SearchBrowseAboutContactDonate
Page Preview
Page 857
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦૮ / [ જૈન પ્રતિભાદર્શન જ આપે તો પરંપરાએ પણ ભવોભવના જન્મ-મરણનું જ મરણ થઈ જાય. જાણે તેઓએ પોતાની આંખો બંધ છે એટલે કરી કે પરિવાર પ્રમાદમાં ન પડી આંખો ઉઘાડી રાખે. સનો સ્વીકાર કરે ને અસનો ધિક્કાર. સંકલન : શ્રી અમિતભાઈ શાંતિલાલ શાહ-બેંગલોર શ્રી દીનાબેન પંકજભાઈ ભણસાલી-હૈદ્રાબાદ ( પટ્ટણી પરિવાર : [મહામોહમયી મુંબઈનગરથી મુક્તિનગરીના પંથે પ્રયાણ ) ભારત વર્ષ એટલે સંસ્કૃતિ પ્રધાન દેશ. જે દેશમાં આત્માની વાતો તો ઘર ઘર ઘુમરાતી. એ ભોમકાની રજેરજ પણ ધર્મભાવનાથી વાસિત હતી. આવા ભારત વર્ષની અંદર મોહમયી મુંબઈ નગરીમાં એક પટ્ટણી પરિવાર વસે. તેના અગ્રણી પિતાશ્રી પ્રવીણભાઈ અને માતુશ્રી મધુબેન. પાંચ સંતાનો મલાબેન, દિપકભાઈ, રાકેશભાઈ, હિતેશભાઈ, પ્રવીણભાઈની પ્રવીણતા અને મધુબેનની મધુરતાની અનુભૂતિ કરતાં સંતાનો દિન-પ્રતિદિન વૃદ્ધિ પામવા લાગ્યા. ‘એક સંસ્કારી માતા સો શિક્ષકની ગરજ સારે” તેમ જન્મદાત્રી માતા અને પાલક પિતાની છત્રછાયામાં જીવનમાં અનેક પ્રકારના દ્વન્દો સુખનો છાંયડો તો દુઃખનો તડકો, હર્ષ-શોકાદિમાંથી પસાર થવા છતાં પોતાના બાળકોનું ભાવિ સુઘડ અને સ્વચ્છ બને તે માટે માતા-પિતા વેકેશન પડતાં બાળકોને ભોંયણી કે પાનસર જેવા તીર્થમાં લઈ જાય, તો કોકવાર અગાસી જેવા તીર્થમાં ૮ થી ૧૦ દિવસ રહી પ્રભુભકિત કરતા કરાવતા. મુંબઈ શહેરમાં પધારતા અનેક ગુરુ ભગવંતોના સંપર્કમાં આવતા જ્ઞાનોપાસનાના મંડાતા જ્ઞાનયજ્ઞમાં બાળકો દોડી જતા, જ્ઞાનપિપાસાની જિજ્ઞાસાથી જીવનમાં ધર્મમાર્ગે સવિશેષ જાગૃતિ આણી અને તેમાં મુંબઈ-શ્રીપાલનગર ખાતે એક પ્રસંગે ઉપધાનતપના મંડાણ થયા. આ માતાને તો ત્રણે-ત્રણ ઉપધાન થઈ ગયેલા છતાં શ્રાવકકુળમાં જન્મેલા મારા આ બાળકો લઘુવયમાં માળા પહેરે તો કેવું સારું. રોજની પ્રેરણા મળે છતાં ઉગતી જુવાનીના જોમમાં આટલા બધા દિવસો ઉપાશ્રયમાં ગોંધાઈ રહેવાનું. આ વાત કેમ શકય બને? પરંતુ ધર્મી મા હતી ને! પોતાના આ તેજસ્વી બાળકો, જેઓ શિબિર, પરીક્ષા વગેરે ધાર્મિક પ્રવૃત્તિઓમાં અગ્રેસર હોય એમને ઉપધાન જેવી શ્રાવક જીવનમાં સાધુ જીવનની ટ્રેનીંગ સમી આ આરાધનામાં જોડાવા સતત પ્રેરતા. પહેલું મુહૂર્ત તો ચાલી ગયું છતાં મધુબેનના મનોરથ તો આગેકૂચ કરી રહ્યા. મારા પુત્રો ઉપધાનામાં જોડાય. હું તેમની માળનો વરઘોડો અને માળારોપણના પ્રસંગને જોઈ કૃતાર્થ થાઉ! આ હતી ધર્મીમાતાની મનોરથ માળ! ખરેખર, પરમાત્માનું શાસન કેવું છે! તેની ઝાંખી કરાવે છે. સાધુનો સાયકગુણ, ઉપાધ્યાયનો જ્ઞાનદાનગુણ અને આચાર્યશ્રીનો આચારગુણ પૂજયશ્રીમાં નિહાળ્યો સુશ્રાવિકા મધુબેને જઈને કહ્યું: સાહેબજી મારા આ બન્ને બાલુડાને ઉપધાનમાં પ્રવેશ કરાવવાની મારી ભાવના થઈ છે. તો હવે પ્રવેશ માટેનું મુહૂર્ત છે? “કાલનો જ દિવસ સારો છે. તેમ જરા પણ ચિંતા કર્યા વિના બન્નેને પૂજા કરાવી તમે પ્રવેશ માટેની સામગ્રી ચોખા, શ્રીફળ આદિ સાથે લાવી મૂકી જજો. પછીની બધી જવાબદારી અમારી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy