SearchBrowseAboutContactDonate
Page Preview
Page 850
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૮૦૧ જ્ઞાન-ધ્યાનમાં રંગાયેલા તે મુનિરાજ મુંબઈ-મુલુંડમાં સંવત ૨૦૩૪માં સૂરિપદવી પામ્યા. તે જ વરસથી સૂરિમંત્રની આરાધના શરૂ કરી. સળંગ વીસ વરસોથી તે આરાધના કરી રહ્યા છે. એમનાં આપેલાં મુહૂર્તો અજોડ અને સર્વમાન્ય ગણાય છે. દેશ-વિદેશમાં હવે એમનાં મુહૂર્તો જાય છે. એમના આપેલ મુહૂર્ત થયેલા શાસન કાર્યો અજોડ અને અદ્ધિતીય બન્યાં છે. ભોળા-ભદ્રિક, સમતાના સાગર આ મહાત્માને ચોથા આરાના સાધુનું બીરુદ મળ્યું છે. બધા એમને દાદાના હુલામણા નામે બોલાવે છે. સદાયે હસતા આ મહાત્મા બધાના પ્રીતિપાત્ર બન્યા છે. બધા જ એના પૂજક છે. સંયમી બનેલા બે પુત્રોની સંયમ સાધના દેખી પિતાશ્રી ચીમનભાઈનું હૈયું આનંદ પામે છે. અને એમનું મન સંસારથી વિરક્ત બને છે. દીકરાઓએ સંયમ લીધું તેમાં મારા આત્માનું શું? મારે મારા આત્માનો ઉત્કર્ષ કરવો હોય તો મારે જાતે જ સંયમી બનવું જોઈએ. વિરાગી બનેલા ચીમનભાઈ ચોસઠ વરસની જૈફ વયે મુંબઈ મુકામે પૂજય વિજ્ઞાનસૂરીશ્વરજી મ.ના શિષ્ય પૂજ્ય મુનિરાજ શ્રી પ્રસન્નચંદ્રવિજયજી બન્યા. ધન્ય દિવસ હતો સંવત ૨૦૧૪ અષાડ સુદ ત્રીજનો. નામ જેવા જ ગુણો ધરાવતા સદાયે પ્રસન્નચિત્ત રહેતા તે મુનિરાજ સમગ્ર સમુદાયના પ્રીતિપાત્ર બન્યા. જીવનની ઢળતી સંધ્યાએ મળેલા મહામૂલા સંયમને ખૂબ વફાદાર રહ્યા. સંયમ સાધના તો સાત જ વરસ ચાલી પરંતુ જાણે સીત્તેર વરસના સંયમધર હોય એ રીતે જીવ્યા. મૃત્યુની છેલ્લી મિનિટ સુધી પૂરેપૂરી સમતા અને સાધનામાં લીન રહ્યા. અપાર અશાતાની વચ્ચે ભરપૂર સમતામાં રમતા રહ્યા. જોનારા ઓહો! થઈ જતા. મૃત્યુશગ્યા પર પોઢેલા મહાત્માની સહુ અનુમોદના કરતા. અને બોલતા, ધન્ય મુનિ! ધન્ય તમારું જીવન!! હે પ્રભુ! અમને પણ આ મહાત્મા જેવું સમાધિમૃત્યુ આપજે.” અપાર સમતા અને સમાધિ વચ્ચે પિતામુનિએ જીવનલીલા સંકેલી લીધી. આ મુનિરાજ જગતને જીવવાની અને મરવાની રીત શીખવી ગયા. દિવસ હતો સંવત ૨૦૨૧ મહાવદ ૧૧નો. ગામ હતું ખંભાત. - ત્યારબાદ સંવત ૨૦૨૫માં પ. પૂ. આચાર્યદેવશ્રી કસ્તુરસૂરીશ્વરજી મ. સા. તથા સંયમી બંધુબેલડી શ્રી ચંદ્રોદયવિજયજી તથા શ્રી અશોકચંદ્રવિજયજી સુરત પધાર્યા. કુટુંબના વડીલ શ્રી શાંતિભાઈના દીકરા હેમંતકુમાર ઉ.વ.૧૨ તથા દીકરી નયના ઉ.વ.૧૪ ને કાકામહારાજના પગલે પગલે ચાલવાના કોડ જાગ્યા. હજી તો માનું દૂધ હોઠ પરથી સુકાયું નથી એવા નાના નાના બાલુડાઓને દીક્ષાની રજા કેમ અપાય? પરંતુ જન્માંતરના આરાધક બંને ભાઈ-બહેનની મક્કમતા જોઈ કુટુંબીજનોએ પ્રેમથી રજા આપી. ખૂબ જ ધામધૂમપૂર્વક દીક્ષા થઈ. ભાઈ બન્યા મુનિરાજ શ્રી અશોકચંદ્રવિજયજીના શિષ્ય મુનિરાજશ્રી સોમચંદ્રવિજયજી અને બેન પ.પૂ. સાગરનંદસૂરીશ્વરજી મ.ના આજ્ઞાવર્તિની સાધ્વીજી શ્રી તિલકશ્રીજી મ.સા.ના શિષ્ય સાધ્વીશ્રી અગેન્દ્રશ્રીજીના પ્રથમ શિષ્યા ૫. સંવેગશ્રીજીના શિષ્યા ૫. પ્રશમશ્રીજીના શિષ્યા પૂ. નિર્વેદશ્રીજીના શિષ્યા પૂ. પ્રશાંતશ્રીજીના ગુરુબેન પૂ. યશસ્વિનીશ્રીજી બન્યા. સંવત ૨૦૨૫ના માગશર વદ ત્રીજનો એ દિવસ ધન્ય બન્યો. મુનિરાજશ્રી સોમચંદ્રવિજયજી અગિયાર વરસથી સંયમ સાધનાના અંતે વ્યાકરણાચાર્ય બન્યા. સંવત ૨૦૫રમાં પોતાની જન્મભૂમિ સુરતમાં આચાર્ય પદવી પામ્યા. બહુમુખી પ્રતિભા ધરાવતા તે સૂરિરાજે જિનશાસનમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ બે દીક્ષા થયા પછી એમ લાગતું હતું કે સંઘવી પરિવારમાં હવે સંયમના દ્વાર બંધ થઈ ગયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy