SearchBrowseAboutContactDonate
Page Preview
Page 853
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦૪ ] [ જૈન પ્રતિભાદર્શન નરદેવસાગર સૂરિજી મ.સા.ના. નામે પ્રસિદ્ધ છે. તેઓશ્રીની દીક્ષા સં.૨૦૧૨ વૈશાખ સુદ ત્રીજના રોજ પાલીતાણા મુકામે થયેલ. તેઓશ્રીને આચાર્ય પદવી પાલીતાણા મુકામે સં.૨૦૪૯ ના વૈશાખ સુદ છઠના રોજ અગિયાર દિવસના ભવ્ય મહોત્સવ દ્વારા કુબડીયા પરિવારે ઉજવેલ. આ મહોત્સવનો લાભ વાવના કુબડીયા પરિવારે લીધો હતો. લીલાધર દેવસીભાઈના સુપુત્ર સુરેશભાઈએ દીક્ષા લીધેલ. તેઓશ્રીનું દીક્ષાર્થી નામ સોમસુંદરવિજય છે. કુબડીયા કુટુંબમાં દિક્ષીત થયેલ આચાર્યશ્રી ચકચંદ્રસૂરિજી મ.સા. આદિ વિચરે છે. સરૂપચંદ ગુલાબચંદના બે પુત્રો અનુપચંદભાઈ તથા ઓતમચંદભાઈ તેમાં અનુપચંદભાઈની સુપુત્રી શિલ્પાબેન દીક્ષા લીધેલ. તેમનું દીક્ષાર્થી નામ સા.શ્રી દિવ્યનિધિશ્રીજી છે. વાવથી સાંચોર તેમજ ભારોલ તીર્થનો છ'રી પાલિત સંઘ પૂજયશ્રી નરદેવસાગરજી મ.સા.ની નિશ્રામાં કાઢેલ હતો. દેવસીભાઈ ગણેશભાઈના પરિવારમાંથી દુદાચંદભાઈ તથા લીલાધરભાઈના સુપુત્રોએ વાવથી પંચતીર્થી તેમજ સુરતથી જીરાવલા, રાણકપુર, સૂંઢામાતાજી સુધીનો સમગ્ર કુબડીયા પરિવારને બસ યાત્રા પ્રવાસ કરાવી લાભ લીધો હતો. વાવમાં સં. ૨૦૫ની સાલમાં પ્રતિષ્ઠા થયેલ તેમાં નૂતન જિનમંદિરમાં શ્રી શાંતિનાથ ભગવાન આદિ જિનબિંબોની પ્રતિષ્ઠાનો પણ લાભ લીધેલ. -- શ્રી જયંતીભાઈ કુબાડીયા તથા હસમુખભાઈ કુબડીયા. (ધર્મ સંસ્કારોથી મઘમઘતું સ્વ. કંચનબેન શાંતિલાલ શાહ પરિવાર) કંચનને કસોટીએ ચડી પોતાની ઉત્તમત્તાનો પરિચય આપવો પડે ન | કેકથીર-કદમ ને. સ્વ. કંચનબેન શાંતિલાલ શાહનો જન્મ થયો રંગૂન જેવા | વિદેશમાં, ઉછેર થયો સ્વદેશ જેવા ભારતના વિવિધ ક્ષેત્રોમાં અને જન્મ| જીવન સાથે જોડાયેલું મરણ મેળવ્યું બેંગલોર શહેરમાં સૌને પોત-પોતાના નાના-મોટા ઇતિહાસો – અનુભવો હોય જ છે, | છતાંય “અણોરપાર સંસાર” સમુદ્રના બિંદુ જેવા પ્રત્યેક જીવોના જીવન કવનને કંઈ સ્મૃતિની અંજલિઓ પણ નથી અપાતી. પણ તે જીવાત્માઓને - જરૂર યાદ કરે છે. જેઓ જન્મ લઈ જીવી જ નથી જતાં પણ જીવી જાણે | કંચનબેન શાંતિલાલ શાહ છે. બિંદુઓનું સામટું અસ્તિત્વજ સિંધુના સ્વરૂપનું કારણ હોય છે. જન્મ પછીનું જીવન જાણે ઉપવન હોય તેમ ગુણોથી મઘમઘતું હોય છે. અને મરણ પણ એવું મહોત્સવ જેવું બને છે કે સૌને તે વ્યકિતની પ્રતિકૃતિ-મૂર્તિ પ્રસંગે પ્રસંગે સ્મરણમાં આવે. વિદેશમાં જન્મ એટલે જૈન ધર્મને પણ જાણવો - માણવો દુર્લભ બને, પણ ભાગ્યશાળીને ભૂત રળી આપે” ના ન્યાયે જેનું ભાગ્ય જ બે ડગલાં આગળ આગળ ચાલતું હોય તેને ફિકર શી કરવી પડે? રંગૂનમાં નિર્દોષ બચપણના વરસો વીતી રહ્યાં હતા તેટલામાં આઝાદ હિંદ ફોજના નેતા દ્વારા થયેલ L. હિંદુસ્તાન સ્વાતંત્ર્ય સંગ્રામના પડઘોષ પડ્યા અને નેતાજી સુભાષચંદ્ર બોઝે અંગ્રેજોની હુકૂમતનો હુરિયો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy