SearchBrowseAboutContactDonate
Page Preview
Page 852
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] L[ ૮૦૩ ૧૦૮ શ્રી સમવસરણ મહામંદિર, સુરત અને ભાવનગરમાં વિક્રમ સ્વરૂપ ચારસો અને આસો સિદ્ધિતપ, ગિરિરાજના મહા અભિષેક વગેરે તેઓશ્રીની નિશ્રામાં થયાં છે. અને એવી જ નોખી-અનોખી વાત પૂ.આ.શ્રી સોમચંદ્રસૂરિજી મ.સા.ની છે. એમને ગુરુદેવશ્રી અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની અખંડ સેવા કરી ગુરુજીના પડછાયા જેવા બની ગયા છે. ગુરુજીના અંતરના આશિષ મેળવી રહ્યા છે. સંયમના અગિયારમાં વરસે મુંબઈ ભારતીય વિદ્યાપીઠની સંસ્કૃત અને બીજા વિષયોની પરીક્ષામાં બધા જ વિષયોમાં સહુથી વધારે માફર્સ લાવી વિદ્યાપીઠનો વિક્રમ તોડ્યો. જૈન અને અજૈન પંડિતોની સભામાં તેઓશ્રીને વ્યાકરણાચાર્ય'ની પદવીથી વિભુષિત કર્યા. સદાય હસતા ગુરુદેવને ક્રોધથી બાર ગાઉનું છેટું છે. તા.ક.---કમળાબાના ત્રીજા નંબરના દીકરા શ્રી કુસુમભાઈ પણ નાની ઉંમરમાં દીક્ષા લેવા માટે છાનામાના પૂ. આ. શ્રી દર્શનસૂરીજી મ.સા. પાસે ભાગીને ગયા હતા. પરંતુ મોહવશ કુટુંબીજનો સમજાવી તેમને પાછા લાવ્યા હતા. અને બીજા નંબરના દીકરા શ્રી બાબુભાઈ પણ સંયમના ખૂબ જ પ્રેમી હતા. પરંતુ નસીબ અને આયુષ્ય ઓછા પડ્યા અને સંયમ માર્ગે જઈ ન શક્યા. - જો બધા જ સંયમી બન્યા હોત તો એક નવો વિક્રમ સર્જાત! આમ પણ, એક જ માતાના ચારચાર દીકરાઓ સંયમી બન્યા હોય અને એમાંના બે શાસનપ્રભાવક આચાર્ય બન્યા હોય એવા દાખલા શાસનમાં બહુ ઓછા જોવા મળે છે. કમળાબાનું જીવન નંદનવન હતું. --શ્રી ખીમચંદ સ્વરૂપચંદ સંઘવી પરિવારના સૌજન્યથી. ( કુબડીયા પરિવાર ) કુબડીયા પરિવારના વંશજો રાજા હતા અને તેઓને સાતમા સૈકામાં પૂજય ધર્મઘોષસૂરિજી મ.સા.એ પ્રતિબોધ કરી જૈન બનાવેલા. ત્યારથી વિશાશ્રીમાળી કહેવાય છે અને કુળદેવી શ્રી ચામુંડા માતાજી છે. કુબડીયા પરિવારનું નામ કુબડીયા ગામ ઉપરથી પડેલ છે. જે હાલ નગર પારકર (પાકીસ્તાન)માં આવેલ છે અને વાવ (જિ.બનાસકાંઠા) લગભગ ૬૦ કિ.મી. દૂર છે. તેઓને અગાઉ વાવ સાથે સંબંધ હતો. તેમજ બીજા કુબડીયા કુટુંબો પણ વાવમાં વસતા બતા. કુબડીયા પરિવારના અનેક કુટુંબો કચ્છમાં લાકડીયા મુકામે વસેલા છે. તેમાંના ઘણા મુંબઈમાં વસેલા છે અને તેઓ ખૂબ જ સુખી છે. તેમજ નંદાસણ-ઘોળાસણ આજુબાજુમાં પણ વસેલ છે. તેઓ શેઠ તરીકે ઓળખાય છે. સરૂપચંદ ગુલાબચંદનું કુટુંબ તથા દેવશીભાઈ ગણેશભાઈનું કુટુંબ સં.૧૯૯૪ના આસો માસમાં વાવ આવીને વસેલા હતા. બીજા પણ ઘણા કુટુંબો આ અરસામાં વાવ આવીને વસેલા હતા. આઝાદીના વીસ વર્ષ પહેલાં બધા કટુંબો વાવ તેમ જ આજુબાજુ આવેલા છે. મૂળ વતન નગર પારકર છે. ત્યાં સુંદર જૈન મંદિર, ઉપાશ્રય પાંજરાપોળ આદિ હતા. ત્યાંથી થોડે દૂર ગોડીજી નામે ગામ હતું અને ત્યાં ગોડીજી પાશ્વનાથ બિરાજમાન હતા. જે હાલ લગભગ વાવમાં બિરાજમાન છે. ભાગલા પછી નગર પારકર, વીરાવાવ આદિ જગ્યાએથી જિનપ્રતિમાઓ વાવ લાવેલ છે. તેમાં અજિતનાથ ભગવાનના નૂતન જિનમંદિરમાં બિરાજમાન ધર્મનાથ ભગવાન તેમ જ બીજી પાંચ પ્રતિમાઓ તેમ જ ધાતુની બત્રીસ પ્રતિમા નગર પારકરથી લાવેલ છે. વાવના કુબડીયા કુટુંબમાંથી સર્વ પ્રથમ દિક્ષીત થયેલ સેવંતીભાઈ ભુદરમલ, હાલમાં આચાર્યશ્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy