SearchBrowseAboutContactDonate
Page Preview
Page 860
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૮૧૧ દિનેશભાઈએ સેવા આપી છે. એમના હાથ નીચે લગભગ ૧૫ બાલિકાઓ સંયમ માર્ગે જોડાણી. અત્યાર સુધીમાં ૫૦૦ થી ૬૦૦ બાલિકાઓ અભ્યાસ કરી આગળ વધી પાંચ પ્રતિક્રમણ, ૪ પ્રકરણ, ૩ ભાષ્ય, ૬ કર્મગ્રન્થ અર્થ સાથે અભ્યાસ થાય છે. દરેક લાભ આ મહેતા પરિવારને મળી રહ્યો છે. મહેતા પરિવારે પોતાના જીવનમાં કરેલ સુકૃત :--વર્ધમાન તપ આયંબિલ ખાતું-સાંચોર, શ્રી ચંપાબેન શ્વે. મૂ.પૂ. પાઠશાળા-સાંચોર, શ્રી મહાવીર જૈન મહિલા મંડળ-સાંચોર, શ્રી ગોડજી દેરાસરની પ્રતિષ્ઠા વખતે મોટી બોલ દ્વારા ધ્વજારોપણ, શ્રી જૈન શ્વે.મૂ.પૂ. પાઠશાળા-હાડેચા, શ્રી શૉંતિનગર જૈન ધર્મશાળા-સાંચોર, શ્રી નાગેશ્વર તીર્થ જૈન ધર્મશાળા-સાંચોર. આ મહેતા પરિવારે પોતાની જન્મભૂમિ જ નહિ પરંતુ અન્ય સ્થાનોમાં પણ સારા ધર્મ સ્થાનો ઉભા કર્યા, જેમાં ઘણા ભવ્ય જીવો આરાધના કરી મોક્ષમાર્ગના અધિકારી બન્યા. અમો શાસન દેવ પ્રત્યે એ જ પ્રાર્થના કરીએ છીએ કે આ મહેતા પરિવાર હજી વધુ ને વધુ શાસન પ્રભાવના તેમ જ સુકૃતના મોટા કાર્ય કરી પોતાનું જીવન ધન્ય બનાવે. સૌજન્ય : શ્રી ચંપાબેન જૈન શ્વે.મૂ.પૂ. પાઠશાળા-સાંચોર હ. અધ્યાપક દિનેશ લોલાડીયા. શા ઉમેદમલજી સરદારમલજી ભંસાલી પરિવાર-ઝાબ મરૂધર દેશમાં આવેલા જાલોર જિલ્લામાં સત્યપુર નજીક ઝાબનગરમાં શા ઉમેદમલજી સરદારમલજી ભંસાલી પરિવાર ધર્મ સંસ્કારી, સ્વભાવે સરલ તથા દાનેશ્વરી છે. શા ઉમેદમલજી ભંસાલી પૂર્વ ભાવના પુણ્યોદયથી જેમને જીવનમાં સંપત્તિની પ્રાપ્તિ હોવા છતાં પરિવારના દરેક સભ્યમાં સરળતા તેમજ નમ્રતા આદિ ગુણો રહેલા છે. સમયે સમયે તેમની પોતાની લક્ષ્મીનો સદુપયોગ સામાજિક તથા ધાર્મિક ક્ષેત્રોમાં ઉદારતાપૂર્વક કરેલ છે. પોતાની જન્મભૂમિ ઝાબનગરમાં ચરમ તીર્થપતિશ્રી મહાવીર સ્વામીનું શિખરબંધી જિનાલય સંપૂર્ણ મારબલનું બનાવીને સંઘને અર્પણ કરેલ. ભોજન તથા મહોત્સવ વિગેરેની સુવિધા માટે પોતાના દ્રવ્યથી ન્યાતિનોહરાનું પણ નિર્માણ કરેલ. સાર્વજનિક જન સમુદાયના હિત માટે પાણીની પરબ, પોસ્ટ ઓફિસ તથા હૉસ્પિટલની વ્યવસ્થા કરેલ. કલિકુંડ તીર્થ ધોળકામાં મૂળનાયક શ્રી કલિકુંડ પાર્શ્વનાથ ભગવાનની કાયમી ધજા ચઢાવવાનો લાભ તથા પેઢીની બાજુમાં ધર્મશાળા બનાવવાનો લાભ આ ભંસાલી પરિવારને મળેલ. શાશ્વતા તીર્થ શ્રી શત્રુંજય ગિરિરાજની પવિત્ર છાયામાં કલિકુંડ તીર્થોદ્વારક આચાર્યશ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા.ની પાવન નિશ્રામાં ૧૦૦ સાધુ-સાધ્વીજી તથા ૬૦૦ આરાધકોને તન-મન-ધન ત્રણેયનો ભોગ આપી સુંદ૨ ચાતુર્માસની આરાધના કરવવાનો લાભ વિ.સં. ૨૦૪૬માં આ ભંસાલી પરિવારને મળેલ. તેજ ચાતુર્માસની અંદર શત્રુંજયની શીતલ છાયામાં ઉપધાનતપની આરાધના કરાવવાનો લાભ આજ પરિવારને મળેલ. મહેસાણાની નજીક શ્રી જય ત્રિભુવન તીર્થ - નંદાસણમાં ભગવાનની પ્રતિષ્ઠા કરાવવાનો લાભ આજ પરિવારને મળેલ. ઉંઝાનગરની શાંતિનગર સોસાયટીમાં આવેલા જિનાલયની ચોવીસ દેરીઓમાં એક ભગવાનનો લાભ પણ આ ભંસાલી પરિવારને મળેલ. આ ભંસાલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy