SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1146
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૮૯૭ સારવાર ક્ષેત્રે નહિવત્ તેમ જ નિઃશુલ્ક સેવા કાજે નિદાન તેમ જ ઉચ્ચાર શિબિર યોજના, સાર્વજનિક દવાશાળા, ૬૦ પલંગ સહિતની આઈ હોસ્પિટલ, પ્રસૃતિગૃહ, નિદાન અર્થે પેથોલોજી વિભાગ, ડાયાલીસીસ મશીનો આપવા, તેમજ રોગમુકત થયેલ દર્દીઓને પગભર થવા સુધીની મદદ કરવા શ્રી રસિકભાઈ તત્પરતાપૂર્વક પ્રવૃત્ત રહ્યા. અંબર ચરખા કેન્દ્ર, શ્રાવણ માસ દરમ્યાન મફત અનાજ વિતરણ કરવું, બ્રાહમણોને ભોજન કરાવવા, કૃષણજયંતિ નિમિત્તે ૭-૮ તિથિના દિવસે અન્નદાન આપવાં, વાંકાનેર ખાતેનું ભવ્ય ગાયત્રી મંદિર બંધાવવા, જૈન આધ્યાત્મિક સ્ટડી સર્કલના ઉપક્રમે સક્રિય યોગદાન દેવા, ધર્મક્ષેત્રોની યાત્રા કરાવવી, દેરાસર કે ઉપાશ્રયના બાંધકામથી માંડી જિર્ણોદ્ધારમાં યોગદાન દેવા, સાધુ-સાધ્વીજીની વૈયાવચ્ચ કરવાં એવા બહિર્મુખી ધાર્મિક કાર્યો શ્રી રસિકભાઈ ખૂબ શ્રદ્ધાથી અને પ્રસન્ન ચિત્તે કરતાં રહ્યાં. જ સૌજન્યમૂર્તિ રસિભાઈને એમની જીવનવાટમાં ૧૯૫૬માં સંસ્કારમૂર્તિ ગુલાબબેનનો સંગાથ સાંપડ્યો ને સંગાથે રસિકભાઈને પોતાના જીવન આદર્શોને મૂર્તસ્વરૂપ આપવાનું બળ આપ્યું. બે પુત્રો અને પુત્રીઓને આ યુગલે સ્નેહ, સંસ્કાર અને શિક્ષણ દ્વારા પોતાના સુપાત્ર વારસ બનાવ્યા છે. રસિભાઈએ સમાજ માટે જે કાંઈ કર્યું છે તે કશી આશા કે અપેક્ષા વિના કર્યું છે. કારણ, એમાં એમને સુખ અને સંતોષ સાંપડ્યા છે. પોતાના જીવનની સાર્થકતા જણાઈ છે. શ્રી ચંપકભાઈ ગિરધરલાલ વોરા : - નવાગામ (બડેલી) નિવાસી શ્રી ચંપકલાલ ગિરધરલાલ વોરાનું ૭૨ વર્ષની ઉંમરે હૃદયરોગના હુમલાથી તા.૨-૯-૮૮ના રોજ અવસાન થતાં જ્ઞાતિએ એક સંનિષ્ઠ સેવાનુરાગી કાર્યકર ગુમાવેલ છે. ભાવનગર જિલ્લાના ગામડાઓમાં રહેતા મધ્યમ અને સામાન્ય વર્ગના } કુટુંબના મોભીનું અકાળે અવસાન થાય ત્યારે કારમાં આઘાતના સમયે વિધવા થનારને સહાનુભૂતિપૂર્વક મુંબઈમાં ફંડ કરી આપવામાં શ્રી ચંપકભાઈનું મહત્વપૂર્ણ પ્રદાન હતું. આ ઉપરાંત તેઓશ્રી સામાજિક, ધાર્મિક અને કેળવણીની પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવા દાન આપતા અને બીજાઓ પાસેથી મેળવી આપતા હતા. પોતાના વતન નવા ગામમાં તેમના ધર્મપત્નિ ચંપાબેનના સ્મરણાર્થે બાલમંદિર નિર્માણ કરેલ હોઈ તેનું ઉદ્ઘાટન તથા અમદાવાદમાં ઉપાશ્રયમાં નામકરણવિધિનો કાર્યક્રમ નક્કી કરવા સાથે કુટુંબ પરિવાર સ્વજનો મિત્રોને લઈને યાત્રા પ્રવાસનું આયોજન ગોઠવેલ તેના હર્ષોલ્લાસ વચ્ચે શ્રી ચંપકભાઈનો દેહવિલય થતાં તેમના પુત્ર અને ઘોઘારી જૈન સેવા સંઘના પ્રમુખ શ્રી જયસુખભાઈ તેમજ વાડીભાઈના પુત્ર પ્રફુલ્લભાઈએ સેરીસા, પાનસર, મહુડી, કલિકુંડ, કીર્તિધામની યાત્રા પ્રવાસ તા. ૨૬-૧૮૮ થી ૨૯૧૦-૮૮ના ચાર દિવસ માટે રાખેલ હતો. આ વોરા પરિવારમાં ધર્મકાર્યોમાં સારું એવું યોગદાન રહ્યું છે. ન - - a Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy