SearchBrowseAboutContactDonate
Page Preview
Page 833
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮૪ ] [ જૈન પ્રતિભાદર્શન સલામતીના સત્કર્મોમાં પોતાનો સિંહફાળો નોંધાવતા રહ્યા. દુર્દેવ યોગે વિક્રમની ૨૦૫૪ના ઉઘડતા પ્રભાતે જ તેમની જયેષ્ઠ પુત્રી એ. સી. મિલન બહેન શાશ્વત તીર્થાધિરાજની યાત્રા કરી પરાવર્તન પામતાં જ માર્ગ અકસ્માતનો ભોગ બન્યા. જે અકસ્માત જીવલેણ બન્યો તેમના માટે. શ્રીયુત જયંતીલાલજની વ્હાલસોયી જયેષ્ઠપુત્રીના આયુષ્યનો આદિત્ય, ચઢતા મધ્યાહુને જ સંધ્યાએ ખરી પડ્યો. અત્યંત આઘાતજનક આ પ્રસંગથી અતિ વ્યથિત-વ્યગ્ર અને આઝંદાતુર બની બેસેલા શ્રી જયંતીલાલજીને ત્યારે પરિવાર સહિત પોતાના સુકુમારી-સાધ્વીવર્યાશ્રી રાજદર્શનાશ્રીજી મ.સા.ની હિતશીખ મળતાં શ્રી શાશ્વત તીર્થાધિરાજની છરીપાલક પદયાત્રા વિશાળફલક પર યોજવાના ઓરતા જાગ્યા. તદનુસાર જ વિક્રમની ૨૦૫૫ સાલમાં તેઓએ શ્રી દાઠાતીર્થથી શ્રી શત્રુંજય મહાગિરિનો જાજરમાન સંઘ પ્રશાંતમૂર્તિ પૂ. આ. ભ.શ્રી વિજય રવિપ્રભસૂરીશ્વરજી મ.સા. તેમ જ પ્રભાવક પ્રવચનકાર પૂ. મુનિશ્રી નયવર્ધનવિ. મ.સા. આદિની શુભનિશ્રામાં આયોજિત કર્યો. જે સંઘને અંતરના મૂળધ્યેય અનુસાર શાશ્વત મિલન પદયાત્રા સંઘ'' એવા અર્થગંભીર નામાંકનથી આર્દ્ર બનાવી દેવામાં આવ્યો. તો જીવનના અસ્તાચલ પર આવી પહોંચી વધુને વધુ વિકાસ પામેલા તે શ્રીયુત જયંતીલાલજી ૨૦૧પના વિક્રમ સંવત્સરમાં તો અખંડ પૂરા ૫૦ દિવસો સુધી નિયમિત આયંબિલ તપ અને તેય માત્ર એક દ્રવ્યનું જેવી ભિખાતિભિષ્મ તપશ્ચર્યા આદરી સાચ્ચે જ તપસ્યા-જગતમાં પણ નરબંકા બની ગયા. તેમની સૌથી નાની નંદના શ્રી રાજુલ કુમારીએ કેવળ ૧૪ વર્ષની સ્નિગ્ધ-અવસ્થામાં શ્રી અરિહંતના અણગારનો યાવજીવ ભેખ ધર્યો હતો. વાપી નહારકુટુંબના દીક્ષિત પુણ્યવાનો : ક્રમ સાંસારિક નામ દીક્ષા સ્વીકાર વય દિક્ષિત અભિધાન ૧. મુમુક્ષુ શ્રી ભરતકુમાર મુનિ ભવ્યવર્ધન વિજયજી મ. ૨. બાળમુમુક્ષુ શ્રી મેહુલકુમાર ૧૦ મુનિ મંગલવર્ધન વિજયજી મ. ૩. બાળમુમુક્ષુ શ્રી હેમલકુમાર મુનિ હિતવર્ધન વિજયજી મ. ૪. મુમુકુમારી પ્રભાબહેન સાધ્વીજી શ્રી પુન્યદર્શનાશ્રીજી મ. ૫. મુમુક્ષુકુમારી સરોજબહેન સાધ્વીજી શ્રી સમ્યગ્દર્શનાશ્રીજી મ. ૬. મુમુક્ષુકુમારી રાજુલબહેન સાધ્વીજી શ્રી રાજદર્શના શ્રીજી મ. ૭. મુમુક્ષુ શ્રીમતી લતાબહેન સાધ્વીજી શ્રી સંવેગવર્ધનાશ્રીજી મ. –સંકલન : પૂ. મુનિરાજશ્રી ધર્મતિલક વિ. મ. ( એ મુમુક્ષનો મહાભિગ્રહ ) ચારિત્ર જ નહિ, આકાશમાંથી અવનિપર ખરી પડેલો તે એક ચાંદનો ટુકડો હતો તેનું પરમ પવિત્ર શુભાભિધાન પંન્યાસ શ્રી કાન્તિવિજય' જેવા શબ્દ સમૂહને શોભાવી રહ્યું હતું. ચારિત્ર્ય એમનું એવું તો અત્યુજ્જવલ હતું, કે ચંદ્રમાની ધવલતાને જેમ આકાશના કોઈ તરંગો ખરડી શકે નહિ, તેમ જ ૩૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy