SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ ] _/ જૈન પ્રતિભાદર્શન એક વખત પણ સંયમજીવનનો સ્પર્શ પામેલ આત્મા ભવાંતરમાં તે સ્પર્શની ભીનાશથી વાસિત થઈ. તે સગંધથી મધમધિત બની પોતાની સર્વોચ્ચ વિકાસકથાને હાંસલ કરવા કેટલો શક્તિમાન બની શકે છે? તે બાબતની વિચારણા કરતાં આપણે થઈ શકીએ તેવા દૃષ્ટિબિંદુથી આ “માઈલસ્ટોન'' મૂકયા છે. આ - મોક્ષપ્રાપ્તિ એ આપણી યાત્રાનું લક્ષ્યસ્થાન છે. મોક્ષમાર્ગની ઈતર દિશા એ આપણી વર્તમાન સ્થિતિ છે, અને મોક્ષમાર્ગે કદમ માંડી ચૂકેલા વટેમાર્ગ માટે આ “માઈલસ્ટોન એ યાત્રાનું અંતર દર્શાવતી પ્રતિભાઓ છે. તો (ભરત ચક્રવર્તી) શ્રી ઋષભદેવ ભગવંતના જયેષ્ઠપુત્ર, ભરતભૂમિના સ્વામી, નિરવદ્ય સામ્રાજ્યના માલિક થયા. ચૌદ મહારત્નો, નવ મહાનિધિ, ૧૬ હજાર દેવો, ૩૨ હજાર રાજવી, ૬૪ હજાર મનોહર સુંદરી, ૩૨-૩૨ પાત્રબદ્ધ ૩૨ હજાર નાટકો, ૩૬0 રસોયા, ૧૮ શ્રેણી-પ્રશ્રેણી જનો, ૮૪ લાખ ઘોડા, ૮૪ લાખ હાથી, ૮૪ લાખ રથ, ૯૬ કરોડ પાયદળ, ૭૨ હજાર પુરુવર, ૩૨ હજાર જનપદ, ૯૬ કરોડ ગામ, ૯૯ હજાર દ્રોણમુખ, ૮૪ હજાર પટ્ટણ, ૨૪ હજાર કર્બટ, ૨૪ હજાર મંડલ, ૨૦ હજાર આકર, ૬ હજાર ખેટક, ૧૪ હજાર સંવાહક, ૫૬ અંતરોદક, ૪૯ કુરાજ્યો, વિનીતાનગરી અને સંપૂર્ણ ભરતક્ષેત્રનું સ્વામિત્વ પ્રાપ્ત કર્યું છે તેવા ભરત ચક્રીએ ૬ લાખ પૂર્વમાં ૧ હજાર વર્ષ ઓછું એટલું સામ્રાજય ભોગવ્યું. ખાવા-પીવાના, મનોહર સ્ત્રીઓના અને રાજ્યલક્ષ્મીના અખૂટ ભોગો ભોગવી રહ્યા છે. પોતાના અરીસાભવનમાં એટલે કે શણગારગૃહમાં બેસીને શણગાર સજી રહ્યા છે એવા સમયે તેની એક આંગળીમાંથી અંગૂઠી સરી પડે છે. આંગળીની શોભા કંઈક ઘટી ગયેલી જુએ છે અને મનોમન વિચારધારા પલટાઈ જાય છે. “શું આ શરીરની શોભા આભૂષણોથી જ છે?” તેમને ખપતું નથી આભૂષણોની શોભાવાળું શરીર! હવે તો ભરત ચક્રીને આત્માની શોભાની ખેવના જાગી ગઈ. ત્યાં જ સર્વે આભરણો ઉતારવા લાગ્યા. વૈરાગ્યના શદ્ધ પરિણામોની વૃદ્ધિ થવા લાગી. રાજ્યલમી. સ્ત્રી-પરિવાર. ભોગ-વિલાસ બધાંનું મમત્વ મનથી જ ખંખેરી નાખ્યું અને મમત્વ કે મૂછ રૂપ સઘળા પરિગ્રહને ત્યજી દઈ ભરત ચક્રી બન્યા કેવલી. સંયમશ્રેણીના પ્રથમ સ્થાનેથી આરંભાયેલી યાત્રા ચોટી સુધી પૂર્ણ થઈ ગઈ. ગૃહસ્થ-લિંગ ત્યાગી બની ગયા ભરતમુનિ. પણ કેમ? આટલી લક્ષ્મી, સ્ત્રીઓના મોહ, બધું જ કઈ રીતે છૂટી ગયું? એ પણ ગૃહસ્થપણામાં? એ પણ શણગારખંડમાં? એ પણ ચક્રવર્તીપણામાં? બસ, એક જ કારણ. એક જ કારણ. પૂર્વના ભવમાં “મહીધર' નામક રાજકુમાર અવસ્થામાં દીક્ષા ગ્રહણ કરેલી ત્યારે પણ ગુણાકર મુનિની નિર્મળ વૈયાવચ્ચ કરેલી. પરંપરાએ “બાહુ” નામક મુનિ પણ બન્યા. આ બાહુ મુનિના ભવમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy