાળ્યો. તેઓ જીવનપર્યત જૈન ધર્મ ફંડ પેઢી (ભરૂચ) તથા મુનિસુવ્રતસ્વામી જૈન દેરાસર પેઢી-ભરૂચના પ્રમુખ રહ્યા. ગંધાર જૈન તીર્થ તથા ભરૂચની પાંજરાપોળના પણ તેઓ પ્રમુખ અને મુખ્ય વહીવટકર્તા રહ્યા હતા. ભરૂચ સદાવ્રત સંસ્થાના પણ તેઓ પ્રમુખ હતા. શેઠશ્રી ખૂબ જ પ્રેમાળ અને નમ્ર સ્વભાવના હતા. જીવદયાના ખાસ પ્રેમી હતા. તેઓ ચુસ્ત વ્રતધારી શ્રાવક હતા. બન્ને સમય પ્રતિક્રમણ, સામાયિક, દેવસેવા અને તિથિએ પૌષધ અવશ્ય કરતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy