________________
અભિવાદન ગ્રંથ ]
[ ૮૦૫
બોલાવવા માથું બહાર કાઢયું. હુલ્લડોએ હવામાન તથા જનજીવન ઉપર પણ પ્રભાવ પાડ્યો. ડરના માર્યા અને અંગ્રેજોની બોમ્બાર્ડીંગથી બચવા રંગૂનવાસી હિંદુસ્તાની લોકોએ સ્ટીમરો અને જે જે સાધનો તેના વડે વિદેશ–વસાવાટનો મોહ જતો કરી સ્વદેશ તરફ ભાગદોડ મચાવી દીધી.
સ્વ. કંચનબહેન પણ ત્રણ ભાંડુ અને ત્રણ ભગિનીઓ તથા માતા-પિતાના મધ્યમ કદના પરિવારના સદસ્ય હતા, તે આખોય પરિવાર ભીતિના ઓછાયા હેઠળ સરસામાન અને માલમિલકત સાથે ભારત ભણી રવાના થયું. સ્ટીમરની સફરની શરૂઆત જ કસોટી જેવી થઈ. સૌથી મોટા ભાઈ કોઈક અગત્યના કાર્યમાં વ્યસ્ત હતા ત્યાં સ્ટીમર ઉપડી ગઈ. તેઓ ઘરના સૂત્રધાર જેવા હતા, છતાંય સૌથી વિખુટા પડી ગયા. મધદરિયે વજન વધુ જણાતા મુસાફરોને દર-દાગીનાઓની પેટી વગેરે ભરદરિયે પધરાવી દેવું પડયું. છતે પૈસે પરિવાર પાયમાલ થયો અને વડીલ બંધુ તો તે પછી ભારત આવવા કોઈ સાધન ન મળતાં ડુંગરાઓનો પગ પ્રવાસ કરી કેટલાય દિવસો પછી આવ્યા. ત્યાં સુધીમાં સુખી પરિવાર દુઃખી બની ગયો હતો. અને સ્વજન સૌ વેરણછેરણ થતાં ઘણુંય અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.
જન્મ ઇ.સ. ૧૯૩૨માં થયેલ અને સ્થાળાંતર કિશોરાવસ્થામાં તેથી સ્કૂલનો અભ્યાસ વગેરે પણ ઘણા જ ડહોળાયા. છતાંય સમગ્ર પરિવાર સ્વદેશ આવી ધર્મના પસાયે કઈક સ્થિર થવા લાગ્યો અને હસ્ત ઉદ્યોગ-ગૃહ ઉદ્યોગ તથા નાની-મોટી હુન્નરકળાના સથવારે સ્વાવલંબી સ્થિતિ સુધી પહોંચ્યો. કઠણાઈના દિવસોમાં કમાણી કરાવનાર કંચનબહેનનું ભાગ્ય કંઈક ન્યારૂ જ હતું. તેથી ૨૩ વરસની આસપાસની ઉંમરે લગ્નગ્રંથીથી જોડાણા. તે પૂર્વે રંગૂન પછી, કચ્છ (મુદ્રા), મદ્રાસ જેવા ઉજજવળ ગામ-શહેરમાં રહેવાનું થયેલ. તેથી ઉતાર-ચઢાવના પ્રસંગોથી તેઓ ખાસ્સા અનુભવી બની ગયા હતા. લગ્ન પછી પ્રથમ પુત્રની પ્રાપ્તિ મદ્રાસમાં થઈ, તે પછી પુત્રીની પ્રાપ્તિ ઝરિયાનગરના (શ્રી સમેતશિખરજીની નિકટનું નગર) વસવાટમાં થઈ. અત્યાર સુધી ચિત્ર-વિચિત્ર જોગ-સંજોગમાં યુવાની સુધી પહોંચવાનું થયું હતું તેથી ધર્મસંસ્કારોનું વાવેતર નજીવું હતું. મૂળ સ્થાનકવાસી કુટુંબના હતા અને પતિ મળ્યા દેરાવાસી. તેથી કુદરતે દુ:ખ ગર્ભિત આછો વૈરાગ્ય તેમના મન-માનસમાં પ્રભુ ભક્તિ, જિનાલયે દર્શન-વંદન અને સાધુસાધ્વીઓના દર્શન તથા વ્યાખ્યાન શ્રવણનો પ્રેમ વિકસાવવામાં કારણભૂત બન્યો. તે પછી તો સંતાનોનું સંસ્કારણ પણ પોતાની જીમેદારી હોવાથી ક્રમશ : ધર્મભાવના વધતી જ ચાલી, જેના પ્રતાપે “ઘર્મો રક્ષતિ રક્ષિતઃ” ના ન્યાયે બધુંય અનુકૂળ બનવા લાગ્યું.
પૂર્વ ભવના સંસ્કારો ઉદયમાં આવતાં સહનશીલતા, સમતા, સૌજન્યતાના સથવારે મૃદુતા તથા પરાર્થકરણ પ્રગટ થયા. સ્ત્રીસહજ ઇર્ષાવૃત્તિ, નિંદા-કુથલી અને ક્ષુદ્રતાદિ દોષો તેમને પીડી ન શકયાં. ગીત-સંગીત, વેશભૂષા, ભ્રમણ શોખ વગેરેનો પલટો પ્રથમ પુત્ર પ્રાપ્તિ પછી થતાં તે જ શોખ પ્રભુ ભક્તિના સ્તવન-સજઝાયો ગાવામાં, સાદગી-સુચ્ચાઇ અને સંતોષનો પહેરવેશ પહેરવામાં અને તીર્થયાત્રાએ ગમન કરવામાં વિકસી ગયો. જીવનમાં સરળતા એ જ એમની સફળતાનું કારણ બનતા ચાલ્યા, તેમાંય વિષય-વાસનાથી વિમુખ થયા હોય તેમ સદાચાર તો તેમની નસેનસમાં વહેતો હતો.
પુત્રોમાં પ્રથમ પુત્ર (જતીનકુમાર-હાલ મુનિશ્રી જયદર્શનવિજયજી મ.) ઉપર વધુ મોહ હતો, છતાંય રાત્રિએ અવનવી ધાર્મિક વાર્તાઓ કરવી, મધુર કંઠમાં પ્રભુની સ્તવનાઓ કરવી તથા પરિવારમાં પણ ધર્મ ( ભાવના જાગૃત રહે તેવી ધર્મકરણીઓ તેમના જીવનની સ્વાભાવિક સ્થિતિ હતી. પતિદેવ પણ ન્યાય-નીતિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org