SearchBrowseAboutContactDonate
Page Preview
Page 856
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૮૦૦ સમાધિ પણ. પુત્રે પણ જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરીયસી''ના નીતિ વાકયને પ્રધાનતા આપી. મન મારીને પણ માતાની સેવાને મુખ્ય રાખી જીવન-જીમેદારીઓ સ્વીકારી, પણ આ તરફ કંચનબહેને પણ કાયાને કંપાવતી કિડનીની જીવલેણ બિમારી જે ૪૫ વરસની ઉમ્ર પછી વધુ ઘેરી બનવા લાગી હતી તેને ખાળી જઈ મનોમન મન સાથે સમાધાન ચાલુ કરી દીધા. જો કે શાસ્ત્રાભ્યાસ ઓછો જ હતો, છતાંય ધર્મસંસ્કારો એવા ઝગમગતા હતા કે શાસ્ત્રોક્તિઓ જાણે આત્મસાત જ હતી કે મનનું મારણ=ભવોનું મરણ. मणमरणे इंदिदमरणं, इंदियमरणे मरंति कम्माई! कम्ममरणे मुक्खो, तम्हा मनमारंणं विति!! પરાર્થ પ્રેમીને પરાર્થપ્રેમી પુત્રવધૂ મળી ગઈ હતી. તેથી એક પછી એક ઘરની બધીય જવાબદારીઓ તેને ભળાવી પોતાના સ્વાર્થનો સંક્ષેપ કર્યો. હવે ફકત જ્ઞાતા-દષ્ટા જેવી સ્થિતિ થવા લાગી હતી, કારણકે ડાયાલીસીસ ઉપર જીવવાનું હતું. જોકે તેમના અમેરિકાસ્થિત ભાઈથી લઈ પરિવારના અન્ય સદસ્યો પણ કિડનીનું દાન લઈ તેમની આયુષદોરી અકાળે ન તૂટવા દેવા ઇચ્છતા રહ્યા, પણ તુટીની બૂટી ન હોય.” | કિડની એકદમ ફેઇલ થવા લાગી, મોઢે ને શરીરે વિકારી સોજા, લોહીની ઉલ્ટીઓ,નાક વાટે લોહીનું વહેવું અને વારંવાર હોસ્પિટલના ચક્કર જાણે નિત્યક્રમ થઈ ગયા. આવી ભયંકર વેદના વચ્ચે પણ સમતાની સાધના અજબ-ગજબની સાધી. તા.૨૬ ડીસેમ્બરે જયારે બિમારીએ પૂરો ભરડો લીધો ત્યારે કુદરતી પુત્ર તથા પુત્રવધૂની પાસે પોતાની જીવન લીલા સમાપ્તિની ઘડીઓ જણાવી ધર્મનું શરણું ઝખ્યું. સમાધિ મરણને ઝંખતા હતા, તેના પ્રભાવે જ તે દિવસે સવારના પ્રથમ પ્રહોરે જ પરાર્થ પ્રેમી સાધ્વીજીશ્રી દિનમણિશ્રીજી મ.સા. (પૂ.આ.શ્રી કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા.ના આજ્ઞાવર્તિની) હૉસ્પિટલે પધાર્યા અને તેમના જ શ્રી મુખે વ્રત-નિયમો ઉચ્ચરી આશા-અપેક્ષાઓનું સંવર કર્યું, સઘળુંય સાગારિક રીતે વીસરાવી દીધું. પુત્રવધૂને ખાનગીમાં બોલાવી પારાવાર પ્રેમથી પીગળાવી પોતાના સસરાની સેવાનો ધર્મ સમજાવ્યો, તેનો હાથ પોતાના હાથમાં લઈ જાણે સઘળુંય સોપી દીધું. પુત્રવધૂએ પણ અવસરોચિત કર્તવ્ય બજાવવા ને તેમને સમાધિ અપાવવા દીક્ષાવિલંબથી લેવા વચન આપી તેમને સતાવતી ચિંતાથી મુક્ત કર્યા. વ્યવહાર કુશળ ભારતીદેવીની (હાલ સાધ્વીશ્રી ભવ્યગુણાશ્રીજી મ.સા.) સમયસૂઝે બેઉ પક્ષના સમાધાન થઈ ગયા. બસ બીજે જ દિવસે જીજીવિષાનું વિષ પણ વમી નાખી, આશા-અરમાનોની માયાજાળથી મુકત થઈ પોતે કરેલ આગાહી મુજબ તા.૨૭-૧૨-૮૩ બુધવારની રાત્રિએ (વિ.સં.૨૦૩૯) બેંગલોર મધ્યે પ૧ વરસની પ્રૌઢવયે ક્ષણભંગુર દેહપિંજર છોડી દીધો. જન્મ કરતાંય જીવનની અને જીવન કરતાંય સમાધિમરણની કિંમત ક્રોડ ગણી કહેવાય છે. આખાય જીવનમાં નાના-મોટા નિમિત્તોને કર્મોનો કાટમાળ માની ધર્મભાવનાને આત્મસાત કરનાર જીવાત્મા જ મરણને મહોત્સવ બનાવી શકે. પુત્ર-પુત્રી-પરિવારને પવિત્ર સંસ્કારોથી વાસિત કરી શકે તેનું પ્રત્યક્ષ ઉદાહરણ બન્યા સ્વ. કંચનબહેન. જાણે તેઓ કહી ગયા કે મધુર પણ સંસારનું સુખ સદાય અધૂરું હોય છે. માટે Live For The Best But Be Ready For The Worst. અનંત સંસારના સંસરણમાં “સુ” તત્વોનું સંસ્કરણ જો મરણને સાથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy