________________
અભિવાદન ગ્રંથ ]
[ ૨૦૩
પણ પ૦૦ સાધુઓને વિશુદ્ધ આહાર લાવી આપી નિર્મળ ગોચરીભક્તિ કરવાના અભિગ્રહધારી મુનિ બન્યા. આહાર આદિથી કરેલ વિશુદ્ધ ભક્તિ તેના ચક્રવર્તીપણાનું કારણ જરૂર બની; પણ આરાધક ભાવે કરાયેલી ભક્તિથી ઉપાર્જિત કર્મ તેને સંસારમાં જકડનાર બેડી રૂપ ન બન્યું. બબ્બે ભવના મુનિપણાના સંસ્કાર અને વિશુદ્ધ સાધુધર્મની આરાધનાએ તેને ચક્રવર્તીપણાની મૂર્છાથી દૂર લઈ ગયા અને બની ગયા ભરત કેવળી મોક્ષના અધિકારી. ‘કારણ કે તે સાધુ હતા.'’
પૂર્વેની સાધુપણાની સ્પર્શના તેને માટે બની ગયો સિદ્ધશિલાનો પાસપોર્ટ. બસ આ જ છે મોક્ષમાર્ગના પ્રબળ પુરુષાર્થી ભરત ચક્રીની પ્રાગૈતિહાસિક પ્રતિભા.
*
બાહુબલી
બાહુબલીએ યુદ્ધભૂમિમાં સંયમ અંગીકાર કર્યો. ભરતે અશ્રુભીની આંખે પુનઃ રાજ્યનો સ્વીકાર કરવા કાકલૂદી કરી. નથી જોઈતું મારે ચક્રીપણું, નથી જોઈતું આ રાજ્ય. ભાઈ! ૯૮ ભાઈઓ તો પહેલાં જ મને છોડી ગયા અને તું પણ! પણ નહીં, બાહુબલી તો મૌન ધારણ કરીને કાયોત્સર્ગે સ્થિર થઈ ગયા. ક્યાંથી આવ્યો આ વૈરાગ્ય? ક્યાંથી આવી આ દૃઢતા?
ચક્રી ભરતે જયારે યુદ્ધનું કહેણ મોકલ્યું ત્યારે તો એ જ બાહુબલી બોલેલા કે શું ભરત ઘડીકમાં ભૂલી ગયો કે અમે ગંગાતીરે જ્યારે સાથે રમતા હતા ત્યારે મેં તેને ઉપાડી આકાશમાં ઉછાળેલો અને પછી પૃથ્વી ઉપર પડતાં પહેલાં ઝીલી લીધેલો? એ શું ભરત ભૂલી ગયો કે આવો તો મેં તેને અનેક વખત હરાવ્યો છે?'’.....પછી તો સામસામી સેના ગોઠવાઈ, બાર વર્ષ પર્યન્ત ભયાનક યુદ્ધ ચાલ્યું, અનેક જીવોનો સંહાર થયો. શકેન્દ્રના વચને સંહાર અટકાવી ભરત-બાહુબલી બે જ વચ્ચે યુદ્ધ થયું. તેમાં દૃષ્ટિ-બાહુ-મુષ્ટિદંડ અને વચન એ પાંચે પ્રકારના યુદ્ધમાં પણ ભરત હારી ગયો. જ્યારે ભરત આ હાર પચાવી ન શક્યો ત્યારે ચક્રરત્ન મૂક્યું. બાહુબલી પણ ક્રોધાવેશમાં આવીને બોલી ઊઠ્યા કે આ તારા ચક્રરત્નને ચૂર્ણ કરી દઈશ. ત્યારે ભરતે મુટ્ઠી મારી અને બાહુબલી જંઘા સુધી ભૂમિમાં ઊતરી ગયા. જેવા બાહુબલી મુટ્ઠી મારવા ધસ્યા કે દેવો બોલ્યા : બાહુબલી એ મુટ્ઠી મારશો નહીં--અન્યથા ભરત ચૂર્ણિભૂત થઈ જશે.''
બાહુબલીએ ત્યાં જ સ્વયં મસ્તકના વાળનો લોચ કરી દીધો. ચારિત્ર ધારણ કરી કાયોત્સર્ગમાં સ્થિર થઈ ગયા. પણ કાંથી આવ્યો આ ભાવ? જેનાં પરિણામો બાર-બાર વર્ષથી યુદ્ધમય છે, મારું કે મરું-ના ભાવો છે. આવા ભયંકર ક્રોધ-કલેશયુક્ત માનસમાં ક્ષમાભાવનાં અને વૈરાગ્યનાં બીજ રોપાયાં ક્યાંથી? જે માનવીએ બાર-બાર વર્ષ આ ભૂમિરૂપ પરિગ્રહને માટે ક્રોધ-માન-કષાયને પોષ્યા તેમાં અચાનક આ વિરતિભાવ અને કષાયોની ઉપશાંતિનાં પરિણામ આવ્યાં ક્યાંથી?
બસ એક જ ઉત્તર---‘કારણ કે તે સાધુ હતા.’’
પૂર્વના ભવમાં સુબુદ્ધિ મંત્રીપુત્ર છે. ગુણાકર મુનિની નિર્મળ વૈયાવચ્ચ કરી છે, દીક્ષા અંગીકાર કરી છે. ફરી પણ મનુષ્યભવ પ્રાપ્ત કરી સુબાહુ'' નામે મુનિ બન્યા છે. તે ભવમાં પણ પ૦૦ સાધુઓની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org