SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1022
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ 7 [ ૯૭૩ થયેલો. માતુશ્રીનું નામ કેસરબેન. કુટુંબ દશાશ્રીમાળી જૈન. વતન ચુડા (સૌરાષ્ટ્ર) માધ્યમિક કેળવણી મેટ્રિક સુધી લીધેલી. ઇતિહાસ અને તત્ત્વજ્ઞાન તેમના ખાસ વિષયો હતા. વ્યવહારિક જીવનની શરૂઆત ૧૯ વર્ષની ઉંમરે ચુડા રાજ્યની નોકરીથી કરેલી અને ઉત્તરોત્તર રાજયના ઉચ્ચ હોદ્દા ઉપર રહી રાજ્ય અને પ્રજામાં આગવું સ્થાન પ્રાપ્ત કરેલ. ઇતિહાસના શોખને કારણે રાજયની નોકરીની સાથોસાથ ઐતિહાસિક નવલકથાઓ લખવાનું શરૂ કરેલું. આ માટે તેમણે ઘણા ઘણા ગ્રંથોનો અભ્યાસ કરેલો. ૨૧ વર્ષની ઉમરે લખવાની શરૂઆત કરેલી, “વિમળમંત્રીનો વિજય” નામની સુંદર ઐતિહાસિક નવલકથા વિ.સં. ૧૯૭૫માં પ્રગટ થયેલી. ત્યારબાદ મેવાડનો પુનરુદ્ધાર ભાગ્યવિધાયક ભામાશા, વીર શિરોમણિ વસ્તુપાળ (ત્રણ ભાગ) આદિ પુસ્તકા પ્રગટ થયેલાં. ભામાશા પુસ્તક માટે તો તે સમયે વિદ્યમાન તેમના વંશજોએ કપાશીની ખૂબ જ પ્રશંસા કરેલી. આ સિવાય “જોગીની વાણી' તરીકે લેખો લખેલા, જે મુંબઈ ઝાલાવાડ જૈન દર્શનમાં પ્રગટ થયેલા. મોટી ઉંમરે લખેલ સુંદર નવલિકાઓ “નારી રત્ન અનુપમાદેવી' પુસ્તિકા રૂપે તેમના સુપુત્ર શ્રી નગીનદાસભાઈએ સને ૧૯૯૨માં વડોદરાથી પ્રકાશિત કરેલ, તે કથા એટલી ઉત્તમ છે કે તેની માંગ લંડનથી આવતા ફરી સને ૧૯૯૩માં પ્રગટ કરવામાં આવી. - શ્રી કપાસીનું પ્રથમ લગ્ન વિ.સં. ૧૯૭૪માં થયેલું, પરિવારમાં સુપુત્ર રમણીકભાઈ તથા સુપુત્રી સ્વ. ગજરાબેન; બીજું લગ્ન વિ. સં. ૧૯૮૫માં થયેલું, પરિવારમાં સુપુત્રો નગીનદાસ, જશુભાઈ, વિનુભાઈ, સુપુત્રી વિમળાબેન આદિ છે. તેઓનું જીવન ધર્મમય હતું. તેમનું મંડળ અને તેઓ પોતે પૂજા એટલા ભાવથી ભણાવતા કે, સી ભક્તિમાં એકાકાર થઈ જાય! આજના જેવાં વાજિંત્રો એ યુગમાં હતાં નહિ. નગારા ઉપર તેમના હાથની દાંડી એટલા ભાવથી પડતી કે, સૌ ભક્તિમાં તરબોળ બની ગયા વિના ન રહેતા. તેઓએ શ્રી ઋષભદેવ પ્રભુનો ચાંદીનો મોટો ચોવીસ વટો શ્રી ચુડા દેરાસરજીમાં પધરાવેલ છે. તેઓ શ્રી શાસનરક્ષક દેવ શ્રી માણિભદ્રના ઉપાસક હતા. તેમના પિતાજી માવજીભાઈએ શ્રી માણિભદ્રની મૂર્તિ જે જૂના ઉપાશ્રયે હતી, તે શ્રીસંઘ મારફત ચુડા દેરાસરજી પાસેની ભવ્ય દેરીમાં પધરાવેલ છે. તથા જગજીવનભાઈએ પણ માણિભદ્રની એક બીજી મૂર્તિ બનાવરાવી દેરીમાં પધરાવેલી છે. ચોવીશ વટો અને આ બંને મૂર્તિ ચમત્કારિક મનાય છે. શ્રી જગજીવનભાઈ કપાશી સામાજિક, ધાર્મિક અને સાહિત્યિક ક્ષેત્રે આગવું પ્રદાન કરી વિ. સં. ૨૦૪૦માં સ્વર્ગવાસ પામયા. વિ. સં. ૨૦૫રના તેમના જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે, તેમના સાહિત્યનો વધુ ને વધુ પ્રસાર થાય તેવા સવિશેષ પ્રયત્નો તેમના સુપુત્રો નગીનભાઈ આદિ દ્વારા કરવામાં આવ્યા નગીનભાઈ. જેઓ હાલ વડોદરા રહે છે, જ્યારે કપાશીના એક સુપુત્ર વિનુભાઈ લંડન વસે છે. “ગરવી ગુજરાત' સામયિકમાં તેમનાં લેખો અને પુસ્તક-સમીક્ષાઓ પ્રગટ થાય છે. તેમના જૈનધર્મ અંગેના પુસ્તકોનો બ્રિટનની ધાર્મિક શિક્ષણ સમિતિએ અભ્યાસ ગ્રંથો તરીકે સ્વીકાર કર્યા છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યની નવમી શતાબ્દીના ઉપલક્ષમાં તેમણે લખેલા “હેમસિદ્ધિ'' પુસ્તકનો ઈંગ્લેન્ડમાં વિમોચન વિધિ થયો હતો. આમ, કપાશી-પરિવાર આજેય વિવિધ ક્ષેત્રે સુંદર સેવા આપી રહ્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy