SearchBrowseAboutContactDonate
Page Preview
Page 865
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧૬ ] [ જૈન પ્રતિભાદર્શન મહોત્સવ કરી, બીજા પણ અનેક જિનબિંબો ભરાવ્યા. નડિયાદ, હરતગિરિ, વાલકેશ્વર (વિમલ સોસા.). ભરતપુર, વિરમગામ (ધર્મશાળા સહિત) આદિ અનેક જિનમંદિરોના નિર્માણ-પ્રતિષ્ઠા કરાવી સાક્ષાત જિન પ્રતિમા–જિન મંદિરની ભેટ ધરી આગમજ્ઞાતા વિદ્વાન પુત્રને શાસનને સમર્પણ કર્યો. એટલું જ નહિ પૂ.સાધુ-સાધ્વીજી ભગવંતોને પંડિતો દ્વારા ભણાવી આગમજ્ઞાતા બનાવી મૂર્તિમંત આગમોનું પ્રદાન કર્યું. અનેક જ્ઞાન ભંડારોના નિર્માણ કર્યા. - હવે સાધુ-સાધ્વીક્ષેત્રે : શાસનપ્રભાવક, જિનશાસનમાં અગ્રેસર ગણાતા, પૂ.આ.ભ.શ્રી એમાં પણ અનોખું સ્થાન ધરાવનાર પૂ. આ.શ્રી હેમચંદ્રસૂરિજી મ.સા. એટલે ઝળહળતું સાધુક્ષેત્ર છે. તો દોઢ વર્ષ લગ્નજીવનમાં રહેવા છતાંય કમળની જેમ નિર્લેપ રહી વિશુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરવાની સાત્વિકતાને ધરાવનારી પુત્રી (વિજયા)પૂ. સા. શ્રી વસંતપ્રભાશ્રીજી મ.સા. સાધ્વી ક્ષેત્રે છે. નેમ - રાજુલના દષ્ટાંતને યાદ કરવતાં પુત્રવધૂ પૂ.સા.શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ.સા., શ્રી દિવ્યયશાશ્રીજી મ.સા. તથા પૌત્રીની પુત્રી સા.શ્રી દર્શનયશાશ્રીજી મ. આદિ સાધ્વી ક્ષેત્રમાં છે. શ્રાવક ક્ષેત્રમાં : જયેષ્ઠ પુત્ર તારાચંદભાઈએ ગળથુથીમાં મા તરફથી અપાયેલા નમસ્કાર મહામંત્રના સ્મરણના બીજને કેવું વિકસાવ્યું તે તો જુઓ! !! પ્રથમ તો સમસ્ત કુટુંબ સહિત મહારાષ્ટ્ર કેસરી પૂ.આ.શ્રી યશોદેવસૂરિજી મ.સા. પાસે જઈ પોતે એક કરોડ નમકારનો જાપનો અભિગ્રહ લીધો. બીજા અનેક ભાવુકોને નવકાર મંત્રના નવ લાખના જાપ કરાવી નરકના દ્વારા બંધ કરાવ્યા. પૂ. સા. શ્રી દિવ્યયશાશ્રીજી મ. દ્વારા પ્રેરણા કરાવી અભિગ્રહ લેનારના રસથી બહુમાન કર્યા અને જાપનોંધની પુસ્તિકા અર્પણ કરી. આવા ભાવુકોની સંખ્યા લગભગ ૫OOOO થઈ. આ નવકાર મંત્રનું રટણ કરતાં કરતાં ૩ કરોડ નવકાર મંત્રના જાપક બન્યા તારાચંભાઈ...! એકલાખ લોગસ્સના જાપક. અંતિમ સમયે આવેલા સાધર્મિકોને નિર્ધામણા કરાવવામાં કાબેલ નીતનવી નાની પ્રતિજ્ઞાઓ દ્વારા સમસ્ત કુટુંબને ધર્મમાં જોડવામાં ઉત્સાહી, સાધર્મિકોને આર્થિક રીતે સદ્ધર કરવા, બીજાના ગુણોની અનુમોદના કરવી, જ્ઞાનપ્રાપ્તિની ઝંખના વિગેરે ગુણોને ધારણ કરનારા આ મૂળીબાના જયેષ્ઠ પુત્ર છે. દ્વિતીય પુત્ર છે બી.એ. શાહના હુલામણા નામથી પ્રસિદ્ધિ પામેલા બંસીભાઈ. ૫૭ વર્ષની નાની વયમાં જ યમરાજાના મહેમાન બની ગયા. પણ ટુંકી જિંદગીમાં પણે શાસનના મહાન કાર્ય કરનારા હતા. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટના ટ્રસ્ટી થઈ અનેક સુકૃતો પોતાના સ્વદ્રવ્ય દ્વારા કર્યા. પૂ. સાધુ - સાધ્વીજી ભગવંતોની વૈયાવચ્ચ ખડે પગે રહી કરતાં તે ઉપરાંત સાધર્મિકોના ઉદ્ધાર-ઉદારતા-કોટુંબિક પ્રેમદેવ-ગુરુ-ધર્મ ઉપર અદ્દભૂત શ્રદ્ધા તથા પાપભીરુતા વિગેરે ગુણોને ધારણ કરનારા તેમજ તેમના આત્મશ્રેયાર્થે તેમના સુપુત્ર મુકેશભાઈએ (એમ.બી.શાહ) એક ઐતિહાસિક, ભવ્યાતિભવ્ય મેરૂ-અભિષેક મહોત્સવનું આયોજન કર્યું હતું એવા પુન્યશાળી અંતિમ દિવસે પણ ચૌદ નિયમોધારી દેશવિરતિને ધારણા કરી પ્રાણને છોડનારા બંસીભાઈ પણ જૈન સમાજમાં, શ્રાવક સંસ્થામાં આગવું સ્થાન ધરાવતા સુશ્રાવક હતા. આ બીજા પુત્રરત્નની વાતો પણ અદભૂત છે. ટૂંકમાં છે આ તો બધુ....! ચોથા પુત્ર ધરણેન્દ્રભાઈ...! મોટા ભાઈના માનબહુમાનને ધારણ કરનાર, શોખીન હોવા છતાંય ધર્મપ્રત્યેની આસ્થાને રગેરગમાં વસાવી રહેલા આ ધરણેન્દ્રભાઈએ પણ મંદિર-ઉપાશ્રયાદિના નવનિર્માણ, જિર્ણોદ્ધારના કાર્યો પૂ.પાદ [ આ.શ્રી ભુવનભાનુસૂરીજી મ.સા.ની. ૧૦૮ મી વર્ધમાનતપની ઓળીના પારણાની ઉછામણી દ્વારા તપના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy