SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૯૮ ] [ જૈન પ્રતિભાદર્શન [ ધન્ય છે સુકનકુવરબેન ધનરાજજી કોઠારી (રાજસ્થાની પરિવાર - જિનશાસન અને ધર્મના રંગે રંગાયેલા ધર્મપ્રેમી ધનરાજજી કોઠારીના ધર્મપત્ની સુશ્રાવિકા, રત્નકુક્ષી સુકનકુવરબેન તથા વૈરાગ્ય રંગે રંગાયેલા શ્રી બલવંતરાજજીના ધર્મપત્ની તુલસીબેન જેમના પુત્ર, પૌત્ર, પૌત્રી, ભાણી, દોહિત્રી તથા અન્ય સગા સ્નેહિઓને દીક્ષા અપાવી જિનશાસનને સમર્પિત ક્ય જે આજે પણ ક્રમશઃ આચાર્ય, પંન્યાસ, મુનિ અને સાધ્વીપદ સુધી પહોંચીને જેઓ વર્ધમાનતપ સંસ્થાપક આ.શ્રી ભક્તિસૂરિ સમુદાયના ગચ્છાધિપતિ આચાર્ય શ્રી ૧૦૮ ભક્તિ વિહાર-શંખેશ્વરના પ્રેરક આ.શ્રી પ્રિમસૂરિજી મ.સા.ના શિષ્ય પ્રશિષ્ય બની અંતરના આશિષ પામી ગુણોના એ મધમધતા બાગમાં વિચરી રહ્યા છે. બનાસકાંઠાના થરા નિવાસી પૂ. સાધ્વી દયા-દર્શન-ધર્મ-વિદ્યુતપ્રભાશ્રીજીના ચરણે પુત્રવધુ, પુત્રીઓ, પૌત્રી, દોહિત્રોને સોંપી જીવન ધન્ય બનાવ્યું છે. આ આદર્શ વીરનારી સુકુનબેનનો પરિવાર મૂળ રાજસ્થાનના કુચેરા ગામના પણ પછીથી મહારાષ્ટ્રના યવતમાલ જીલ્લાના આકોલા પાસે દ્વારાના વતની ગણાયા છે. ઈ.સ.૧૮૭૦માં આ પરિવારનું મહારાષ્ટ્રમાં આગમન થયું. ઈ.સ.૧૯૫૦ના અરસામાં સુકનકુવરબાઈના લગ્ન થયા. દ્વારછાના ધનરાજજી કોઠારી કુટુંબમાં સુકનબાઈના શુકનવંતા આગમન પછી કુટુંબમાં ધર્મરંગની હેલી ચઢી. સુકનબાઈના ચાર પુત્રો અને ત્રણ પુત્રીઓમાં (૧) પુત્ર બલવંતરાજજી હાલ (મુનિ વીરવિજયજી) (૨) સાવંતરાજજી જેની ચાર પુત્રીઓએ દીક્ષા લીધી (૩) ખવરાજજી (૪) વિજયરાજજીની પુત્રીઓ (૧) નિર્મળાબેન–જેમની સુપિત્રીઓએ દીક્ષા લીધી (૨) ઉગમકુવરબેન (૩) અમરાવબેન આ સૌને ધર્મરૂપી સંસ્કારોથી નવપલ્લિત કર્યા. સુકનબાઈના પુત્રવધુઓ (૧) તુલસીબેન (જે પૂ.સાધ્વીશ્રી તીર્થશ્રીજી મ.) જેમણે પોતાના ચાર પુત્રોને અને બે પુત્રીઓને પણ દીક્ષા અપાવી અને પોતે બન્ને જણે સહકુટુંબ દીક્ષા લીધી. (૨) જતનબેનની ચારપુત્રીઓએ પણ દીક્ષા લીધી. (૩) ચંદ્રકાન્તાબેન (૪) આશાબેન જેઓ ચુસ્ત શ્રાવિકા બની આરાધના કરી રહ્યા છે. - તુલસીબાઈની પુત્રીઓ જે દીક્ષીત થયેલ છે તે શુભ નામો : પૂ. સા. શ્રી વિદ્યુતપ્રભાશ્રીજી મ.ના શિષ્યા અમિરસાશ્રીજી મ. તથા પૂ. સા.શ્રી ધર્મશ્રીજી મ.ના શિષ્યા બન્યા તીર્થશ્રીજી મ.ના શિષ્યા સા.શ્રી રાજરત્નાશ્રીજી મ. આજેપણ શાસનપ્રભાવના કરી રહ્યા છે. સુકુનબેનને દેવ ગુરુ ધર્મની ભક્તિમાં અપૂર્વ રસ અને આનંદ હતો. ગરીબોને દવા કપડા અને અન્નદાન એમની ખાસ રૂચિ હતી. તેમની જ્ઞાન પિપાસા પણ ગજબની હતી. જૈનકુળમાં જન્મેલા બાળકો આચરવિચારના ઉચ્ચસંસ્કારોથી સુવાસિત બને એવી આ શ્રાવિકાની ઉચ્ચત્તમ ભાવના હતી. સંયમ વિના મુક્તિ નથી એવી પ્રેરક વાણી પૂ.આ.શ્રી પ્રેમસૂરિજી મ.સા.ના મુખેથી સાંભળી પોતાના સંતાનોને સંયમી બનાવ્યા. આખો એ પરિવાર જાગી ઉઠ્યો અને આજે ૨૪ પૂણ્યાત્માઓ તપ, જપ, સંયમ અને સ્વાધ્યાયમાં મગ્ન બન્યા છે. ધન્ય છે એ કોઠારી પરિવારને. * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy