SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1021
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૭૨ ] [ જૈન પ્રતિભાદર્શન રાજકીય ક્ષેત્રે પણ શ્રી જયંતિભાઈની સિદ્ધિ નાનીસૂની નથી. કાંકરેજ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ચૂંટાઈને રાજકીય કારકીર્દિની શરૂઆત કરનાર શ્રી જયંતિભાઈ જિલ્લા પંચાયતના સભ્ય તેમજ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન બન્યા. ૧૯૮૫માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા અને ૧૯૮૯માં અઢી લાખ મતની જંગી બહુમતીએ લોકસભામાં ચૂંટાયા. ૧૯૯૦માં કેન્દ્રના મંત્રીમંડળમાં રાજ્યકક્ષાના ખેતી અને સહકાર ખાતાના મંત્રી બન્યા અને છેલ્લે પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકે જાગૃતિ કાર્યકરની અદાથી કામ કર્યું. બનાસકાંઠાના હજારો લોકોને રોજગારી આપવામાં અગ્રેસર રહેનાર શ્રી જયંતિભાઈએ જિલ્લા ખેડૂત મંડળના પ્રમુખ તરીકે, ગુજરાત રાજ્ય ખેતીવાડી પેનલના ચેરમેન તરીકે તેમજ બનાસ બેંકના ચેરમેન તરીકે રહીને ખેડૂતોના વીજળી તેમજ અન્ય પ્રશ્નો પોતાની આગવી કોઠાસૂઝથી ઉકેલી, ખેડૂતોમાં પ્રિય બન્યા હતા. એવી જ કોઠાસૂઝ અને જાગૃતિથી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે એક જ વર્ષના ગાળામાં ચાલીસ હજાર વિદ્યાર્થીઓને શાળામાં દાખલ કરીને અને ત્રણ વર્ષના ગાળામાં છ હજાર નવા શિક્ષકોની ભરતી કરીને શિક્ષણ ક્ષેત્રે વિક્રમ સ્થાપ્યો હતો. ધાર્મિક ક્ષેત્રે જૈનોના મહાતીર્થ શ્રી શંખેશ્વરમાં નવીન ૧૦૮ પાર્શ્વનાથનું ભવ્ય મહાપ્રાસાદ-જિનાલય આકાર પામ્યું તેમાં તેમની સેવા નોંધપાત્ર રહી છે. રૂની ખાતે આકાર પામતા નવીન જિનાલયમાં પણ એમણે સેવા આપી છે. ધાર્મિક વિચારસરણી ધરાવતા શ્રી જયંતિભાઈ સવારે બે કલાક મૌન અને રાત્રીભોજનનો ત્યાગ રાખતા, જે કેન્દ્રના મંત્રીમંડળમાં સ્થાન પામ્યા ત્યારે સતત પરિશ્રમ અને પ્રવૃત્તિ વચ્ચે પણ પાળતા. સહકાર, રાજકારણ અને ધર્મ ક્ષેત્રે વિશિષ્ટ સેવા પ્રદાન કરનાર શ્રી જયંતિભાઈએ બનાસ બેંકના ચેરમેન તરીકે દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં ઢોરવાડો ચલાવી, પ્રદેશ ઉપપ્રમુખ તરીકે મહારાષ્ટ્રના ભૂકંપ પીડિતો માટે જિલ્લામાં ફરી ફાળો ઉધરાવી તેમજ કોમી તંગદિલી સમયે પાલનપુર શહેરમાં હિંદુ-- મુસ્લિમ વિસ્તારમાં પગપાળા ફરી કોમી એકતા અને ભાઈચારાની ભાવના સ્થાપવામાં ઉમદા સેવા વાપી છે. શ્રી જયંતિભાઈના કાર્યોની સુવાસ બનાસકાંઠામાં સદાકાળ માટે ફેલાયેલી રહેશે. ( શ્રી જગજીવનદાસ માવજીભાઈ કપાશી ) હ, સુરેન્દ્રનગર અને લીબડી જેવા શહેરની નજીકમાં આવેલા ચૂડા | 31મનું ઐતિહાસિક અને સામાજિક પ્રદાન જો નજર અંદાજ કરવામાં | આવે તો ચુડાને ચૂડામણિ તરીકે બિરદાવવાનું મન થયા વિના ન જ રહે. ચૂડામણિ સમા ચુડાનો હજી નજીકનો જ ભૂતકાળ પણ ઘણોઘણો ભવ્ય અને ગૌરવ લેવા જેવો હતો, એની થોડીક પ્રતીતિ શ્રી જગજીવનદાસ કપાસીનું જીવન પણ કરાવી જાય છે. જેમના જન્મનું શતાબ્દી વર્ષ હાલમાં ચાલી રહ્યું છે એ શ્રીયુત કપાશી ઐતિહાસિક ધાર્મિક કથાઓના સફળ લેખક હતા, ચુડાની ધાર્મિક-સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા શ્રી જગજીવનદાસ કપાશી હતા. એમની ધર્મ તરફની શ્રદ્ધા-ભક્તિ પણ અનુમોદનીય હતી. શ્રી જગજીવનભાઈનો જન્મ વિ. સં. ૧૯૫૨ કારતક સુદ ૮ તા. ૧૨-૧૧-૧૮૯૬ના સાયલામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy