SearchBrowseAboutContactDonate
Page Preview
Page 861
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧૨ ] [ જૈન પ્રતિભાદર્શન પરિવારમાં શ્રીમાન ઉમેદમલજીના ત્રણ પુત્રો શા પારસમલજી, દલીચંદજી, બાબુલાલજી તથા પૌત્રો વગેરે સમસ્ત પરિવાર સંસ્કારી તથા ધર્મ પ્રત્યે આદરભાવ રાખનારો છે. ભંસાલી પિરવારના વિડલોએ પોતાના જીવનમાં ત્રણે ઉપધાનની આરાધના, બંને ટાઈમ પ્રતિક્રમણ સામાયિક, નિયમિત પૂજા વગેરે આરાધનાઓ કરી શકયા છે. ભવિષ્યમાં આ ભંસાલી પરિવાર શાસન પ્રભાવના અને જૈન ધર્મની આરાધના કરાવવામાં વિશેષ સંપત્તિનો સદ્ઉપયોગ કરે. સૌજન્ય : અશોકકુમાર પારસમલજી ભંસાલી સાંચોરના શા પારસમલજી હંજારીમલજી બોહરા પરિવાર મરૂધર દેશમાં આવેલા સત્યપુર (સાંચો) ગામમાં બોહરા પરિવારમાં શા પારસમલજી હંજારીમલજીનું જીવન સાદગી અને સરળતાથી પરિપૂર્ણ છે. જે બોહરા પરિવારે આર્થિક ક્ષેત્રમાં પ્રગતિની સાથે શાસન સેવામાં સમર્પિત બનીને સંપત્તિનો સદુપયોગ કરી જીવનમાં આરાધના અને શાસન પ્રભાવનાના કાર્યોમાં આગળ વધી રહ્યા છે. આ બોહરા પરિવારે સામાજિક ક્ષેત્રમાં જ્ઞાનપ્રાપ્તિહેતુ સાંચોરમાં વિદ્યાલય બનાવીને સમાજને સમર્પિત કરેલ. સાંચોર તપાવાસમાં આવેલ કેસ૨કંચનભવનનું ઉદ્ઘાટન માટે ઉદારતાપૂર્વક દ્રવ્યની ઉછામણી બોલીને લાભ લીધેલ. મુંબઈથી સમેતિશખરજી તીર્થનો ટ્રેઈન દ્વારા યાત્રા પ્રવાસમાં મુખ્ય સહયોગી બની ઉદારતાપૂર્વક સંપત્તિનો સદુપયોગ કરીને પુણ્યબંધ સાથે લોકપ્રિયતા પ્રાપ્ત કરેલ. શ્રી સમેતશિખરજી તથા રાજગૃહી આદિ પ્રાચીન ક્લ્યાણભૂમિમાં તીર્થ વિકાસ હેતુ આર્થિક યોગદાન આપેલ. પ્રાચીન તીર્થ શ્રી કેસરિયાજીમાં ધર્મશાળા પ્રવેશદ્વારનો લાભ પણ ઉદારતાપૂર્વક લીધેલ. અમદાવાદ શાહીબાગમાં ૫.પૂ. આચાર્યદેવશ્રી રત્નાકરસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી શ્રી પારસ-ગંગા જ્ઞાનમંદિરની સ્થાપના કેદાર ટાવરમાં કરેલ. જ્યાં આગળ પૂ. મુનિશ્રી રત્નત્રયવિજયજી તથા પૂ. મુનિશ્રી રત્નજ્યોતવિજયજી મ.સા. દ્વારા સંપાદિત તમામ પુસ્તકો મળે છે. પાલનપુર - ડીસા હાઈ વે પર પાલનપુરથી ૮ કી.મી. દૂર સુંદર રમણીય તીર્થ બનાવવાની ભાવના ભાવી રહ્યા છે. પારસમલજીના ધર્મપત્ની ગંગાબેને પોતાના જીવનમાં નિયમિત અષ્ટપ્રકારી પૂજા, ઉભય પ્રતિક્રમણ, સામાયિક તથા નવપદની ઓળી વિગેરેની સુંદર આરાધના કરેલ. શા પારસમલજીના સુપુત્રો બાબુલાલ, ઘેવરચંદ, મોતીલાલ આદિ સમસ્ત બોહરા પરિવાર શાસનની સેવા તન-મન-ધનથી શક્તિનો સદુપયોગ કરી રહ્યા છે. આ બોહરા પિરવાર ઉત્તરોત્તર હજી પણ પોતાના જીવનમાં જ્ઞાનની ગંગા વહાવ્યા કરે એ જ શાસનદેવ પ્રત્યે પ્રાર્થના છે. સૌજન્ય : શા પારસમલજી હંજારીમસજી બોહરા પરિવાર (સત્યપુર) ધર્મનિષ્ઠ અને દાનવીર શા પુનમાજી મોતીજી ગજાણી પરિવાર-માલવાડા મરૂધર દેશના જાલોર જિલ્લામાં આ પરિવાર ઠીક રીતે ખ્યાતિ પામ્યું છે. આ પરિવારને ત્યાં બે પુત્ર અને ચાર પુત્રીનો જન્મ થયેલ. મોટા પુત્રનું નામ ઉત્તમચંદ અને નાનાનું નામ રાજમલ. ઉત્તમચંદના ધર્મપત્નીનું નામ રંગુબેન. રંગુબેને ચાર પુત્રોને જન્મ આપેલ. જેમના નામ પોપટલાલ, મણિલાલ, ખુશાલચંદ અને ધનપાલ. ચાર પુત્રોમાંથી બે મોટા પુત્રો સંસારમાં રહ્યા અને બે નાના પુત્રો સંયમ માર્ગે સંચર્યા. માલવાડાના જ વતની સ્વ. આચાર્યદેવશ્રી રત્નશેખરસૂરિ પાસે માલવાડમાં જ બંને પુત્રોએ સંયમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy