SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1019
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૭૦ ] [ જૈન પ્રતિભાદર્શન ==ા તેઓ કદી છૂટુ મોઢુ રાખતા નહિ; કાયમ વ્રત પચ્ચકખાણ કરતા. જ્યાં તેઓ વહીવટ કરતા તે બધી જ સંસ્થાનો વહીવટ ખબ જ કરકસરથી ચાલતો. તેમની દેખરેખમાં ઉપરોક્ત સંસ્થાઓનો ખૂબ રિ થયો. તેમણે ભરૂચમાં દેરાસરોની સામેની જમીન અગમચેતીપૂર્વક લઈને ત્યાં સુંદર ઉપાશ્રય તથા ધર્મશાળા બંધાવી. આજે એ જમીન ભરૂચ સંઘને ખૂબ જ ઉપયોગી અને આશીર્વાદરૂપ થઈ પડી છે. તે જ જગ્યામાં હવે નવી ધર્મશાળાઓ વિ. બંધાશે. તેઓ લગભગ વ્યવસાયમાંથી નિવૃત્ત થઈને માત્ર સંસ્થાઓની સેવાની પ્રવૃત્તિ કરતા હતા. સાધુ-સંતોની ખૂબ જ ભક્તિ કરતા તથા સાધુ-ભગવંતોના ખૂબ જ પરિચયમાં રહેતા. પ. પૂ. આ. રામચંદ્રસૂરીશ્વરજીના તેઓ અનન્ય ભક્ત હતા. સં. ૨૦૨૪માં તેઓ દેવલોક પામ્યા. ઘરેથી બપોરે ૩ વાગે વ્યાખ્યાન સાંભળવા ઉપાશ્રયમાં આવતાં નીકળ્યા. ઉપાશ્રય પાસે જ ઠોકર વાગતાં પડી ગયા અને બેહોશ થઈ ગયા. ઉપાશ્રય નીચે જ્ઞાનમંદિરમાં તેમને સુવડાવ્યા. સાધુ-ભગવંતોએ ખૂબ આરાધના કરાવી. ચતુર્વિધ સંઘ ભેગો થયો. શ્રીસંઘની હાજરીમાં જ સમાધિપૂર્વક દેવલોક પામ્યા. શ્રીસંઘે બેન્ડવાજા સહિત તેઓની સ્મશાનયાત્રા કાઢી. શેઠ અનુપચંદ તથા શેઠ ચુનીલાલના ફોટાઓ ભરૂચ સંઘની પેઢીમાં સ્મૃતિરૂપે મુકાયા છે. તથા તેમની આરસની પ્રતિમાઓ પણ બનાવીને મૂકી છે. આજે પણ સાધુ ભગવંતો તથા ભરૂચનો શ્રીસંઘ તેમને આદરપૂર્વક યાદ કરે છે. ( શ્રી ચંદ્રકાન્ત મૂળચંદ શાહ ) શ્રી ચંદ્રકાન્તભાઈ મૂળચંદ સિહોર પાસે અગિયાળીના વતની છે, હાલ મુંબઈમાં વસવાટ કરે છે. પિતાશ્રીનું વાત્સલ્ય નાની ઉંમરમાં ગુમાવેલું. સાધારણ પરિસ્થતિમાં માતાએ ત્રણેય બાળકોને ઉછેર્યા. ચંદ્રકાંતભાઈએ મેટ્રિકનો અભ્યાસ સિહોર મુકામે કરી ૧૮ વર્ષની ઉંમરે મુંબઈમાં આવી સર્વીસ ચાલુ કરી. ૮ વર્ષ સર્વીસ કરી ત્યાર બાદ ઇલેકટ્રીક લાઇનનો ધંધો તથા મેન્યુફેકચરીંગ શરૂ કરી આગળ આવ્યા. પ્રભુએ સારી યારી આપી. ૧૯૭રમાં નવા ધંધાનું સાહસ કન્સ્ટ્રકશન લાઈનમાં કર્યું. તેમાં આજે એક બિલ્ડર્સ તરીકે નામના મેળવી. શ્રી ઘોઘારી વિશાશ્રીમાળી જ્ઞાતિની દરેક સંસ્થાઓમાં તન-મન-ધનનો ભોગ આપી અગ્રપણે ભાગ લે છે. તેમણે પોતાના વતન સિહોરમાં માતુશ્રી ગજરાબહેન મૂળચંદના નામે દરેક ભાઈઓને ભેદભાવ વગર ફકત ૨૦ પૈસામાં દવા મળે તે માટે સાર્વજનિક દવાખાનું ચાલુ કરાવ્યું છે. સિહોરમાં ચાલતી આયંબિલશાળામાં કાયમ માટે ચાલુ રહે તે માટે સારી રકમ આપી ભંડોળ પૂરું કરી આપ્યું મહાવીર જૈન વિદ્યાલયની અંધેરી શાખામાં ભોજનગૃહમાં પોતાના પિતાશ્રીના નામે સારી રકમ આપી છે. મુંબઈમાં સાયનમાં ચાલતી આયંબિલશાળામાં આસો માસની શાશ્વત ઓળીનો કાયમ માટે રૂ. ૮૭૭૭૭ જેવી સારી રકમ આપી પોતાનાં માતુશ્રી ગજરાબેન મૂળચંદના નામે આદેશ લીધેલ છે. પાલીતાણા કેશરિયાજી ભોજનગૃહમાં પોતાનાં માતુશ્રી ગજરાબેન અને કુટુંબીજનોના નામે આદેશ લીધેલ છે. પાલીતાણા ડેમ ઉપર સેનેટરીયમમાં પણ સારી રકમ આપેલ છે. તે ઉપરાંત યશોવિજય જૈન ગુરૂકુળ, સિદ્ધક્ષેત્ર બાલાશ્રમ, તાલધ્વજ જૈન વિદ્યાર્થીગૃહ-કન્યા છાત્રાલય, મહાવીર વિદ્યાલય વડોદરા શાખા, મહુવા બાલાશ્રમ જેવી અનેક સંસ્થાઓમાં સ્કોલર, ભોજનતિથિ વગેરમાં સારી રકમનું દાન આપેલ છે. એ ઉપરાંત સંવત ૨૦૩૭માં પોતાના વતન સિહોરમાં પ. પૂ. આ.શ્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy