SearchBrowseAboutContactDonate
Page Preview
Page 851
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ર / L[ જૈન પ્રતિભાદર્શન છે. અઠ્ઠાવીસ વરસોના વહાણા વાયા. પણ સંઘવી કુટુંબમાંથી કોઈ દીક્ષાર્થી નીકળ્યો નહિ. ત્યાં જ અચાનક કમળાબાના સહુથી નાના દીકરા જયંતીભાઈને (ઉ.વ.૬૮) સંયમના કોડ જાગ્યા. કુટુંબીઓને વાત જણાવી ધર્મપત્ની શ્રીમતિ મંજુલાબહેને રડતી આંખે પણ મક્કમ મનથી રજા આપતા બોલ્યા કે પતિના પગલે ચાલવું એ આર્યનારીનો ધર્મ છે.–પરંતુ તમને સંયમ માર્ગે જતાં મારાથી અંતરાય કેમ થાય? “ભલે પધારો! સ્વામિનાથ.” ભલે પધારો સ્વામિનાથ! કોઈ જનમમાં ભેગા થાવ તો મને તારી લેજો.” એકનો એક લાડકો દીકરો નીકેશ – પ્રેમાળ પુત્રવધૂ રાગિણી અને ખૂબ જ સમજુ અને શાંત દીકરી મીનાએ પિતાના માર્ગમાં અંતરાય ન કરતાં રડતી આંખે પણ મક્કમ મને રજા આપી. જયંતીભાઈની દીક્ષાની વાતને વા લઈ ગયો. આખા સુરતનું વાતાવરણ દીક્ષામય બની ગયું. એમના સાસરાપક્ષના પરિવાર તરફથી વરસીદાનનો વરઘોડો નીકળ્યો. ફરતો ફરતો મોટાભાઈ શાંતિભાઈના આંગણે આવ્યો. મોટાભાઈ નાનાભાઈને ભેટી પડ્યા અને ખૂબ રડ્યા : “વીરા, તું ફાવી ગયો અને હું રહી ગયો.” પરંતુ દીક્ષાને હજી પંદર દિવસની વાર હતી. તેમનાં દીક્ષિત સંતાનો શ્રી સોમચંદ્રસૂરીશ્વરજી તથા સાધ્વીજી શ્રી યશસ્વિનીશ્રીજી સુરતમાં બિરાજમાન હતાં. તેઓ બંનેને વર્ષોથી “બા” મહારાજ અને “પિતા” મહારાજ કહેવાની હોંશ હતી તેથી એમણે જોર લગાવ્યું. શાંતિભાઈ અને તેમનાં ધર્મપત્ની શ્રીમતિ વીરમતીબેન સંયમમાર્ગે જવા તો તૈયાર જ હતાં. પરંતુ ઉંમરને હિસાબે થોડી અકળામણ થતી હતી. એવામાં આ નિમિત્ત મળી ગયું અને તૈયાર થઈ ગયા. પુત્ર અશ્વિનભાઈ, પુત્રવધૂ અ.સૌ. ગીતા, દીકરીઓ જયણા-વર્ષા તથા કુટુંબીજનોએ રજા આપતાં એક જ કુટુંબની ત્રણ દીક્ષા એકી સાથે નક્કી થઈ. ચોર્યાસી વરસના શ્રી શાંતિભાઈની દીક્ષા જિનશાસનના સેંકડો વરસના ઇતિહાસમાં વિક્રમ સ્વરૂપ ગણાઈ. બીજા પણ બે બેનોની દીક્ષા નક્કી થઈ. આમ એકજ દિવસે એક જ મંડપમાં પાંચ-પાંચ દીક્ષાનો મહોત્સવ ઉજવાયો. માનવ મહેરામણ ઉમટ્યો અને બાકી હતું તેમ ટી.વી.ની સુરત ચેનલ પરથી દીક્ષાવિધિનું જીવંત પ્રસારણ પણ થયું. જૈન-જૈનેતરોએ કલાકો સુધી દીક્ષાવિધિ જોઈ. જિનશાસનની ખૂબ ખૂબ પ્રભાવના થઈ. ટી.વી. પર દીક્ષાવિધિ જોતા મુસ્લીમ બિરાદરોની પણ આંખો ભીની થઈ અને બોલ્યા “વાહ રે! વાણિયા વાહ! તમને સંસાર ભોગવતા અને છોડતા પણ આવડે.” જૈન-અજૈન ભાઈઓએ દીક્ષાવિધિ જોઈ, નાના-મોટા નિયમો લીધા. દીક્ષાનો આખો પ્રસંગ ચિરંજીવ બની ગયો. - શ્રી શાંતિભાઈ બન્યા મુનિરાજશ્રી સંવેગચંદ્રવિજયજી (પૂ.આ.શ્રી દેવસૂરિજીના શિષ્ય). શ્રીમતી વીરમતીબેન બન્યા સાધ્વીશ્રી ઉપશાંતશ્રીજી (પૂ.પ્રશાંતશ્રીજીના શિષ્યા). શ્રી જયંતીભાઈ બન્યા મુનિરાજ શ્રી નિર્વેદચંદ્રવિજયજી (પૂ.આ.શ્રી અશોકચંદ્રસૂરિના શિષ્ય). આમ કમળાબાએ પ્રકટાવેલી સંયમધરની એક જયોતિમાંથી બીજી સાત સાત દિપશિખા પ્રકટ થઈ. તેમાં પણ પરમ પૂજ્ય આ.શ્રી ચંદ્રોદયસૂરીશ્વરજી અને આ.શ્રી અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની બંધુબેલડીએ તો કમાલ જ કરી છે! ગુરુ આશીર્વાદ અને વિશુદ્ધ સંયમના બળે એમની શુભ નિશ્રામાં સેંકડો અંજનશલાકા-પ્રતિષ્ઠા-દીક્ષા-છ'રી પાલિત સંઘ વગેરે શાસનપ્રભાવનાના અનેકવિધ કામો થયાં અને થઈ રહ્યાં છે. કેટલાયે સંઘોની એકતાના શિલ્પી તેઓ બન્યા છે. જ્યાં જયાં પૂજયોના હસ્તે પ્રતિષ્ઠા થઈ તે તે બધા સંઘોમાં લીલાલહેર વરતાઈ રહ્યા છે. આ ઉપરાંત પાલીતાણામાં સમગ્ર વિશ્વનું એક અને અજોડ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy