SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1023
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૭૪ ] [ જૈન પ્રતિભાદર્શન (સ્વ. શ્રી દેવચંદ હઠીચંદ મહેતા ભંડારિયાવાળા (કામળિયાના)) પ્રારબ્ધ અને પુરુષાર્થનો સમન્વય સાધી જીવનબાગને મઘમઘતો બનાવનાર શ્રી દેવચંદભાઈ મહેતા મૂળ સૌરાષ્ટ્રના પાલીતાણા પાસે ભંડારિયાના વતની. સાઘારણ અભ્યાસ પણ આત્મબળ ગજબનું હતું. આજથી પંચોતેર વર્ષ પહેલાં જીવનમાં કાંઈક કરી છૂટવાના દઢ મનસૂબા સાથે મુંબઈમાં આગમન થયું. મુંબઈ આવીને નરોત્તમભાઈ ઝવેરીની કંપનીમાં નોકરીથી જીવનની કારકિર્દીના શ્રીગણેશ કર્યા. ચીવટ, પ્રામાણિકતા અને કાર્યકુશળતાને કારણે જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ સાધી અને આશા-ઉત્સાહ સાથો આગળ વધતા રહ્યા. શ્રી દેવચંદ હઠીચંદ મહેતા શ્રી વિજયાબેન દેવચંદ મહેતા ૧૯૫૬માં તેમના પુત્રોએ સ્વતંત્ર બિઝનેસ શરૂ કર્યો. ધંધામાં પણ યારી મળી. આ પ્રગતિ પાછળ તેમના જીવનના ઉચ્ચતમ સંસ્કારોનું બળ હતું. સરળતા, ઉદારતા, દેવભક્તિ, ગુરુભક્તિ, તાર્થયાત્રા આદિ અનેક ગુણોના સતત ઉદ્યમ વડે એમણે પોતાનું જીવન સફળ કર્યું. પાંચ દીકરા, બે દિકરી અને ૨૧ પૌત્રોનો વિશાળ પરિવાર ભગવાનના અણમોલ શાસન અને તેની શીતળ છાયામાં સુંદર આધ્યાત્મિક વિકાસ સાધી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં તેમના પરિવાર તરફથી ઘણી જગ્યાએ નાનાંમોટાં દાન અપાયેલાં છે. શ્રી વિજયાબેન દેવચંદભાઈએ ભારતના લગભગ બધા જ તીર્થોની યાત્રા કરી છે. શ્રદ્ધાસંપન્ન અને ગુણાનુરાગી આ આત્માએ પણ જીવનમાં ઘણી જ તપશ્ચર્યા કરી છે. આવા ધર્મસંસ્કારી પરિવારમાં શ્રી નવનીતભાઈ અને બીજા ભાઈઓએ પૂ. પિતાશ્રીનો ધર્મનો વારસો બરાબર જાળવી રાખ્યો છે. - વતન ભંડારિયામાં પણ જૈન દેરાસરનાં માંગલિક કાર્યોમાં પરિવાર સાથે ભાવપૂર્વક રસ લીધો છે. આજે ભંડારિયા પણ એક તીર્થ જેવું બની ગયું છે. પુણ્યથી મળેલી લક્ષ્મીનો ધર્મનાં કામોમાં પ્રસંગોપાત સદુપયોગ થઈ રહ્યો છે. સામાજિક ક્ષેત્રે પણ સમૂહ લગ્નમાં સહયોગ, વતનમાં બસ સ્ટોપ, ચબૂતર, પાણીની પરબ માતુશ્રીના નામે; કાનજી ખેતશીની વાડીમાં સમૂહ લગ્ન ડેકોરેશન વગેરે લોકકલ્યાણનાં કામોમાં સારો લાભ લીધો છે. મુંબઈની ઘોઘારી જ્ઞાતિમાં પણ એમનું અનમોલ દાન રહ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy