________________
અભિવાદન ગ્રંથ 7
(૮૧૩
સ્વીકારેલ. ખુશાલચંદ-મુનિ રત્નન્દ્રવિજયજી બન્યા. ધનપાલ-મુનિ રત્નત્રયવિજયજી બન્યા. પૂ.રત્નશેખરસૂરિ સ્વર્ગે સીધાવ્યા પછી કલિકુંડ તર્થમાં ગણિપદવી, પંન્યાસ પદવી તથા આચાર્ય પદવી પામી, આચાર્ય રત્નાકરસૂરિ બન્યા. પ.પૂ. આ.શ્રી રાજેન્દ્રસૂરિજી મ.સા.ની નિશ્રામાં | ઉત્તમચંદભાઈએ પોતાના જીવનમાં ત્રણ ઉપધાન, બે વર્ષીતપ, દર વરસ આસો ચૈત્રમાસની ઓળી, બન્ને ટાઇમ પ્રતિક્રમણ સામાયિક, નિયમિત પ્રભુપૂજા, ગરમ પાણી વિગેરે સુંદર આરાધનાઓ કરી. લગભગ ૬૦ વર્ષની
Jઉંમરે સ્વર્ગે સીધાવેલ. તેમના પુત્રે કલિકુંડતીર્થમાં મીની શત્રુંજયમાં ભગવાન | શા ઉત્તમચંદજી પૂનમાજી
ભરાવી ધ્વજ દંડ, કળશની પ્રતિષ્ઠા કરેલ. રાજમલભાઈના ધર્મપત્ની દીવાળીબેન એમને બે પુત્રો અને પાંચ પુત્રી હતી. રાજમલભાઈએ પોતાની લક્ષ્મીનો સદુપયોગ ધર્મકાર્યમાં ઘણો કરેલ. નવ છોડનું ઉદ્યાપન કરાવેલ. માલવાડામાં ખ્યાતિ નોહરાનો આદેશ એમને મળેલ. ધ્વજદંડની પ્રતિષ્ઠા વખતે ઝાંપે ચુંદડીનો લાભ લીધેલ. કલિકુંડ તીર્થની ભમતીમાં ત્રણ ભગવાન ભરાવેલ અને પાલીતાણા તીર્થમાં આ.શ્રી રત્નાકરસૂરિજી મ.સા.ની નિશ્રામાં ચૈત્રી ઓળીનો લાભ લીધેલ, જેમાં ૫OO આરાધકોને આવવા-જવાની સુવિધા સાથે ચાંદીની થાળી, વાટકી, ડબી દ્વારા દરેક આરાધકોનું બહુમાન કરેલ. અનેક પ્રકારની સામગ્રી સાથે દાદાના દરબારમાં વિધિપૂર્વક ચૈત્રી પૂનમના દેવવંદન કરાવેલ. સિદ્ધક્ષેત્રમાં સિદ્ધચક્રપૂજન તથા શાંતિસ્નાત્ર ભણાવેલ. માલવાડા સંઘમાં પણ રાજમલભાઈ આગળ પડતી વ્યકિત તથા સંઘના ટ્રસ્ટી છે. વિલે પાર્લા મુંબઈમાં પણ જિનાલયના મુખ્ય શિલા સ્થાપનાનો લાભ લીધેલ. તથા ત્યાંના ટ્રસ્ટી છે. માલવાડા ગામમાં શાંતિનાથ ભ.ની પ્રતિષ્ઠાનો લભ લઈ ફુઆ બનવાનો લાભ તથા માલવાડામાં ૨૩૦ ઘરમાં ચાંદીના સિક્કા અર્પણ કરેલ. દરેક પ્રસંગે પોતાની લક્ષ્મીને સદ્વ્યય અવશ્ય કરે છે. શાસનદેવ પ્રત્યે એ જ પ્રાર્થના છે કે આ સંપૂર્ણ ગજાણી પરિવાર વધારેમાં વધારે સંપત્તિનો સદુપયોગ કરી પુણ્યાનુબંધી પુણ્ય પ્રાપ્ત કરે.
સૌજન્ય : ગૌતમકુમાર મણિલાલ શાહ-માલવાડા-હાલ મુંબઈ ( હિંગોલીના હેમરાજ પ્રેમરાજ સોની પરિવાર ) ચમત્કારી શ્રી અંતરિક્ષજી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા જે તળાવ અને કૂવામાંથી જયાંથી મળેલ તે નગરી હિંગોલીની પુણ્યભૂમિમાં માતા ભવરીબાઇની કુક્ષીએ પ્રેમરાજજી સોનીના કુલરત્ન સમાન કા.૪.૧૯૨૧માં હેમરાજજી સોની તરીકે જન્મ શોભાવ્યો ને ૧૪ વર્ષની ઉમરથી ન્યાય-નીતિને દયાભાવથી વ્યાપારમાં જોડાયા. માતા-પિતાના ધર્મ સંસ્કારે પૂજા-ભક્તિ પરોપકારમાં પરાયણ થયા. ધર્મપત્ની ચાંદાબાઇ સોની સાથે પાણી ગ્રહણ કરીને સંસાર શોભાવ્યો ને તા. ૨૩-૩-૭૦ ની આજીવન બ્રહમચર્યવ્રત ધારણ કર્યું ને લાખો રૂા.ના દ્રાક્ષના ખેતરો-બગીચાને જીવદયા પાલન માટે ત્યાગ કરીને લક્ષ્મીને સન્માર્ગે વાપરી. તપસ્વી આ.શ્રી વારિષેણસૂરિજી મ.સા.ની નિશ્રામાં સંઘના સહયોગથી નવપદજી ચૈત્રી ઓળીની આરાધના કરાવાઈ અને સંઘે ઉત્સાહથી આરાધના કરી. પૂ. ત્યાગમૂર્તિ આ.શ્રી કૈિલાસસાગરસૂરિજી મ.ના શિષ્ય સંયમી મુનિશ્રી કંચનસાગરજી મ.થી પ્રતિબોધ પામી વતધારી બન્યા.
રેગ્રહ પરિમાણ કરી વ્યાપાર ત્યાગ કર્યો. ૧૯૭૫માં આકોલા તથા વિલેપાર્લા (મુંબઈ), ,
૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org