SearchBrowseAboutContactDonate
Page Preview
Page 790
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] L[ ૭૪૧ પિતાશ્રીએ ઘણા વર્ષોથી અપનાવેલી સાદાઈ પ્રમાણે એમની પાસે તો બે જોડ વસ્ત્રથી વધુ પરિગ્રહ હોતો નથી. સંતાનો સ્વતંત્ર થયા પછી લગભગ પંચાવનની ઉંમરે ધન કમાવામાંથી એમણે રસ છોડી દીધો હતો. પોતાના નામે બેન્કમાં ખાતું કે મિલ્કત નથી. - પિતાશ્રીનું જીવન એટલે ચડતી-પડતી અને પાછી ચડતીના દિવસોનું જીવન. પણ એ દરેક તબક્કામાં એમણે સ્વસ્થતા અને સમતાપૂર્વક ધર્મને આદર્શ તરીકે રાખ્યો છે. એમના સરળ, નિરભિમાની, નિઃસ્પૃહ, ધર્મમય શાંત પ્રસન્ન જીવનમાંથી અમને હંમેશાં સતત પ્રેરણા મળતી રહી છે. ( સ્વ. જોહરીમલજી પારખ) કેટલાક સમય પહેલાં જૈન સમાજની એક મહાન વિભૂતિ શ્રી જોહરીમલજી પારખનો જોધપુરમાં ઈકોતેર વર્ષની વયે સ્વર્ગવાસ થયો. આ કાળમાં અદ્વિતીય એમનું ગૃહસ્થ અદ્વિતીય જીવન હતું. તેઓ ગૃહસ્થ હતા, દીક્ષિત થયા નહોતા, છતાં છેલ્લાં બાવીસેક વર્ષથી સ્વેચ્છાએ ત્યાગી સાધુ જેવું કઠિન જીવન તેઓ જીવતા હતા. પોતાના માનકષાયને જીતવાનો એમણે ઘોર પુરુષાર્થ કર્યો હતો. ઉપસર્ગો અને પરીષહ સહન કરવાનું અસાધારણ આત્મિક બળ તેમણે પ્રાપ્ત કર્યું હતું. કેટલાંક વર્ષો પહેલાની વાત છે. ભરઉનાળામાં ઉઘાડા પગે ડામરના રસ્તા પર દસ ડગલાં ચાલતા પણ પગ શેકાઈ જાય ત્યાં તેઓ ચાર-પાંચ કિલોમીટર ચાલતા આવ્યા હતા. જોહરીમલજી વાહન અને એક વસ્ત્રના ઉપયોગ સિવાય અન્ય રીતે દિગંબર સાધુ જેવું જીવન જીવતા હતા. તેઓ જોધપુરના વતની; પણ મુંબઈમાં રહેતા હતા. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા. ઘણી સારી પ્રેક્િટસ ચાલતી હતી. શ્રીમંત હતા. ધીકતી કમાણી હતી. પત્ની-સંતાનો સાથે અત્યંત સુખી જીવન જીવતા હતા. મોટો ફલેટ, ઓફિસ, મોટરગાડી બધુ હતું. પરંતુ અંતરમાં ત્યાગ-વૈરાગ્ય ભારોભાર ભર્યો હતો. ઘરનાની બધાની સંમતિ લઈ લગભગ પચાસ વર્ષની વયે બધુ છોડી દઈ સાધુ જેવું જીવન સ્વીકારી લીધું. પોતે સ્થાનકવાસી સંપ્રદાયના હતા, પરંતુ તેઓ બધા સંપ્રદાયોથી પર થઈ ગયા હતા. સાધુની જેમ તેમણે સ્નાનનો ત્યાગ કર્યો હતો. જાડી ખાદીનું પોતડી જેવું વસ્ત્ર પહેર્યું તે પહેર્યું. એ ફાટે નહિ ત્યાં સુધી બીજું વસ્ત્ર ધારણ કરવાનું નહિ. એમણે વાહનની છૂટ રાખી હતી, પરંતુ તે છૂટ નિસ્પ્રયોજન કે માત્ર હરવાફરવા અર્થે ન હતી, પણ ધર્મકાર્ય નિમિત્તે, જ્ઞાનના પ્રચારાર્થે કે ધાર્મિક સંમેલનો, પરિસંવાદો પૂરતી હતી. - ત્યારપછી દિલ્હીમાં વલ્લભસ્મારકમાં મારે એમને મળવાનું થયું હતું. એક પરિસંવાદમાં મારે ભાગ લેવાનો હતો. જોહરીમલજી પણ ત્યાં પધાર્યા હતા. ત્યાં પણ કાયમ જમીન ઉપર સુઈ જવું, કશું ઓઢવુંપાથરવું નહિ. એ રીતે જોહરીમલજીએ દિગંબર મુનિ જેવું જીવન જીવવાનું ચાલુ કરી દીધું હતું. જોહરીમલજી પોતાની રોજિંદી આવશ્યક ધર્મક્રિયા--સામાયિક, પ્રતિક્રમણ, ધ્યાન વગેરે નિશ્ચિત સમયે અવશ્ય કરી લેતા. તેઓ રોજ એક વખત આચારાંગ સૂત્રનું પઠન કરતા. તેઓ દિવસે કદી સૂતા નહિ. સૂર્યાસ્ત પછી બીજા દિવસની સવાર સુધી તેઓ મૌનમાં રહેતા. ગૃહસ્થજીવનના ત્યાગ પછી એમણે સંસ્કૃત, પ્રાકૃતનો અભ્યાસ કર્યો અને બધા આગમગ્રંથોનું સારી રીતે પરિશીલન કર્યું. હસ્તપત્રો વાંચતા તેને આવડી ગયું હતું. પ.પૂ. શ્રી જેબૂવિજયજી મહારાજ પાસે તેઓ વારંવાર જતાં અને તેમના કામમાં મદદરૂપ થતાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy