________________
૮૦૬ ]
[ જૈન પ્રતિભાદર્શન
કટ્ટર આગ્રહી મળ્યા હતા, જેથી તેમના ગુણોનો વારસો સંતાનોમાં ઉત્તરે તે પણ સ્વાભાવિક જ હતું. એક પુત્ર-એક પુત્રી પછી ઘણાં જ લાંબા સમયે ત્રીજા સંતાનની પ્રાપ્તિ થઈ, પણ તે દરમ્યાન એક કસુવાવડને કારણે શારીરિક પ્રત્યાઘાત ખૂબ થયો અને નાની-મોટી વ્યાધિઓ દેહના દરવાજા ખખડાવા લાગી.
પોતે આયુવેર્દિક તથા નિઃસર્ગોપચારના નિષ્ણાત જેવા હતા, તેથી શકય તેટલું સહન કરી ઔષધોપચાર ટાળતા રહ્યા, પણ અશાતા વેદનીય કર્મો જાણે સુખનો દાયકો વીતતા જ ઉદયમાં આવતા લાગ્યા. તેથી ના છૂટકે એલોપથી ઉપચારો ચાલુ થયા, પણ “ત્રણ સાંધો ત્યાં તેર તૂટે' જેવી કાયાની કફોડી હાલત કર્મોદયે થતી ચાલી. દવા કે ઉપચારો પણ નાકામયાબ થતાં ચાલ્યા, જેથી કયારેક મોટું આવી જવું,
ક્યારેક સોજા ચડી જવા, કયારેક શક્તિઓ જ ખેંચાઈ જવી, વગેરે અનુભૂતિઓ થતી રહી. છતાંય સહનશીલતા ગુણ જ એવો વિકસેલો હતો કે અન્યને તો તેમની રોગગ્રસ્ત કે દુઃખત્રસ્ત પરિસ્થિતિનો ખ્યાલ પણ ન આવે. તેમણે જાણે જીવનમંત્ર બનાવ્યો હતો કે “વાસના એવ સંસારો” જેથી જેમ જેમ શારીરિક નાંદુરસ્તી વધવા લાગી તેમ તેમ માનસિક તંદુરસ્તી જાળવવા ધર્મજાગૃતિ પણ વધારવા લાગ્યા.
પ્રથમ પુત્ર કિશોરાવસ્થા વટાવી યુવાવસ્થામાં આવી ચૂક્યો હતો તેથી મા તરીકે આટલા વરસોના જતન પછી એક છૂપી ઝંખના રાખેલ કે પુત્ર હવે પરણે તો સારું, જેથી તેમને પણ રાહત મળે. પણ પ્રથમ પુત્રને તો જાણે પારણેથી પૂર્વભવના સંસ્કારોને કારણે અદ્દભૂત વૈરાગ્ય હતો. તેથી માતા-પિતાના સદાચાર - સંસ્કારોનું સિંચન મળતાં જ વિરાગનો રાગ ખીલી ગયો. તે એટલી હદે વધ્યો કે લગ્નગ્રંથીથી બંધા શ્રાવક તરીકે જીવવું ન પડે અને વહેલી તકે શ્રમણ બની જવાય તેવી ઊંડી ઝંખનાના કારણે પ્રભુલગનને મુખ્ય બનાવી. વ્રત-નિયમો માતા-પિતાની જાણ વગર જ સ્વયં સંતોના શ્રીમુખે લઈ લીધા. કન્યાઓના માંગાનો અસ્વિકાર થતો જોઈ કંચનબહેનને ખ્યાલ આવી ગયો કે તેમના અરમાન પૂરા થાય એમ નથી.
છતાંય પોતે દીર્ધદષ્ટિ વાપરી પોતાની વધતી વ્યાધિ વચ્ચે સમાધિ અખૂટ રાખવા છાની-છપની રીતે કોઈ ધાર્મિક કન્યા માટે શોધ ચલાવવા લાગ્યા. અત્યાર સુધી થયેલ પરાર્થકરણ તથા પરમાર્થના જીવન યાપનનું પુણ્ય આડે આવ્યું, જેથી પોતે કચ્છના છતાંય કાઠિયાવાડના કુટુંબી ઈદુબેન લક્ષ્મીચંદ સંઘવીની સુપુત્રી ભારતીની ઉત્તમ ધર્મકરણી દેખી તેની સાથે પુત્રને પારિવારિક બંધનથી બાંધવા પુત્રની રજા કે ઇચ્છા વગર જ વાત વધારી અને બેઉ પક્ષના સ્વજનોની સહમતી મેળવવામાં સફળતા મેળવી પ્રથમવાર જ પોતાના દેહદર્દને પ્રગટ કરી પુત્રને પોતાની કથળેલી કાયા તથા મોતના ઓછાયાની વાત કરી. છતાંય પુત્ર જયારે ગૃહસ્થ બનવા તૈયાર ન થયો ત્યારે તેમની સમતા ખૂબ કસોટીએ ચડી અને ધીરજ તુટતાં મા તરીકેની મમતા અનરાધાર આંસુઓથી અભિવ્યકત થવા લાગી, જેણે ઘરના સૌને અને છેલ્લે પુત્રને પણ કરૂણાથી ભીંજવી દીધો. ““મરણ સમે નત્યિ ભય'; જયારે જીવન મોત માથે આવતું દેખાય ત્યારે તે જો ધર્માત્મા હોયતો સાવધ બની જાય છે. અગમચેતી વાપરી સ્વ-પર-હિતની સાધના-સમાધિનો વિચાર કરવા લાગે છે. અન્યને એટલો ઊંડો અણસાર આવ્યો ન હતો પણ સ્વયં કંચનબહેને પોતાની વ્યાધિ-વેદનાની સાક્ષીએ પુત્રને પોતા માટે કરતાંય પિતાના હિતના રક્ષણ માટે તથા નાનાભાઈના સંરક્ષણ-સંસ્કાર માટે સંસાર સંબંધમાં જોડાઈ જેટલી થાય તેટલી ધર્મારાધના કરવા દેવાની ઉદારતા દાખવી પગલું ભર્યું હતું.
ઋણાનુબંધનના કારણે પુત્રના લગ્ન થયા અને કંચનબહેને નિરાંતનો શ્વાસ લીધો. પોતાના પુણ્યોદયે , પુત્રવધૂ પણ એવા પરગજુ પ્રાપ્ત થયા હતા કે તેના પગલે જ ઘરમાં સુખ-સમૃદ્ધિઓ વધવા લાગી, શાંતિ-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org