SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] મૂલ્યવાન મણિસમા જૈન શાસનના રત્નદીપકો ---શ્રી વરજીવનદાસ વાડીલાલ શાહ--બેંગલોર ખરેખર એમ કહેવાયું છે કે જૈનશાસન ચૈતન્યરત્નોની મોટી ખાણ છે. જૈનાચાર્યોએ આર્યપ્રજાના સર્વાંગીય નૈતિક અને ધાર્મિક ઉત્કર્ષ માટે જે સાહિત્યકથાઓ ઉપદેશી છે તેનો વિશ્વના સમગ્ર સાહિત્યમાં જોટો જડે તેમ નથી. હમણાં થોડા સમય પહેલાં જ બેંગલોરથી પ્રૌઢ વયના ધર્મનિષ્ઠ સુશ્રાવક મુરબ્બી શ્રી વરજીવનદાસ વાડીલાલ શાહે “જૈન શાસનના ચમકતા હીરા'' નામનું એક સુંદર પુસ્તક પ્રગટ કર્યું – તેનો બીજો ભાગ પ્રગટ થવાની તૈયારીમાં છે. પ્રથમ ભાગનું અવલોકન કરતાં ૫. પૂ. આ.શ્રી જયઘોષસૂરિજી મ.સા. તથા પૂ. પં. શ્રી જયસુંદરવિજયજી મહારાજ એક નોંધમાં લખે છે કે “આત્માને સ્વતત્ત્વની સાચી ઓળખાણ થાય, ધર્મસાધનામાં પ્રગતિ થાય, જીવ મુક્તિની દિશામાં અગ્રેસર બને, સદ્ગુણો અને સંસ્કારોનું પોષણ થાય તેવી પ્રાચીન જૈન કથાઓનો આ પુસ્તકમાં સંગ્રહ થયો છે. એક સારા સંસ્કારી રસથાળનું નજરાણું ભદ્ર સમાજને ભેટ રૂપે સૌની સામે શોભી રહ્યું છે.'' આ લોકભોગ્ય કથાઓના આલેખનમાં ભવભીરુ વરજીવનદાસભાઈએ શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્રથી લઈને ઉપદેશ પ્રાસાદ, ઉપદેશમાલા અને અનેક નાનીમોટી સજ્ઝાયોનું તથા ૫. પૂ. આ. શ્રી ભદ્રગુપ્તસૂરિજી મ.ના ગ્રંથો જેવા કે જીવન અંજલિ ચાજો, ભવના ફેરા, શ્રદ્ધાની સરગમ વગેરે ઉપરાંત ભરતેશ્વર બાહુબલી ભાગ-૨-૩ પૂ. પં. શ્રી ચિદાનંદમુનિ કૃત તથા પં. શ્રી કનકવિજયજી ગણિવર કૃત વીતી રાત અને પ્રગટતું પ્રભાત વગેરેનું વિસ્તારથી પરિશીલન કરીને પૂર્વકાલીન મહાપુરુષોના કથાગ્રંયોના આઘારે જે સંપાદન ચીવટપૂર્વક કર્યું છે તે ખરેખર અદ્ભુત અને અલૌકિક છે. સાથે અભિનંદનના તેઓ અધિકારી બન્યા છે. શ્રી વરજીવનદાસભાઈ પોતે એક નમ્રતાશીલ ઉદ્યોગપતિ છે, કરુણાના સાગર છે. નાની વયથી તેમણે જે જે કથાઓ વાંચેલી કે વ્યાખ્યાનોમાં રસપૂર્વક સંભળેલી તેને પુસ્તક રૂપે પ્રગટ કરવાની વર્ષોથી એક તીવ્ર મહેચ્છા હતી, જે માતા સરસ્વતીની કૃપાથી સફળ થઈ હોવાનું પોતે માને છે. નવા વમળો કે સંશયો ઊભા થાય તેવું કશું તેમણે આ કચાઓમાં ઉમેર્યું નથી. ‘“જૈન શાસનના ચમકતા હીરા''એ બન્ને ભાગમાંથી કેટલીક કથાઓ ટૂંકાવીને અત્રે પ્રસ્તુત કરવામાં આવી છે. મુમુક્ષુ જીવો હંસની માફક ક્ષીરનીર ન્યાયે આ સુંદર કથાઓનું રસપાન કરીને સદ્ગુણો કે સદ્બોધ ગ્રહણ કરશે તો લેખકે કરેલી મહેનત સાર્થક ગણાશે. સંપાદક Jain Education International For Private & Personal Use Only | ૨૩૩ www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy