SearchBrowseAboutContactDonate
Page Preview
Page 864
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૮૧૫ દલપતભાઈ ઝવેરીની સુપુત્રી મૂળીબેન સાથે થયા. જાણે ‘‘સુવર્ણમાં સુગંધ ભળી. !'' શારીરિક બિયતથી નાજુક કાયાવાળા અંબાલાલભાઈની આર્થિક સ્થિતિ નબળી હતી. પણ ધર્મશ્રદ્ધાની આધ્યાત્મિક મૂડીથી અબજોપતિને પણ ટપી જાય તેવી શ્રીમંતાઈને વરેલા હતા. જીવદયા તો જીવનમાં જાણે વણાઈ જ ગઈ હતી... પથારીમાં બેઠા-બેઠા ય નાના નાના પારેવા, ચકલી, ખીસકોલી વિગેરેના બચ્ચાં પડી ગયા હોય તો હાથમાં લઈ દાણા-પાણી પીવડાવતા. શાશ્વત તીર્થ શત્રુંજયમાં જઈ સુપાત્રદાનનો લાભ લેવા ધર્મપત્નીને રસોઈ કરવાની પ્રેરણા કરી પોતાની પુત્રી ચંપાબેન તથા પુત્ર તારાચંદ વિગેરેને પૂ.સાધુ-સાધ્વીજી ભગવંતને બોલાવવા બહાર ઉભા રાખતા. બંને બાળકો દરેક ગુરુમહારાજને આગ્રહ કરી લઈ આવતા અને ઉત્સાહથી વહોરવવા માટે પોતે સ્વયં પણ બેસી જતાં. જાણે ફેકટરી ચાલી સુપાત્ર દાનની... ! સાક્ષાત પંચ પરમેષ્ઠીનું સમર્પણ : નમો અરિહંતાણં નમો સિદ્ધાણં વર્ધમાન તપોનિધિ પૂ.પા.આ.ભ.શ્રી ભુવનભાનુસૂરિ મ.ની. નિશ્રામાં એકી સાથે ૨૮૯ જિનબિંબોની સ્વદ્રવ્યના સર્વ્યય કરવાપૂર્વક ભવ્યાતિભવ્ય. અંજનશાલાકા મહોત્સવ...તેમજ બીજી પણ અનેક પ્રતિમાઓ ભરાવી પ્રતિષ્ઠા કરાવી શાસનને અરિહંત તથા સિદ્ધિપદની ભેટ ધરી. નમો આયરિયાણં નમો ઉવજઝાયાણં નમો લોએ સવ્વસાહૂણં પોતાના પાંચ પુત્રોમાંથી ત્રીજા નંબરના તેજસ્વી, પુન્યશાળી, પ્રખર વિદ્વત્તાને ધારણ કરનાર કોહિનૂર હીરા સમા હીરાભાઈને સિદ્ધાંત મહોદધિ પૂ.પાદ આ.ભ. શ્રી પ્રેમસૂરિજી મ.સા.ના વિનયી શિષ્ય રત્ન સંઘહિતચિંતક પૂ. પાદ આ.ભ.શ્રી ભુવનભાનું સૂરિજી મ.સા.ના. ચરણોમાં સમર્પિત કરી સાધુ પદની પ્રેમ ભેટ ધરી. ઉપાધ્યાય-આચાર્યપદની ભેટ કરાવી હતી. પણ પુત્ર મ.સા.ના જોગ થતાં ન હતા. માતા (મૂળીબા) નો જીવન દીપક બુઝુ બુઝુ થઈ રહ્યો હતો પણ...મારે પરમેષ્ઠીના બે પદની શાસનને ભેટ ધરવાની બાકી છે તેવી તીવ્ર ઝંખના ધારણ કરતી માતાનો જીવન દીપક પાછો ઝગમગ થતો જોઈને જ... જયારે અંતિમ ઘડીઓ ગણાતી હતી. શત્રુંજયના પવિત્ર ધામમાં ત્યારે શાસન પ્રભાવક પૂ. પાદ આ.ભ.શ્રી ચંદ્રોદયસૂરિજી મ.સા. (શાસન સમ્રાટ સમુદાયના) પધાર્યા હતા. પૂજયશ્રીએ કહ્યું કે ‘‘મૂળીબા હજી વાર છે. ઉતાવળ ન કરો. હેમચંદ્રવિજયને પદવી આપવાની હજુ તો બાકી છે અને દિલની ભાવના ફળીભૂત થઈ.’’ પૂ. ગુરુદેવો વડે અનુજ્ઞા અપાતા મહામહોત્સવપૂર્વક ભાયખલામાં આચાર્ય પદવીના પ્રસંગને ઉજવી જિન શાસનને ઉપાધ્યાય-આચાર્યપદની સહર્ષ ભેટ ધરી. ધન્ય માતા અને ધન્ય પિતા કે જેણે પંચપરમેષ્ઠિને જન્મ આપ્યો. ન્યાયવિશારદ પ.પૂ.આ.ભ.શ્રી ગુણાનંદસૂરિજી મ.સા. વડે મહાશ્રાવિકાનું બિરૂદ પામેલા મૂળીબાએ જિનશાસનના સાત ક્ષેત્રોમાં સ્વદ્રવ્યનો સદ્યય તો કર્યો એ તો બહુ નાની વાત છે. પણ મહત્વનું તો એ છે કે એમણે શાસનને જીવંત સાત ક્ષેત્રોનું અર્પણ કર્યું છે તે કર્યાં છે તે જાણવું છે? તો લો વાંચો એ પ્રેરણાદાઈ હકીકતો. સાત ક્ષેત્રમાં જિન પ્રતિમા, જિન મંદિર, જિનાગમ આવે...એ ક્ષેત્રોમાં દ્રવ્ય ખર્ચવા તે તો તેમની ભક્તિ છે પણ અંબાલાલ રતનચંદભાઈના કુટુંબે તો ૨૮૯ જિનબિંબોની સ્વદ્રવ્યથી ભવ્ય અંજન શલાકા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy