SearchBrowseAboutContactDonate
Page Preview
Page 859
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧૦ / [ જૈન પ્રતિભાદર્શન ઉપકરણો ભેટ આપવામાં આવેલ. દરેક તપસ્વીએ તન અને મનપૂર્વક સુંદર આરાધના કરેલ. ચૌદ નિયમ, ભવ આલોચના, બારવ્રત આદિ ગ્રહણ કરેલ. અને પુદ્ગલ પરિમાણ વોસિરાવાની ક્રિયા કરેલ. ૫૦ દિવસમાં કુલ ૪૩0 રૂ.નું સંઘપૂજન થયેલ. ૨૯૦ માળાઓનો ભવ્ય વરઘોડો નીકળેલ. જેમાં પાંચ હાથી, સાત ઘોડાવાળી, સાત બગી, પાંચ ઘોડા, રથ, ઇન્દ્રધ્વજા, ૫૦ માણસનું બેન્ડ, શરણાઇ, ઢોલ, છડીદાર સાથે સુંદર વરઘોડો સાંચોરના રાજમાર્ગ ઉપર ઉત્સાહ અને આનંદ સાથે નીકળેલ. મુણોત પરિવારે દરેક તપસ્વીને સોનાની ચેઈન પહેરાવેલ અને તપસ્વીઓ તરફથી દરેકને ચાંદીના ચૌદ સ્વપ્ના અને ગરમ શાલ અર્પણ કરેલ. તપગચ્છ સંઘ તરફથી તથા તપસ્વીઓ તરફથી મુણોત પરિવારનું સુંદર બહુમાન થયેલ અને એમના શ્રી સાંચોરી સમાજ તરફથી તાંબાપત્ર અર્પણ કરેલ. મુણોત પરિવારે પણ સાંચોરની ગોડીજી પેઢી તથા તપગચ્છની પેઢીને સાધારણ ખાતામાં સારી રકમ લખાવેલ તથા દરેક દેરાસરો તથા પાઠશાળા, દાદાવાડી વગેરેમાં પણ સારી રકમ લખાવેલ. વરઘોડાના ચઢાવા તથા જીવદયાની ટીપ સારામાં સારી થયેલી જે આજ સુધી રેકર્ડરૂપ બની. મુણોત પરિવાર તરફથી ૧૧ છોડ તથા તપસ્વીઓ તરફથી ૧૪૦ છોડનું ઉદ્યાપન થયેલ. મુનિશ્રી રત્નત્રયવિજયજી મ.સા.ની પ્રેરણાથી શિબિરના બાળકોએ માંડવગઢના ભેંસાશેઠ, દીક્ષાર્થી સંવાદ, વીરપ્રભુના દશ શ્રાવકોનો સુંદર નાટક ભજવેલ તથા સૌધર્મેન્દ્ર બની ૬૪ ઇન્દ્રો સાથે હાથમાં પરમાત્માને લઈ જન્મ મહોત્સવ ઉજવવા માટે સાંચોરના સમસ્ત રાજમાર્ગ ઉપર ફરી ભવ્ય સ્નાત્ર પૂજા નૃત્ય સાથે ભણાવેલ. ઉપધાનમાં છેલ્લા આઠ દિવસ અઠ્ઠાઇ મહોત્સવ કરેલ, જેમાં પૂજા અને ભાવનામાં માણસોની પડાપડી થતી. અશોક ગેમાવતે સુંદર રંગ જમાવેલ. આઠ દિવસ છએ જિન મંદિરમાં આંગી, ભવ્ય રંગોલી, હાલતા-ચાલતી ભજન મંડળી તથા જગદ્ગુરુ હરસુરિજીની રચના થયેલ. સં. ૨૦૫૫ માગ. સુદ ૩ તા.૨૨-૧૧-૯૮ ના દિવસે વિશાળ સ્ટેજ ઉપર ૭TOO માણસોની વચ્ચે ૨૯૦ આરાધકોએ ઉલ્લાસપૂર્વક મોક્ષમાળા ગ્રહણ કરી. ધન્ય છે એ મુણોત પરવારને. સત્યપુર (સાંચોર) નગરના દાનવીર મહેતા છગનલાલ હરજીવનદાસ છાજેડ-પરિવાર મરૂધર દેશમાં આવેલ સત્યપુર (સાંચોર) તીર્થ ભૂમિકામાં જન્મ ધારણ કરનાર મહેતા છગનલાલ હરજીવનદાસનું જીવન સંસ્કૃતિ, સભ્યતા, સંસ્કાર તેમજ દાનથી ભરપૂર છે. જૈન શાસનમાં આયંબિલતપ, નવકાર મંત્રનો જાપ અને બ્રહ્મચર્યનો ખપ આ ત્રિવેણી સંગમને મહત્વપૂર્ણ ગણેલ છે. ત્રિવેણી સંગમને મહત્વપૂર્ણ જાણીને આ મહેતા પરિવારે પોતાની જન્મભૂમિ સાંચોરમાં વર્ધમાનપ, આયંબિલખાતાનો નિર્માણ કરી મહાન પુણ્ય ઉપાર્જન કરેલ. જે પાઠશાળામાં કુવાળા નિવાસી અધ્યાપકશ્રી દિનેશભાઈ લોલાડીયા ૨૫ વર્ષથી સતત બાલક-બાલિકાઓને ધાર્મિક અભ્યાસ કરાવી રહ્યા છે. | તેમજ સંઘમાં પણ કોઈ પણ ગચ્છના ભેદભાવ માન્યા વિના, દીક્ષા, પ્રતિષ્ઠા, ઉજમણા તથા દરેક પ્રસંગે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy