SearchBrowseAboutContactDonate
Page Preview
Page 866
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૮૧૭ પારણા વિગેરે અનેક સુકૃતો કરી રહ્યા છે. પૂ. ભાઈ મહારાજ, પૂ. બેન મહારાજ આદિ પ્રત્યેની અડગ શ્રદ્ધાને ધારણ કરનારા, એટેકનો હુમલો આવ્યા પછી પણ શત્રુંજયમાં ચાતુર્માસ - ઉપધાનાદિ કરનાર ધરણેન્દ્રભાઈની દેવ-ગુરુ-ધર્મ પ્રત્યેની અડગ શ્રદ્ધા પ૨ ઓવારી જવાય છે. ! ! ! નાનપણમાં જ પિતાની છત્રછાયાને ગુમાવવાના કારણે માતા પ્રત્યેની અનન્ય ભક્તિને ધારણ કરનાર, આ મૂળીબાનો સૌથી નાનો લાડકવાયો દિકરો એટલે જ પુંડરિક ! ! ! જથ્થાબંધ જિન પ્રતિમાઓ ભરાવનાર, હસ્તગિરિ, વિમલ સોસા., વિરામગામમાં સ્વદ્રવ્યથી મંદિરોના નિર્માણ કરનાર, માતૃભક્તિના ઋણને યત્કિંચિત અદા કરવાના સ્વરૂપે મૂળીબેન અંબાલાલ' નામની ધર્મશાળાં બંધાવી અનેક યાત્રાળુઓને જિન-પૂજા, ઉકાળેલા પાણીની સગવડ કરી આપનાર આ પુંડરિકભાઈ એટલે પૂ.ભાઈ મહારાજના અનન્ય ભક્ત! વર્ષોથી પૂજયશ્રીની નિશ્રામાં થતાં સીમંધરસ્વામીના અક્રમ તપના અત્તરવાયણા કરાવી રહ્યા છે. શત્રુંજય તીર્થમાં પૂ. પાદશ્રીની નિશ્રામાં ૧૪ સાધુ ભગવંત અને ૪૬ સાધ્વીજી ભગવંત સહિત ૨૭૫ આરાધકોને ઐતિહાસિક ચાતુર્માસ - ઉપધાનાદિ વિગેરે કરાવ્યા. માસક્ષમણ જેવા મહાન તપના તપસ્વી પુંડરિકભાઈની ઉદારતા - નમ્રતા અને દાક્ષિણ્યતા, વડીલો પ્રત્યેનો સદ્ભાવ, દેવ-ગુરુ પ્રત્યેની અડગ શ્રદ્ધાદિ ગુણો એમના મહાન શ્રાવકપણાની ચાડી ખાઈ રહ્યા છે...!! શ્રાવિકાક્ષેત્રે પુત્રી ચંપાબેન ઃ સુપાત્રદાન અને જીવદયાના સંસ્કારો જેમની રગેરગમાં વ્યાપી ગયા હતા. પુત્રી જયાબેન ઃ સંસારના કાદવમાં પડવા છતાંય શારીરિક કમજોરીના કારણે સંયમ ન લેવા બદલ ભારોભાર પસ્તાવો કરવા પોતાના દિકરા-દિકરીને નાનપણથી જ સંયમ માટેની પ્રેરણા કરવા છતાંય કો'ક ચારિત્ર મોહનીયના ઉદયથી દિકરા-દિકરી સંયમ માર્ગે ન વળ્યા તેના અત્યંત દુઃખને ધારણ કરી રહેલ છતાંય ‘કરતાં જાળ કરોળિયા' ની ઉક્તિ અનુસાર હજુ પોતાના પૌત્ર-પૌત્રીને પણ સાચો માર્ગ આ જ છે એવી સદાય પ્રેરણા કરી રહેલા. પરમાત્મા પ્રત્યેની અનન્ય શ્રદ્ધા, સંયમ જીવનની ઝંખના અને મળેલ ભૌતિક સુખની અશાશ્વતતાને દિલમાં જડબેસલાક રીતે ધારણ કરતી પુત્રીઓ. એ પણ ખરેખર શાસનનું જવલંત શ્રાવિકા ક્ષેત્ર છે. આમ પંચ પરમેષ્ઠ-સાક્ષાત-સાતક્ષેત્રો અને ઝળહળતા નવપદોની જિનશાસનને અદ્ભૂત ભેટ ધારણ કરનાર જૈનશાસનના વિરલ-શાનદાર-ઓજસ્વી વડીલોનું ગોરવવંતું કુટુંબ એટલે જ સ્થંભનપુરના વિશાઓસવાળ જ્ઞાતિના અગ્રગણ્ય ગણાતા. મૂળબેન અંબાલાલ રતનચંદનું કુટુંબ. થાણાના સંધવી કુંદનમલ ભુતાજી પરિવાર આહોરિનવાસી દ્વારા થયેલ શાસન પ્રભાવનાઓના અનુમોદનીય કાર્યોની એક ઝલકઃ (૧) વિ.સં. ૨૦૩૩ ફા.સુ.૩ ના રાષ્ટ્ર સંત જૈનચાર્ય શ્રીમ્ન વિજય જંયતસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં આહોરના ઇતિહાસમાં પ્રથમ વખત આહોરથી શ્રી ચિદ્ધાચલજી તીર્થનો છ'રી પાલિત ૪૫ દિવસીય યાત્રા સંઘ. (૨) વિ.સં.૨૦૩૪માં કાંતિભાઈ પટ્ટણી સંચાલિત સમેતશિખરજીપાવાપુરી સ્પેશ્યલ ટ્રેઈન યાત્રા સંઘમાં સંઘપતિ બનવાનો લાભ પ્રાપ્ત કરેલ. (૩) વિ.સં.૨૦૪૮ મહા સુદ ૧૩ રવિવાર તા.૧૬-૨-૯૨ના આચાર્યશ્રી કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા.ના આજ્ઞાનુવર્તિની સાધ્વીશ્રી દિનમણિશ્રીજી, સા.શ્રી દિવ્યકિરણાશ્રીજી આદિની શુભ નિશ્રામાં થાણા સ્થિત માનપાડામાં નિર્માણાધીન શ્રી શાંતિનાથ જૈન મંદિરનું ખાતમુહૂર્ત. (૪) વિ.સં. ૨૦૪૮ વૈ.સુદ ૫ ગુરુવાર તા. ૬-૫-૯૨ના થાણા સ્થિત માનપાડામાં રાષ્ટ્રસંત જૈનાચાર્ય શ્રીમદ્ વિજયજયંતસેનસૂરીશ્વરજી મ.સા. દ્વારા કાઢવામાં આવેલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy