SearchBrowseAboutContactDonate
Page Preview
Page 863
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧૪ ] [ જૈન પ્રતિભાદર્શન ભાઇંદરમાં ઉપધાન તપ કરાવવામાં લાભ લીધો. જૈન ધર્મના મહાન તીર્થોની દૂર દૂર જઈને તીર્થયાત્રા કરવા સજોડે ભાગ્યશાળી બન્યા. આયંબિલ ખાતા, પાઠશાળા, અખંડદીપક, સ્વામીભક્તિ, વૈયાવચ્ચમાં વિવિધ બોર્ડમાં તેમનું નામ શોભે છે. પૂ. પિતાશ્રી પ્રેમરાજજીની અંતરિક્ષજી ની પદયાત્રા સંઘની ભાવના પૂ.આ.શ્રી વારિષણસૂરિજી મ.સા.ની નિશ્રામાં સ્વયં ભોગ આપી બંધુઓના સહયોગથી પૂર્ણ કરાવી. પતિ-પત્ની બન્ને ધાર્મિક વિચારોના હોવાથી ત્રણ ઉપધાન, ઓળીઓ, બન્ને સમય આવશ્યક ક્રિયાઓ, વ્રત-પચ્ચકખાણથી જીવનને નંદનવન સમુ શોભાવ્યું હતું. બન્નેએ સેવા ટ્રસ્ટ બનાવીને કાયમ દાન-પૂન્ય-પરોપકારના પુષ્પ ખીલતા રહે અને અનુમોદનાની સુવાસથી પુણ્ય મળતું રહે તેમ કર્યું છે. તા. ૬-૩-૮૫ના ચાંદાદેવીએ સમાધિપૂર્ણ ચારિત્રના ભાવોમાં મોક્ષ પ્રતિ પ્રયાણ કર્યું. ૧૯૯૦માં મૈરઠવાળા ઉદ્ઘાટક નળકુમાર આયંબિલ સાધક આચાર્યશ્રી વારિષણસૂરિજી મ.સા., પં.શ્રી વિમયસેનવિજય મ.૨૫૦૦ એકંતા આયંબિલ સાધક મુનિશ્રી વજ્રસેનવિજયજી મ., પ્રવચનકાર મુનિશ્રી વલ્લભસેનવિજયજી ઠા.૪ ના હિંગોલીના ચાતુર્માસમાં વિવિધ તપાનુષ્ઠાનો ઉપધાન, ઉજમણા, છ'રી પાલિત સિદ્ધગિરિ સંઘ, જિનાલય જિર્ણોદ્ધારમાં પૂજયશ્રીની પ્રેરણા પામી રેકોર્ડ બ્રેક ઐતિહાસિક ધર્મનગરી બનેલ છે હિંગોલીનગર. આગળ ઉપર હિંગોલીનગરમાં મહાન પરોપકાર, ત્યાગ, તપ, ભક્તિભાવના, શ્રી શાંતિનાથ પ્રભુજીની શીતળ છાયામાં ઉત્તરોત્તર વધતી રહે તે પ્રભુ પ્રાર્થના. દર વરસે તેમના ટ્રસ્ટ દ્વારા જ્ઞાન-ભક્તિવૈયાવચ્ચ આદિ સાતક્ષેત્રમાં ટ્રસ્ટ તરફથી લાભ લેવાય છે. શ્રી હેમરાજ પ્રેમરાજ તથા અ..સૌ. ચાંદાદેવી હેમરાજ સોની જૈન શ્વે. મૂ.પૂ.સેવા ટ્રસ્ટ હિંગોલી (જિ.પરભણી, મરાઠાવાડા, મહારાષ્ટ્ર) ના ટ્રસ્ટીઓ શ્રી ઇંદરચંદ પૂ. સોની, શ્રી દગડુલાલ પૂ. સોની, શ્રી પ્રકાશચંદ એસ. સોની, શ્રી લખમશીભાઈ શાહ, શ્રી નિર્મલચંદ રૈદાસની, શ્રી પ્રફૂલચંદ સિંધવી-અમલનેર, શ્રી ચંદનમલજી બડિયા સારી સેવા આપી રહ્યાં છે. લબ્ધિ-ભુવન-તિલક-ભદ્રંકર-પુણ્યાનંદસૂરિજી મ.ની. કૃપા પામી, ૐકાર તીર્થ-છાણી તથા શ્રાવસ્તિ તીર્થ યુ.પી.માં પણ સારો લાભ લીધો છે. દાનવીર શેઠશ્રી હેમરાજજી સોનીએ તેમના સ્વર્ગવાસ પૂર્વે જ એક ટ્રસ્ટ શ્રીહેમરાજ પ્રેમરાજ તથા અ.સૌ. ચાંદીદેવી હેમરાજ સોની જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સેવા ટ્રસ્ટ-હિંગોલીની સ્થાપના કરી હતી. પોતાના સ્વર્ગવાસ બાદ બધી જ સંપત્તિ ઉપરોકત ટ્રસ્ટમાં દાન કરી ટ્રસ્ટના વિધાન અનુસાર તેનો ઉપયોગ સાત ક્ષેત્રોમાં કરતાં રહેવો એવું મહાન ધાર્મિક કાર્ય કરીને તેઓએ પોતાનું નામ અજર-અમર કરી ગયા છે. સ્થંભનપુરના વિશા ઓસવાલ જ્ઞાતિના અગ્રગણ્ય ગણાતા શ્રી મૂળીબહેન અંબાલાલ રતનચંદ પરિવાર રત્નોની તેજસ્વીતાને ધારણ કરનારા એ રતનચંદ સંઘવીના ધર્મપત્ની ચુનીબાની કુંક્ષીમાંથી આંબા સરખી મીઠાશને ધારણ કરનારા અંબાલાલભાઈ અવતર્યા. સુવર્ણમાં જયારે સુગંધ ભળે છે ત્યારે તેની શોભા કાંઈ અનેરી જ હોય છે, તેમ શ્રદ્ધાવાન, ધર્મિષ્ઠ એવા અંબાલાલભાઈના લગ્ન ગર્ભશ્રીમંત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy