________________
અભિવાદન ગ્રંથ ]
[ ૭૮૩
નયનાભિરામ પ્રતિમાને પ્રતિષ્ઠિત કરી. મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા તેમ જ પ્રતિષ્ઠાનો ભવ્યતમ મહોત્સવ પૂ. આ. ભ.શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ.સા. તથા પૂ. મ.શ્રી નયવર્ધનવિ મ.સા.ની પાવન નિશ્રામાં ઘર આંગણે ઉજવ્યો.
વાપીના ઇતિહાસમાં આદ્ય અને અભૂતપૂર્વ અંજનશલાકા મહોત્સવ-સંપૂર્ણ સ્વદ્રવ્ય દ્વારા રચ્યો એમ જ નહિ પણ પુષ્કળ ડેકોરેટ, સાધર્મિકવાત્સલ્યો, દ્વારા તેને જાજરમાન પણ બનાવ્યો.
હૃદયના ‘ધબ-ધબ’ ઉચ્ચારતા આનંદ સાથે પ્રભુ-પ્રતિષ્ઠા કરી. અને તે જ પળે અન્યપણ એક મહાસંકલ્પના શપથ ખાધા. ‘શ્રી’ની પરિભાવનાને પરિહારીને અને શાસનમાત્રની સદ્ભાવનાને ઘૂઘવતી કરી દઈને તે બંધુઓએ તળ-પાતાળ સ્વદ્રવ્ય દ્વારા બબ્બે આરાધના નિકેતનો વાપી-શાંતિનગરની ધીંગી ધરતી પર આવિર્ભૂત કરી દેવાનો સંકલ્પ કર્યો....જે સંકલ્પ એકાદ યુગ જેટલાં સમયમાં તો સાકાર બનીને રહ્યો.
શ્રી શાન્તિનાથ જિનપ્રાસાદ જે વાપી--અલકાપુરી વિસ્તારના હૃદયસ્થાને રણઝણી રહ્યું છે. તેના પડછાયામાં જ એ દ્વિ-સ્તરીય આલીશાન-ઉત્તુંગ ઉપાશ્રય પ્રથમ નિર્મિત કરી તેની અનાવરણ વિધિ પૂજ્ય ગચ્છાધિપતિ શ્રી સૂરિરામના અનન્ય પટ્ટધર સુવિશાલગચ્છાધિપતિ પૂજ્યપાદ આ.ભ.શ્રી વિજય મહોદયસૂરીશ્વરજી મ.સા., પૂ. આ.ભ.શ્રી વિજય હેમભૂષણસૂરિ મ.સા. આદિના સુભગ સાનિધ્યમાં સોલ્લાસ સંપન્ન કરી ઉપાશ્રયનું નામાભિધાન પણ પૂજનીય માતા-પિતાની સ્મૃતિને ચિરસ્થ બનાવવા ‘શ્રી કુસુમ-અમૃત આરાધના ભવન' પ્રસ્થાપિત કરવામાં આવ્યું. તો પ્રથમ ઉપાશ્રયના નિર્માણ બાદ શીઘ્રતયા સમીપના જ સ્થળ પર એ મહાકાય-પંચસ્તરીય-આલીશાન ઉપાશ્રયનું નવોતરું નિર્માણ પણ પ્રારંભ્યું અને ૧ વર્ષના અલ્પ સમયકાળામં જ તેના કાર્યની પૂર્ણાહૂતિ પણ નોતરી. સૂરિરામના વિનેયરત્ન પ્રભાવક પ્રવચનકાર પૂ.મુનિશ્રી નયવર્ધનવિ. મ.સા.ની શુભનિશ્રામાં જેની અનાવરણ વિધિ થઈ. જે આરસ-જડિત ઉપાશ્રયનું નામાંકન ‘અક્ષય-નિધિ' રત્નત્રયીધામ' રાખી પોતાના પુત્ર-પુત્રીઓની ધર્મપ્રેરણાને અવશ્યભાવિની બનાવી.
આજે પણ વાપીની તે સાક્ષાત અલકાપુરીની ભૂમિ પર શ્રી શાંતિનાથ પ્રાસાદ સહ સંગેમરમરશાલીન બબ્બે તે આરાધના નિકેતનો અસંખ્ય આરાધકોને સ્મય-વિસ્મય અર્પી રહ્યાં છે. શ્રીયુત રોહિતકુમાર અને શ્રીયુત હરીશકુમારની આવી પ્રકાંડધર્મ પરિભાવના સાચે જ પ્રશસ્ય અને અનુકરણીય
ગણાય.
(૩) નહાર કુટુમ્બના આદ્ય સંઘપતિ
કુદરતની એ કરામત હોય છે કે તે કૃપાના સ્રોત વહાવે છે ત્યારે તે અનરાધારનું જ સ્વરૂપ ધરાવતા હોય. ચાહે તે આદર્શના નીરથી ભર્યા હોય કે આક્રંદના નીરથી.
બસ! વાપીની ધરતી પર તો ઉપર્યુક્ત ઉક્તિ શતશઃ સત્ય સાબિતસાર બની ગઈ છે. ગ્રામોન્નતિ, સંઘસેવા, અગ્રનેતૃત્વ જેવા વિષયોનો આદર્શ જાણે બડભાગી નહા૨ કુટુંબથી જ આરંભાવાનો હોય તેમ બહુવિષયોમાં નહારપરિવારની બહુમુખીઓ આગેવાન બની છે.
ડૉ. અમૃતલાલજી અને તેમના સુપુત્રો જેમ જિનાલય પ્રમુખ બહુવિષયક સુકૃતોના આદ્યપ્રણેતા બન્યા વાપીના પરિસરમાં તો તેઓના જ લઘબંધુ શ્રીયુત જયંતિલાલજી પણ સંઘ અને સિદ્ધાંતોની સેવા તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org