SearchBrowseAboutContactDonate
Page Preview
Page 609
Loading...
Download File
Download File
Page Text
________________ [ જૈન પ્રતિભાદર્શન વિ. સં. ૧૯૬૦માં મુનિશ્રી નેમવિજયજીને પ. પૂ. પં. શ્રી ગંભીરવિજયજી મહારાજે યોગોદ્વહન કરાવી વલ્લભીપુર (વળા)માં ગણિ-પંન્યાસપદ આપ્યા તો વિ. સં. ૧૯૬૪માં અદ્ભુત મહોત્સવપૂર્વક ભાવનગરમાં આચાર્યપદ આપ્યું. અને તે ચાતુર્માસ ભાવનગરમાં જ કર્યું અને ત્યારબાદ શેઠશ્રી હીરાભાઈ ચકુભાઈ તરફથી ભાવનગરથી પાલીતાણાનો છ'રીપાલિત સંઘ નીકળ્યો. ૫૬૦ વિ. સં. ૧૯૬૫માં મહુવા ચાતુર્માસ કર્યું, ત્યારબાદ વિહાર કરી તેઓશ્રી ત્રાપજ પધાર્યા. ત્યાં શ્રી ધરમશીભાઈ વારૈયાએ સિદ્ધગિરિનો છ'રીપાલિત સંઘ પૂજ્યશ્રીની નિશ્રામાં કાઢ્યો. વિ. સં. ૧૯૬૯માં ‘જૈન તત્ત્વ વિવેચક સભા'ના સભ્યોએ અમદાવાદથી થલતેજનો છ'રીપાલિત સંઘ કાઢ્યો. વિ. સં. ૧૯૭૨ના ચાતુર્માસ બાદ વિ. સં. ૧૯૭૩માં શિરોહી સ્ટેટના પાલડી ગામના વતની શા. અમીચંદજી તથા શા. ગુલાબચંદજીએ શ્રી સિદ્ધગિરિનો સંઘ કાઢવાની ભાવના દર્શાવી તો પૂજ્યશ્રીએ જેસલમેરનો સંઘ કાઢવા પ્રેરણા કરી. પૂજ્યશ્રીની પ્રેરણા અનુસાર તેઓએ પાલડીથી જેસલમેરનો છ'રીપાલિત સંઘ કાઢ્યો. પૂજ્યશ્રીની નિશ્રામાં નીકળેલા સંઘોની એક વિશિષ્ટતા એ હતી કે એ સંઘો જો લાંબા અંતરના હોય તો તેનો પ્રોગ્રામ પહેલેથી નિશ્ચિત ન રહેતો; પણ સમય-સંજોગ અને માર્ગમાં આવતા શહેરોના જૈન સંઘોની વિનંતીથી ત્યાં રોકાઈ જતો. ક્યારેક તો એક મુકામે સંઘ બે કે ત્રણ દિવસ પણ રોકાતો. આ સંઘે પણ ફલોધી શહેરમાં જૈન સંઘમાં સમાધાન કરાવવા આઠ-દસ દિવસ ઉપર સ્થિરતા કરી. પૂજ્યશ્રીએ ઉપદેશ આપી સમાધાન કરાવ્યું. વિ. સં. ૧૯૭૩ના વર્ષમાં નીકળેલા આ સંઘમાં સંઘવીઓએ રૂ।. સાડા ત્રણ લાખ ઉપર ખર્ચ કર્યો હતો અને આવો ખર્ચ કરનાર સંઘવીઓને બાળપણમાં ઘી ખાવા તો શું પણ જોવા પણ મળતું નહોતું, પરંતુ પુણ્યબળથી મદ્રાસ ગયા અને ત્યાં વ્યાપારમાં ઘણું કમાયા અને જેમ જેમ ધર્મકાર્યમાં ખર્ચ કરતાં ગયા તેમ તેમ લક્ષ્મીની પણ વૃદ્ધિ થતી રહી. વિ. સં. ૧૯૭૪નું ચાતુર્માસ પૂજ્યશ્રીએ પાલી કર્યું. ત્યારે પૂજ્યશ્રીની ભાવનાનુસાર, લોધીવાળા શા. કિશનલાલજી સંપતલાલજીની આર્થિક સ્થિતિ સંઘ કાઢવા જેવી ન હોવા છતાં, તેઓએ પાલીથી કાપરડાજીનો સંઘ કાઢ્યો અને કાપરડા પહોંચ્યા પછી મહા સુદ પના શ્રી સ્વયંભૂ પાર્શ્વનાથ પ્રભુની પૂજ્યશ્રીએ પ્રતિષ્ઠા કરાવી તેમાં પાલડીવાળા શેઠ ગુલાબચંદજીએ બારે દિવસની બે ટંકની એટલે કે ચોવીશ નવકારશીનો લાભ લીધો હતો. વિ. સં. ૧૯૭૬માં શેઠશ્રી સારાભાઈ ડાહ્યાભાઈએ અમદાવાદથી કેસરિયાજીનો સંઘ કાઢ્યો. અમદાવાદથી શેરીસા તીર્થે આવ્યા, ત્યાં શેરીસા પાર્શ્વનાથ પ્રભુનું ભવ્ય જિનાલય બંધાવવાનો શેઠ માણેકલાલ મનસુખભાઈ તથા શેઠશ્રી સારાભાઈ ડાહ્યાભાઈએ વિચાર કર્યો અને શુભ મુહૂર્તે જિનાલયનું ખાતમુહૂર્ત કર્યું. પાછળથી સારાભાઈએ પોતે રૂ. સાડાત્રણ લાખના ખર્ચે તે જિનાલય બંધાવ્યું. ત્યાંથી સંઘ કલોલ-પાનસર-મહેસાણા-તારંગા-ઇડર થઈ પોશીના આવ્યો. ત્યાં પ્રભુજીને ચક્ષુ-ટીકા દિગંબરોએ કઢાવી નાખેલા, તે પાછા લગાવી દેવાયા અને એ રીતે શાસનપ્રભાવના કરતો સંઘ કેસરિયાજી તીર્થે પહોંચ્યો. ત્યાં તીર્થમાળ કરી સંઘે અમદાવાદ તરફ પ્રયાણ કર્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy