SearchBrowseAboutContactDonate
Page Preview
Page 791
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪૨ ) [ જૈન પ્રતિભાદર્શન જોહરીમલજીએ ધીમે ધીમે આહાર ઉપર વિજય મેળવ્યો હતો. તેમણે આરંભમાં નવકારશી તથા ચોવિહાર ચાલુ કરી દીધા હતા. ત્યાર પછી બે ટંક આહાર સિવાય કશું જ ન લેવું, એ રીતે કાયમનાં બેસણાં જેવું વ્રત અંગીકાર કર્યું હતું. પછી તેમણે એક ટંક આહાર લેવાનું ચાલુ કર્યું. એક ટંક આહાર પણ તેમણે એક પાત્રમાં જ થોડી વાનગીઓ લઈ, તે બધાનું મિશ્રણ કરી દિગંબર સાધુની જેમ ઊભાં ઊભાં લેવાનું ચાલુ કર્યું. પોતે પ્લાસ્ટિકનું મોટા ટંબલર જેવું એક સાદું વાસણ રાખે. એમાં બધું ભેળવી આ આહાર વાપરી લે અને એમાં જ પાણી લઈને પીએ. આ રીતે વર્ષો સુધી તેઓ એક ટંક જ આહાર લેતા, છતાં તેમની શક્તિ સચવાઈ રહેતી. વસ્તુતઃ ઓછા આહારથી એમને ક્યારેય અશક્તિ વરતાઈ નહોતી. પાંચ-પંદર માઈલ ચાલવું એ એમને મન રમત વાત હતી. સિત્તેરની ઉંમરે તેઓ પહોંચ્યા હતા ત્યારે પણ એકવડા સુકલકડી શરીરને લીધે તેઓ ઝડપથી ચાલી શકતા. શરીરમાં સંધિવા કે બીજો કોઈ રોગ નહોતો. સમેતશિખરમાં તેઓ અમારી સાથે હતા. જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં શિયાળાની કડકડતી ઠંડીમાં આ રીતે રહેતા એમને શરીરે ઠંડી ચડી ગઈ. તાવ આવ્યો. ન્યુમોનિયા થયો હતો. ઔષધ લેવાની કે હોસ્પિટલમાં જવાની એમણે ના પાડી; દેહ છોડવાનું થાય તો ભલે થાય. એ માટે પોતે સ્વસ્થ ચિત્તે તૈયાર હતા. ફેબ્રુઆરીના પહેલાં અઠવાડિયામાં એમના સ્વજનો મુંબઈથી જોધપુર પહોંચે તે પહેલાં તેમણે દેહ મૂકી દીધો. ( સ્વ. લાડકચંદભાઈ વોરા ) સાયલાના “રાજસોભાગ આશ્રમની સ્થાપનાના પ્રેરક, અનેક મુમુક્ષુઓના ગુરુદેવ, “બાપુજી'ના નામથી ભક્તોમાં પ્રિય અને આદરણીય, સાયલાના સંત તરીકે ખ્યાતિ પામેલા એવા સ્વ. લાડકચંદભાઈ માણેકચંદ વોરાનો મંગળવાર, તા. ૯મી ડિસેમ્બર ૧૯૯૭ના રોજ ૯૩ વર્ષની વયે દેહવિલય થયો. એમના સ્વર્ગવાસથી અનેકને અધ્યાત્મમાર્ગના એક અનુભવી પથપ્રદર્શક “બાપુજી' ની ખોટ પડી છે. - આ આશ્રમ એક એવું સ્થળ છે કે જ્યાં ફરી ફરી આવવાનું મન થાય. આશ્રમની જે કેટલીક વાત મને વધુ ગમી છે તેમાં એક છે સ્વતંત્ર શિખરબંધી જિનમંદિર અને નિત્યના ક્રમમાં ચૈત્યવંદનને સ્થાન. આ આશ્રમમાં તીર્થંકર પરમાત્માને ગૌણ કરવામાં આવ્યા નથી અથવા “કૃપાળુ દેવ એ જ અમારે મન તીર્થકર, બીજા તીર્થંકરની અમારે જરૂર નથી, એવી માન્યતા પ્રવર્તતી નથી. વળી આ આશ્રમમાં નવકારમંત્રનું વિસ્મરણ થવા દીધું નથી. રોજે રોજ પ્રાર્થના, ચૈત્યવંદન, સ્વાધ્યાય વગેરેમાં નવકારમંત્ર બોલાય છે અને ચૈત્યવંદન પહેલાં નવકારમંત્રની એક માળા ગણાય છે. આનંદઘનજી, યશોવિજયજી, દેવચંદ્રજી વગેરેનાં સ્તવનો, સજઝાયો, પદોના અર્થને પણ સ્થાન આપવામાં આવ્યું છે. મોટી પૂજામાં આત્મસિદ્ધિની પૂજા ઉપરાંત પંચકલ્યાણકની પૂજા, અંતરાયકર્મની પૂજા, સ્નાત્ર પૂજા વગેરેને પણ સ્થાન આપવામાં આવ્યું છે. આ બધામાં સૌથી મોટું આકર્ષણ તે બાપુજીના સાંનિધ્યનું હતું. એમનું જીવન ખૂબ સભર અને સુવાસમય હતું. બાપુજીનો જન્મ વિ. સં. ૧૯૬૧ના ફાગણ સુદ બીજ તા. ૮મી માર્ચ ૧૯૦૫ના રોજ સાયલા તાલુકાના ચોરવીરા નામના એક નાનકડા ગામમાં થયો હતો. એમના પિતાશ્રીનું નામ માણેકચંદ અને માતાનું નામ હરિબાઈ હતું. ચોરવીરાનું આ સંસ્કારી જૈન કુટુંબ એની ઉદારતા, દયાભાવના, પરગજુવૃત્તિ માટે જાણીતું હતું. વિ.સં. ૧૯૫૬ના એટલે કે છપ્પનિયા દુકાળ વખતે ભૂખે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy