SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ ] L[ જૈન પ્રતિભાદર્શન જનનીની જોડ સખી નહી જડે રે લોલ....... વર્તમાન અવસર્પિણી કાળમાં સૌ પ્રથમ મોક્ષ પામનાર ( મરુદેવા માતા ) એકત્વ ભાવના ભાવતાં શુકલ ધ્યાનની શ્રેણી ચડતાં મરુદેવા માતા કેવળજ્ઞાન પામ્યાં. કવિ કહે છે : “હાથીની અંબાડી ઉપર સ્થિર થઈ....વધતે ભાવે પામ્યા કેવળજ્ઞાન જો; ધર્મધુરંધર પુત્રવધૂ મુખ દેખવા, જિનજનની ઝટ પામ્યા પદનિર્વાણ જો.” આ પ્રસંગને અનુલક્ષીને કવિ વધુ કહે છે કે “પુત્રથી પહેલાં તે કેમ નિર્વાણ પામ્યા, તો કે તેઓ પુત્રની મુક્તિવર્ધનું રૂપ કેવું છે તે નિહાળવા સૌ પ્રથમ ગયાં.” અથવા જગતમાં ઋષભદેવ જેવા માતૃભક્ત પુત્ર થયા નથી કે જેમણે ભારે મોટા પરિશ્રમ અને પુરુષાર્થથી ઉપાર્જન કરેલ કેવળજ્ઞાન અને મુક્તિની ભેટ સૌ પ્રથમ માતા સમક્ષ ધરી દીધી ! ગંગા, જમના અને સરસ્વતીનો જ્યાં ત્રિવેણી સંગમ છે તે અલ્હાબાદ શહેરમાં આવેલ પુરિમતાલ તીર્થે મરુદેવા માતા કેવળજ્ઞાન પામ્યાં. આ દિવ્ય આત્માની પાવન સ્મૃતિ આજે શત્રુંજય ઉપર પણ વિદ્યમાન છે. પુત્ર મોહે પડ્યાં, રડ્યાં અને અંતે ચડ્યાં અનિત્યભાવની સોપાને; કેવલ લઈ મુક્તિવહુ જોવા ઊપડ્યાં, ધન્ય ધન્ય એ મરુદેવા માને. પહેલાં કેવળજ્ઞાન ઋષભદેવને થયું છે અને મોક્ષે પહેલાં મરુદેવા માતા ગયાં છે. શાસ્ત્ર કહે છે કે અઢાર ક્રોડાક્રોડી સાગરોપમ વર્ષમાં કોઈ મોક્ષ નહોતું જઈ શક્યું. માતા મરુદેવા સૌથી પહેલાં કાળ કરી મોક્ષે ગયાં. તેમની પછી અસંખ્યાતા જીવ કેવળી થયા અને મોક્ષે ગયા છે એટલે આ અવસર્પિણી કાળમાં ભરતક્ષેત્રે મોક્ષનું બારણું મરુદેવાએ ખોલ્યું એમ કહેવાય છે. પોતાનો દીકરો ઋષભ જે ઘણા લાડપાલમાં ઊછરેલ, જે હતી વગેરે વાહનોમાં ફરતો હતો, તે હવે ઉઘાડા પગે વિહાર કરે છે. જે દિવ્ય આહારનું ભોજન કરતો હતો તે હાલ ભિક્ષા માગી ભોજન કરે છે. જ્યાં તેની પૂર્વ સ્થિતિ અને જ્યાં હાલની સ્થિતિ ! આવાં દુઃખ તે કેમ સહન કરતો હશે? આવા વિચારોથી માતૃહૃદય રડ્યા કરતું હતું અને પુત્રના વિરહથી સખત કલ્પાંત કરતાં આંખમાં પડળ આવી ગયાં હતાં. એક દિવસ પ્રાતઃકાળે વિનયી પૌત્ર ભરત ચક્રવર્તી દાદીને નમસ્કાર કરવા આવ્યા અને નમસ્કાર કરી માતાને કુશળ સમાચાર પૂછ્યા. માતાએ પુત્રવિરહની વાત કરી, તેથી ભરતજીએ આશ્વાસન આપી જણાવ્યું કે, હવે તેઓ ત્રણ જગતના નાથ થયા છે, કેવળજ્ઞાન પામ્યા છે. તમારે એમની રિદ્ધિ-સિદ્ધિ જોવી હોય તો ચાલો – એમ સમજાવી દાદીમાને હાથી ઉપર બેસાડી, પ્રભુ જેઓ હાલમાં જ અયોધ્યા પધાર્યા હતા તેમને બતાવવા લઈ ગયા. પ્રભુના સમવસરણને દૂરથી દેખી ભરતજીએ મરુદેવા માતાને કહ્યું, આ સમવસરણ તમારા દીકરા માટે દેવોએ રચ્યું છે. આ જય જય શબ્દ બોલાય છે તે તમારા દીકરા માટે દેવો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy