________________
અભિવાદન ગ્રંથ |
[ ૯૭૧
કૈલાસસાગરસૂરિશ્વરજી મ.સા.ની નિશ્રામાં થયેલા ઉપધાનતપમાં સારો એવો હિસ્સો આપી લાભ લીધેલ. એ જ રીતે ૨૦૩૭માં કદમ્બગીરીમાં પ.પૂ. આચાર્યશ્રી મેપ્રભસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં વિધિ સહિત યોજાયેલ આયંબિલની ઓળીમાં પણ સારો હિસ્સો આપી અમૂલ્ય લાભ લીધેલ. વતન અગિયાળીમાં પોતે પ્રતિષ્ઠા કરાવી સારી રકમ વાપરેલી. અભ્યાસ ઓછો હોવા છતાં ખુબ જ સૂઝસમજ છે. આજે દરેક કાર્ય પૂરી ધગશથી ( જે કાર્ય લે તે ચીવટથી) કરે છે. દરેક જગ્યાએ ભોજનગૃહ, તિથિ આદિમાં સારુ દાન કરવાની ભાવના ધરાવે છે. સમાજમાં અગત્યનું સ્થાન ધરાવે છે. ઘોઘારી વિશાશ્રીમાળી સહાયક ટ્રસ્ટમાં એડવાઈઝરી બોર્ડમાં છે.
સિહોરમાં અને અન્ય સ્થળે બીજા શુભ કાર્યો – (૧) પિતાશ્રીના નામે એક્ષ-રે વિભાગ no profit - no lossના ધોરણે શિહોરમાં (૨) ઉકળેલાં પાણીનો કાયમી આદેશ-સિહોર (૩) વડોદરામાં માતુશ્રીના નામે ઉપાશ્રય (૪) અમદાવાદ પાલડીમાં પિતાશ્રીના નામે આયંબિલ હોલ તેમજ ચૈત્ર અને આસો માસની શાશ્વતી કાયમી ઓળી અને અષાઢ સુદ ૧૪ થી કારતક સુધી કાયમી આયંબિલ. (૫) સાવરકુંડલામાં વિદ્યાર્થીગૃહમાં એક રૂમ (૬) તપોવનમાં એક સ્કુલ (૭) તાલધ્વજ જૈન વિદ્યાર્થીગૃહમાં ઉપપ્રમુખનો હોદ્દો ધરાવે છે. (૮) પ.પૂ. આચાર્ય મેપ્રભસૂરીશ્વરજી મ. અમીયાપુરમાં (સાબરમતી) સ્મારકમાં સેનેટરી ૧માં બ્લોક (૯) શ્રી નંદલાલ મૂળજી ભુતા ચેરીટેબલ હોસ્પિટલ - સિહોરમાં નર્સીસ કવાટર્સ ભાઈશ્રી સેવંતીલાલ મુળચંદના નામે (૧૦) કરમબેલી (વાપી નજીક ) હાઇવે ઉપર પ.પૂ. મહિમાપ્રભસૂરીશ્વરજીના “મહિમાપ્રભ ઉપાશ્રય' માં સાધુ-સાધ્વી ભગવંતોની વૈયાવચ્ચ માટે કાયમી માગશર માસનો ખર્ચ (૧૧) અમદાવાદ:--શ્રી ઠાકરશી ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પીટલ સર્જિકલ ઓ.પી.ડી., શ્રી સેવંતીલાલ મુળચંદના નામે ઘણા દાનો કર્યા છે.
( શ્રી જયંતિલાલ વીરચંદભાઈ શાહ ૧૮ ઓકટોબર ૧૯૯૪ની ગોઝારી પળે બનાસકાંઠા જિલ્લાની એક એવી વિરલ વ્યક્તિનું અકસ્માતમાં અવસાન થયું કે જેણે સહકારી ક્ષેત્રે, રાજકીય ક્ષેત્રે તેમજ ધાર્મિક ક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન કરીને બનાસકાંઠા જિલ્લા ઉપર સેવાની સુવાસ પથરાવી દીધી.
શ્રી જે. વી. શાહના ટૂંકા નામે લોકપ્રિય બનેલા જયંતિલાલ વીરચંદ શાહનો જન્મ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના વડા ગામે ૨૫ ડીસેમ્બર ૧૯૨૮ના રોજ થયો હતો.
નિખાલસતા, નિડરતા છતાં નમ્રતાના ઉમદા ગુણો સાથે જાહેર જીવનમાં પ્રવેશ કર્યા પછી ચાર દાયકામાં તેમણે સહકારી તેમજ રાજકીય ક્ષેત્રે કદમ ભરી રાજ્ય અને દેશકક્ષાએ આગવી પ્રતિભા ઊભી કરી દીધી. બનાસકાંઠા જિલ્લામાં સહકારી ક્ષેત્રે શ્રી જયંતિભાઈ અજોડ સાબિત થયા. ગ્રામકક્ષાએ વડા સેવા સહકારી મંડળીના ચેરમેન, જિલ્લાકક્ષાએ બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના, ગુજરાતરાજ્યકક્ષાએ ગુજકોમાસોલના અને કેશકક્ષાએ નાફેડના ચેરમેન તરીકે એક સાથે રહીને એમણે સેવાઓ આપી છે અને ખોટમાં જતાં કે નબળી ગણાતી સહકારી સંસ્થાઓને અસરકારક નફો કરતી અને ધમધમતી બનાવી છે. સહકારી ક્ષેત્રના વિવિધ પાસાંઓનો તલસ્પર્શી અનુભવ અને અભ્યાસ કરી અનેકને માર્ગદર્શક બનેલા શ્રી જયંતિભાઈએ સહકારી ક્ષેત્રના પ્રતિનિધિ તરીકે વિદેશ પ્રવાસ પણ ખેડયો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org