SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૬ ] [ જૈન પ્રતિભાદર્શન વિદગ્ધરાજ અને તેના વંશજો : હિન્દુડીના રાઠોડ વંશના રાજા વિદગ્ધરાજે તેના મિત્ર મેવાડના રાજા અલ્લટના કહેવાથી આ. વાસુદેવસૂરિને હત્યંડી પધારવા વિનંતી કરી; અને સૂરિજીના આગમન અને ઉપદેશથી તેણે જૈનધર્મ સ્વીકાર્યો. રાજા વિદગ્ધરાજે હત્યંડીમાં જિનચૈત્ય બનાવી તેમાં વિ. સં. ૯૭૩માં ઉક્ત સૂરિજીના હાથે ભ. ઋષભદેવની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. તેના નિભાવ માટે અને આચાર્યશ્રીના જ્ઞાનભંડાર માટે ખેતી તથા વ્યાપાર ઉપર જુદા જુદા લાગાઓ નાખી કાયમી દાનશાસન કરી આપ્યું. ત્યારબાદ તેના પુત્ર મમ્મટરાજે પિતાના દાનશાસનમાં વધારો કરી વિ. સં. ૯૯૬માં બીજું દાનશાસન લખી આપ્યું. તેના પુત્ર ધવલરાજે આ. શાંતિભદ્રસૂરિના ઉપદેશથી દાદાના મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેમાં નવા આદિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરાવી. તેના ખરચ માટે પીપળીયા કૂવાની જમીન દાનમાં આપી. એક ઉલ્લેખ એવો મળે છે કે, સં. ૧૨૦૮માં હલ્યુડીના રાજાએ અંચલગચ્છના આ. જયસિંહસૂરિના ઉપદેશથી ભ. મહાવીરસ્વામીનું મંદિર બનાવ્યું હતું. ભાવસાર જ્ઞાતિ : સુકૃત કાર્યો : ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભાવસાર જ્ઞાતિ છે, તે કપડા છાપવાનું કામ કરે છે એટલે છીપા તરીકે પણ જાહેર છે. વિક્રમની દશમી સદીમાં આ. ભાવદેવસૂરિથી એક ગચ્છ નીકળ્યો, જેનાં ભાવડહાર, ભાવડર, ભાવસાર ઇત્યાદિ નામો મળે છે. છીપાઓની જ્ઞાતિ તો સ્વતંત્ર હતી જ, તેમાં તેઓએ આચાર્યશ્રીના ઉપદેશથી ભાવડારગચ્છમાં પ્રવેશ કર્યો એટલે તેઓની જ્ઞાતિ ભાવસાર તરીકે પણ જાહેર થઈ હોય એમ લાગે છે. એટલે કે ભાવસાર એ જૈનધર્મ પાળનારી સ્વતંત્ર જ્ઞાતિ છે, જેની સ્થાપના આ. ભાવદેવસૂરિથી થઈ છે. - ગુજરાતનો મહામાત્ય ઉદાયન મારવાડનો ત્યાગ કરી ગુજરાત આવ્યો ત્યારે તે કર્ણાવતી નગરમાં સૌ પ્રથમ લાછી છી પણ (લક્ષ્મીબાઈ ભાવસાર)નો મહેમાન બન્યો અને તે પછી તેણીની મદદથી ઉત્કર્ષ સાધતાં સાધતાં અંતે ગુજરાતનો મહામાત્ય બન્યો હતો. આ લાછી છી પણ જૈન હતી, તેણે ઉદાયનને સાધર્મિકબંધુના નાતે મદદ કરી હતી. ગિરિરાજ શત્રુંજય પર જુદા જુદા દેરાસરોવાળી ઘણી ટૂંકો આવી છે. તેમાં છીપાવસહી' નામની પણ ટૂંક આવેલી છે. એક સમય એક વાઘણના કારણે શત્રુંજય તીર્થની યાત્રા બંધ થઈ ગઈ હતી, જે ભાવસાર વિકમશીએ બહાદુરીપૂર્વક શહીદ બની તીર્થયાત્રા પુનઃ ચાલુ કરાવી હતી, જેનો પાળીયો આજે પણ વાઘણપોળના પ્રવેશદ્વારે તેની શહાદતની યાદ અપાવે છે. ગુણગણ સમ્પન્ન શ્રેષ્ઠી જગદેવ : વારાહી નગરનો શ્રીમાલી યશોધવલ રાજા સિદ્ધરાજ-જયસિંહના શાસનમાં ખજાનચી (ભંડારી) હતો. તેને જગદેવ નામે પુત્ર હતો. કુમાર જગદેવની કવિતાથી પ્રસન્ન થઈ આ. હેમચંદ્રસૂરિએ તેનું બીજું નામ “બાલકવિ' રાખ્યું હતું. આ. ધર્મઘોષસૂરિએ પોતાના શિષ્ય પરિવારમાં શિથિલતા ન પેસે તેની દેખરેખ માટે બનાવેલ શ્રમણોપાસક સમિતિનો તે એક સમયે વડો હતો. જગદેવ વાદવિજયી પણ હતો. તેણે ઉજ્જૈનમાં નરવર્મ રાજાની સભામાં શૈવવાદીને હરાવ્યો હતો. જગદેવ તેમ જ રાજજ્યોતિષી રુદ્રનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy