SearchBrowseAboutContactDonate
Page Preview
Page 858
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ | [ ૮૦૯ મધુબેન તો રાજી થતાં થતાં ઘરે આવ્યા, પણ અહીં તો બન્ને બાળકો ના પાડવા લાગ્યા. આટલા દિવસો ત્યાં કેવી રીતે રહીએ. અમારી સ્કૂલ બગડે. મધુબેન કુશળ શિલ્પી હતા. બાંધછોડ કરતાં છેવટે તૈયાર કર્યા. રાકેશ-હિતેશનું નક્કી થતાં રાતો-રાત તેના ત્રણ મિત્રો પણ તૈયાર થઈ ગયા. રાત્રે ૧૨-૩૦ કલાકે બધી તૈયારી સાથે જયારે મધુબેને વિદાય કર્યા ત્યારે તેમને હાશ ! થયું. ધન્ય છે તે માતાને! જન્મદાત્રી જ નહિ પરંતુ સંસ્કારદાત્રી! પ્રભાતે હૈયાના હેતથી, નયનના નેહથી, બન્ને બાળકોને ઉપધાનમાં પ્રવેશ કરાવી માતા ખૂબ જ આનંદ વિભોર બની ગઈ. બન્ને બાળકોએ ભાવોલ્લાસપૂર્વક ઉપધાન પૂર્ણ કરી મુકિતની વરમાળા પહેરી માતાની ભાવના પૂર્ણ કરી, માતાને પૂર્ણ આનંદ થયો. તે પછી પૂ. મહાત્માઓની પ્રેરણા અને ઉપકારી માતાની પ્રેરણાથી ધર્મના રંગે બન્ને બાળકો ખૂબ રંગાયા. યાવતું ચારિત્ર ધર્મની ટ્રેનીંગ ઉપધાન કરવા દ્વારા લીધી હતી તે બીજ હવે અંકુર થઈ ફૂટી નીકળ્યું. ત્યારે ધર્મીમાતાની મમતા આડે આવી. એક પણ પુત્ર સંયમના પંથે જાઓ એવું કહેનારી માતા મધુબેનના લાડકડા હિતેશની થોડી ઘણી ભાવના થઈ. તેમાં રામ-લક્ષ્મણની જોડી જેવી મોટાભાઈ રાકેશને પણ પૂજયયાદ ગચ્છાધિપતિ શ્રીમદ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજની ધર્મદેશનાએ ઢંઢોળ્યો. તેનો માહ્યલો જાગી ગયો અને એક દિ બન્ને દીકરા તૈયાર થઈ ગયા. પિતા પ્રવીણભાઈ અત્યંત ભદ્રિક, કર્મફિલોસોફી સમજનારા, તેમણે તો પુત્ર પ્રત્યેનો પ્યાર મુંઝવી ન છે શકયો પણ મધુબેનને મમતાએ ખૂબ છંછેડયો. ના-હા-ના-હા કરતાં મોહ સાથે યુદ્ધ કરતાં એમાં કોઈ ધન્યપળ, ઘડીએ મધુબેને મનને મક્કમ બનાવી સહર્ષ અનુમતિ આપી અને બન્ને ભાઈઓની વાપી મુકામે સં. ૨૦૪૨ વૈ.સુ ૫ ના શુભ દિને પ્રવજયાનો સ્વીકાર કરી પૂજયપાદ સુવિશાલ ગચ્છાધિપતિશ્રીના શિષ્ય મુનિરાજશ્રી તત્વરત્નવિજયજી મ.સા. તથા મુનિરાજ શ્રી હિતરત્નવિજયજી મ.સા. તરીકે જાહેર થયા. ધન્ય છે એ માવડી મધુબેનને જેમણે પોતાના કાળજાની કોર જેવા, આંખની કીકી જેવા બે સંતાન રત્નોને જૈનશાસનના પૂજયપાદ ગુરુભગવંતના ચરણોમાં સમર્પિત કરી દીધા તે કાળ અને તે સમયે આ બંધુ બેલડીએ મોહમયી મુંબઈ નગરને ત્યાગી મુક્તિનગરીના પંથે પ્રયાણ આદર્યું. ( સત્યપુર નિવાસી શેઠશ્રી લીલાજી દીપાજી મુણોત પરિવાર ) નરૂધર દેશમાં આવેલા (સાંચોર) સત્યપુર નગરમાં શા લીલાજી દીપાજી મુણોત પરિવાર દાનવીર અને ધર્મવીર પરિવાર ગણાય. આ મુણત પરિવારે સં. ૨૦૫૫ની સાલમાં સ્વ. આચાર્યદેવશ્રી રત્નશેખર સુરીશ્વરજી મ.સા.ના. શિષ્યરત્ન આચાર્યદેવશ્રી રત્નાકરસૂરીશ્વરજી મ.સાના ચાતુર્માસ દરમ્યાન ચારે મહિના સુધી સાધર્મિક ભક્તિનો લાભ લીધેલ. જે મહેમાન આવતા તે દરેકને ભક્તિપૂર્વક ભોજન કરાવી સંઘપૂજન કરતાં. ઉપધાનતપની વિશિષ્ટતાઓ : આ પરિવારે આસો સુદ ૧૧ ના દિવસે સાંચોરનગરમાં શ્રી ગોડીજી પાર્શ્વનાથ ભગવાનની છત્રછાયામાં ઉપધાનતપનો પ્રવેશ કરાવેલ. ૩૪૦ આરાધકોએ ઉપધાન તપમાં ( પ્રવેશ કરેલ. જેમાં ર૯૦ આરાધકો માળવાળા હતા. મુણોત પરિવાર તરફથી દરેક તપસ્વીને ૮00 રૂા.ના , == == Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy