SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૩૬૭ પુત્ર મંત્રી નિમ્નો અને ચૂદન ભટ્ટ---આ ત્રણે જૈનધર્મની ઉન્નતિમાં ઘણો રસ લેતા હતા. જગદેવને આ. મુનિરત્નસૂરિ પ્રત્યે અવિહડ પ્રેમ હતો. તેની વિનંતીથી સૂરિજીએ સં. ૧૨૫૨માં ‘અમમચિરત્ર' બનાવ્યું હતું. સોલંકીયુગમાં એક બીજો પણ જગદેવ થઈ ગયો. ગિરનાર તીર્થનો મોટો ઉદ્ધાર કરાવનાર દંડનાયક સજ્જનનો તે પુત્ર હતો અને સૌરાષ્ટ્રનો દંડનાયક પણ બન્યો હતો. જૈનોમાં ૮૪ જ્ઞાતિઓ : જેમ જૈન શ્રમણોમાં ૮૪ ગચ્છો થયા તેમ ગૃહસ્થ જૈનોમાં પણ ગામ વગેરેના કારણે ૮૪ જ્ઞાતિઓ બની. જેમ કે ઓસવાલ, શ્રીમાલ, પોરવાલ, પલ્લીવાલ, ડીસાવાલ, અગ્રવાલ, નાગવંશ, સાવયકુલ, હૂંબડ વગેરે. પ્રાચીનકાળમાં ૮૪ જ્ઞાતિઓ જૈન હતી. ભિન્ન ભિન્ન ભાવુકોનાં સુકૃત કાર્યોની દીપમાલા : ચચ્ચિગ ભિન્નમાલનો રાજા હતો, જેણે સં. ૧૩૨૬માં સેવાડી પાસે કરેડા ગામમાં ભ. પાર્શ્વનાથના જિનાલયમાં દાન કર્યું હતું. ગલ્લકકુલના દંડનાયક આહ્લાદને આ. વર્ધમાનસૂરિના ઉપદેશથી પાટણના નાગેન્દ્રગચ્છીય ભ. વાસુપૂજ્યસ્વામીના દેરાસરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. તેણે સંસ્કૃતમાં ‘પાર્શ્વનાથ સ્તોત્ર' (શ્લોક ૧૦) રચ્યું. તેની વિનતીથી સં. ૧૨૯૯માં પાટણમાં આ. વર્ધમાનસૂરિએ ‘શ્રી વાસુપૂજ્ય ચરિત્ર' (સર્ગ : ૪, ગ્રંથા» : ૫૪૯૪)ની રચના કરી. શેઠ વીરપાલના પૌત્ર મેલિગે સં. ૧૪૫૫ના પાટણમાં પાર્શ્વનાથ ચરિત્ર' લખાવી આ. સિંહદત્તસૂરિને વહોરાવ્યું હતું. મેલિગની પત્ની મેલાદેવીએ ‘કલ્પસૂત્ર'ની પ્રતિ લખાવી હતી. ઓસવાલ જ્ઞાતિમાં શેઠ વીરદેવના પુત્ર માનદેવથી માનદેવવંશ નીકળ્યો હતો, જેના વંશજોએ ખરતરગચ્છના આચાર્યોના ઉપદેશથી ઘણાં ધર્મકાર્યો કર્યાં હતાં. કર્કરાવાસી વ્ય. શેઠ વિજે શાહની પુત્રી અને શેઠ દેદાની બીજી પત્ની લંબિકાએ તપાગચ્છના આ. સોમસુંદરસૂરિના ઉપદેશથી સં. ૧૪૭૦ના અષાડ વદિના દિવસે ‘શબ્દાનુશાસન’ લખાવ્યું. કર્કરા ગામ પાસેના બેણપમાં નાઢા શ્રાવિકા રહેતી હતી, જેણે અંચલગચ્છની સ્થાપનામાં મોટી મદદ કરી હતી. શેઠ સોમચંદ્ર શ્રીમાલની પુત્રી મોખલ્લદેવીએ પોતાના પિતાના શ્રેય માટે આ. હેમચંદ્રસૂરિએ રચેલા ‘શાંતિનાથચરિત્ર’ની પ્રતિ લખાવી અને તે આ. ધનેશ્વરસૂરિને વહોરાવી. જાલોરનો શ્રીમાલી શેઠ યશોદેવ આચાર્ય પૂર્ણભદ્રસૂરિનો પરમભક્ત હતો. તેનો પુત્ર મંત્રી યશોવીર જાલોરના રાજા ઉદયસિંહ (સં. ૧૨૬૨ થી સં. ૧૩૦૭)ના ખજાનાનો ઉપરી હતો, શિલ્પશાસ્ત્રનો પ્રતિષ્ઠિત વિદ્વાન ગણાતો હતો. પીંડવાડા પાસે ઝાદવલ્લી (ઝાડોલી) ગામમાં સં. ૧૨૩૬માં આ. દેવભદ્રસૂરિએ શેઠ સોઢાએ ભરાવેલા ભ. ઋષભદેવ અને ભ. પાર્શ્વનાથની પ્રતિમાની અંજનશલાકા કરી પ્રતિષ્ઠા કરી હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy