SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૯૬ ] [ જૈન પ્રતિભાદર્શન O પોતાની શ્રદ્ધા સૌરભ જયોતિ પ્રભા વિખરાયેલી છે. ત્વરિત નિર્ણય, શંકાહિન નેતૃત્વ અને સાથે ચાલવાની અભૂતપૂર્વ ક્ષમતા અને તેમના સંધીય સકલકૃતિત્વના દર્શનથી ભર્યું વ્યકિત્વ છે. એક નિષ્ણાંત “અક્ષર પુરૂષ” વાળી સંસ્કૃતિવાળા શ્રીમણિ ધરે-બહાર અને સારાયે દેશભરમાં ફેલાયાલી તેમની એક ઘણી જ મોટી સમર્પિત મિત્ર મંડળી છે અને એક અતિ વિશાળ સહૃદય સમર્થક સંસાર. એક અવિરલ વ્યકિતત્વ છે મણિજી. મણિજીની ઉપાધિ પણ તેમના પોતાના ઉદાત ગુણો દ્વારા જ ધન્ય બની છે. પોતાની આજ સુધીની તમામ ઉપલબ્ધિઓનો તે યશ દરેકના સતત સહયોગને આપે છે અને વિનમ્ર આભાર-ભાવના રાખે છે. જૈન જૈનેત્તરોનો વિશાળ સમાજ તેમના દીર્ઘ યશસ્વી જીવનની મંગલ કામના કરે છે. ' એક યશોજ્વલ જીવનગાથા : શ્રી રસિકલાલ ન્યાલચંદ દોશી : - શ્રી રસિકલાલ ન્યાલચંદ દોશીએ પુરૂષાર્થ એવો કર્યો કે લક્ષ્મી એમને ત્યાં આવી વસી એ લક્ષ્મીનો રસિકભાઈએ સમાજના દુઃખદર્દ નિવારવા સઉપયોગ કર્યો. પુરૂષાર્થના પમરાટ અને સેવાની સુવાસથી મઘમઘતા આયુષ્યના સાઠ વર્ષની મંઝીલને આંબી ગયેલા રસિકભાઈની ષષ્ઠિપૂર્તિ, એટલે તો એમનો અંગત પ્રસંગ માત્ર બની રહેવાને બદલે એક સામાજિક ઉત્સવ તરીકે ઉજવાઈ ગઈ. મૂળ ઠાસરાના, પણ વ્યવસાયાર્થે વાંકાનેર (સૌરાષ્ટ્ર) જઈ વસેલા ન્યાલચંદ રાજપાળ દોશી અને જડીબેનના પુત્ર રસિકભાઈએ બહુ જ નાની વયમાં પિતાની છત્રછાયા ગુમાવી દીધેલી. કુટુંબ વાંકાનેર આવી નાના રાઘવજીભાઈ લાલજી મહેતાની શીળી છાંય તળે રહ્યું અને ત્યાં મેટ્રીક સુધીનો અભ્યાસ કરી ૧૯૫૧માં રસિકભાઈ મુંબઈ આવી કમીશન એજન્ટ તરીકે કામ શરૂ કર્યું. પછી પ્લાસ્ટિકના વ્યવસાયમાં પગરણ કર્યા. દીર્ઘદૃષ્ટિ અને કોઠાસૂઝને સથવારે વ્યવસાયનો અભ્યાસ અને અનુભવ સંપાદન કરી ૧૯૫૮માં હિન્દુસ્તાન પ્લાસ્ટિક કંપની શરૂ કરી. નિષ્ઠા, નીતિમતા અને નિપુણતાને પુરૂષાર્થ તથા પરિશ્રમનો ટેકો મળે તો સફળતા કઈ રીતે અળગી રહી શકે! ૧૯૬૭માં વેલડેકોર લેમીનેટ્રસ પ્રા. લિ. નામથી થાણામાં અને ૧૯૭૮માં સ્ટાર લેમીનેસ પ્રા.લિના નામથી વાપીમાં ડેકોરેટીવ લેમીનેટ શીટ્સનો તેમણે વિકસાવેલો ઉદ્યોગ આજે રસિકભાઈને એ ક્ષેત્રના અગ્રણી બનાવી ચૂકયો છે. વૃક્ષને ફળો આવે તો એની ડાળીઓ લચી પડે તેમ શ્રી અને સમૃદ્ધિની પ્રાપ્તિએ રસિકભાઈની ગરદનને અભિમાનથી ઊંચી કરવાને બદલે સમાજની સેવામાં શિર ઝૂકાવવા પ્રેર્યા. પોતાનું જે કંઈ છે તે વતન અને સમાજ માટે છે તેવી વિચારધારા તેમનો જીવન આદર્શ બની રહી છે રસિકભાઈએ દાનનો પ્રવાહ વહેવડાવી અનેક સંસ્થાઓના બીજ રોપ્યા. • કીડનીમા દર્દીઓને ટ્રાન્સપ્લાન્ટ કરાવવા તેમજ હૉસ્પિટલ ખર્ચને પહોંચી વળવા અને રોકડ સહાય થઈ શકે તે આશયથી નેશનલ કીડની ફાઉન્ડેશન (ઈન્ડીયા) પણ તેઓએ સ્થાપેલ છે. કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા બાદ જરૂર પડતી મોંઘીદાટ દવાઓ સસ્તા દરે કે મફતમાં આપવા જીવન જયોત પ્રગ બેંકના નિર્માણની કલગી પણ શ્રી રસિકભાઈને શિરે જ છે. ફકત માનવ-સેવાની સીમાઓ તોડી ભારતભરમાં અનેરી એવી અંધ-અંપગ તેમજ બિમાર ગાયોની સેવા માટે ગૌશાળા પણ રસિકભાઈએ તેમના વતન વાંકાનેરમાં શરૂ કરેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy