SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1024
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ | [ ૯૭૫ ( સમાજસેવક શ્રી જાદવજી સોમચંદ મહેતા ) જાદવજી સોમચંદ મહેતાનો જન્મ તા. ૨૧-૧૨-૧૯૧૪ના | ભાવનગર જિલ્લાના કુંડલા તાલુકાના વંડા ગામમાં થયો હતો. તેઓ ત્રણ વર્ષના થયા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. તેમની માતાએ તેમનામાં સંસ્કારનું સિંચન કર્યું. પોતાના ગામ વંડામાં તેમણે છ ગુજરાતી સુધી અભ્યાસ કર્યો. ત્યાંથી પાલીતાણામાં જૈન બાલાશ્રમમાં અભ્યાસ | કર્યો. ૧૯૩૪માં મેટ્રિક પાસ કરી. બાલાશ્રમમાં અભ્યાસ દરમ્યાન | જાહેરસેવાની તાલીમ મળી. સ્વાવલંબન, નિડરતા, શારીરિક તંદુરસ્તી, શિસ્તપાલનની સાથેસાથે અભ્યાસ ર્યો. મેટ્રિક પાસ કરી તેઓ બર્મા શ્રી જાદવજી સોમચંદ મહેતાટકામાં ગયા ત્યારે ભારતની સ્વતંત્રતાન તા]દેશમાં ગયા ત્યારે ભારતની સ્વતંત્રતાની લડતમાં ભાગ નહિ લઈ શકવાના સંજોગો ઊભા થયા તેની ગ્લાની થઈ. બર્મામાં સાત વર્ષ રહ્યા. દરમ્યાન સામાજિક સેવાનાં નાના-મોટાં કામો કરવાની શરૂઆત કરી. પંડિત નહેરુએ બર્માની મુલાકાત લીધી ત્યારે તેમની સાથે હિન્દીઓના પ્રતિનિધિ તરીકે જવાની વરણી થયેલ. ૧૯૪૨ સુધી તેમની કંપનીનો વહીવટ સંભાળ્યો. જ્યારે જાપાનીઓએ બર્મામાં પ્રોમ કબજે લીધું ત્યારે પગે ચાલીને આરકોન પર્વત, ઓળંગીને માર્ચ મહિનામાં ભારતમાં આવ્યા. પ્રોમમાં વોરકાઉન્સીલની, રચના થયેલ તેમાં પ્રોમ ડીસ્ટ્રીકટના મોટા વેપારી તરીકે તેમની વરણી કરવામાં આવેલી. બર્માથી પાછા ફરતી વખતે સ્ટાફના તથા તેમના કુટુંબીઓ મળી ૪૧ જણા તેમની સંગાથે આવ્યા હતા. કોઈ અગમ્ય સહાયથી જ તેઓ બર્મામાં હિન્દીમાં પહોંચ્યા તેમાં તેમની નિઃસ્વાર્થ સેવાનો જ ઉપહાર હતો. - ૧૯૪૨માં વંડા માદરે વતનમાં એક વર્ષ ગાળ્યું. તેઓ જાતે ખેતરમાં કામ કરતા. નાનાં-મોટાં કામોમાં કયારેય શરમ અનુભવી નહોતી. એટલે ગામડામાં રહેવાની તથા સેવા પ્રવૃતિ કરવાની તેમની ભાવના હતી. સંજોગ કાંઈક જુદા જ ઊભા થયા.૧૯૪૩-૪૪માં ધંધાર્થ મુંબઈ ગયા. પાસે કોઈ જ જાતની મૂડી નહોતી. કોઈ ધંધામાં ફાવટ આવી નહિ. મનમાં ગડમથલ ચાલતી હતી કે નોકરી કરવી કે ન કરવી? તે દરમ્યાન મિત્ર-સ્નેહીનો મેળાપ થઈ ગયો. તેમાંથી ધંધાની શરૂઆત થઈ. આરંભમાં સફળતા મળી; પણ ત્યારબાદ ધંધામાં અતિવિશ્વાસને લીધે પીછેહઠ થઈ. જો કે તેમાંથી આસ્તે-આસ્તે બહાર નીકળ્યા. આ બધા સમય દરમ્યાન સામાજિક સેવાનાં કામો તો ચાલુ જ હતાં. મુંબઈના લગભગ ૪૦ વર્ષના સમય દરમ્યાન સદ્ગત પરમાનંદભાઈ કાપડિયાના સંપર્કમાં આવેલા, અને એટલે જ પરમાનંદભાઈના નામ સાથેના કામમાં સહભાગી થવાની ઉત્સાહપૂર્વક હા પાડી. શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમ, પાલીતાણા સ્થિત સંસ્થામાં ૧૯૪૪-૪૫થી જોડાયા. આજથી ૫૦ | વર્ષ પહેલાં શ્રી સાવરકુંડલા જૈન વિદ્યાર્થીગૃહની શરૂઆતથી જ તેના મંત્રી તરીકે કામગીરી કરી. આજે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy